Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મના આ સીન પર ડૉ. ફારુક અબદુલ્લાએ નારાજગી બતાવી

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડૉ. ફારૂક અબ્દુલ્લાએ સોમવારે ફરી 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. સાથે જ અબ્દુલ્લાએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને મળવાની વાત પણ કહી છે. આ દરમિયાન બંને વચ્ચે રાજ્યના કાયદા અને વ્યવસ્થા અંગે ચર્ચા થઈ હતી. ખાસ વાત એ છે કે ગયા અઠવાડિયે કેન્દ્રશાસિત પ્રદેશમાં હિંસાના ઘણા અહેવાલો સામે આવ્યા હત
જાણો  ધ કાશ્મીર ફાઇલ્સ  ફિલ્મના આ સીન પર ડૉ  ફારુક અબદુલ્લાએ નારાજગી બતાવી
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડૉ. ફારૂક અબ્દુલ્લાએ સોમવારે ફરી 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. સાથે જ અબ્દુલ્લાએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને મળવાની વાત પણ કહી છે. આ દરમિયાન બંને વચ્ચે રાજ્યના કાયદા અને વ્યવસ્થા અંગે ચર્ચા થઈ હતી. ખાસ વાત એ છે કે ગયા અઠવાડિયે કેન્દ્રશાસિત પ્રદેશમાં હિંસાના ઘણા અહેવાલો સામે આવ્યા હતા. ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં તેમણે નજરબંદીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, 'અમે રાજનીતિ કરવા માંગતા ન હતા, અમે સહાનુભૂતિ  ઇચ્છતા હતાં. પણ સહાનુભૂતિ આપવામાં પણ તમે રોકી રહ્યા છો. તો હવે વાત કેવી રીતે આગળ વધશે., આપણે એકબીજાની નજીક કેવી રીતે આવીશું. જો આપણે એકબીજાની નજીક આવવું હશે તો આ નફરતનો અંત લાવવો પડશે.
'શું આપણે આટલા નીચે પડી ગયા છીએ'
અબ્દુલ્લાએ મીટિંગમાં કહ્યું, 'મેં પણ કહ્યું હતું કે આ કાશ્મીરની ફાઇલો તમે ફિલ્મ બનાવી છે. શું એ સાચું છે કે એક મુસલમાન એક હિંદુને મારી નાખશે અને પછી તે તેનું લોહી ચોખામાં નાખશે અને તેની પત્નીને કહેશે કે તું આ ખા, શું  આવું  થઈ શકે, શું આપણે એટલા  નીચા પડી ગયા છીએ?'

ફિલ્મ પાયાવિહોણી ફિલ્મ 
તેમણે વધુમાં કહ્યું કે, 'આ ફિલ્મ પાયાવિહોણી ફિલ્મ છે, જેણે દેશમાં નફરત જ પેદા કરી છે,  અહીંના આપણા જવાનોમાં પણ નફરત પેદા કરી છે કે તેઓ આપણા પ્રત્યે કેવું વિચારી રહ્યા છે. મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારો ભારતના ખૂણે-ખૂણે આપણા બાળકોના મનમાં એક નફરત પેદા કરી રહ્યું છે. આવી વસ્તુઓ બંધ કરવી જોઈએ.

રાહુલ ભટ્ટને આતંકવાદીઓએ ઠાર માર્યા
ગુરુવારે કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરે જતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 22 ઘાયલ થયા હતા. તે જ સમયે, આ પહેલા ચદૂરામાં તહસીલ ઓફિસમાં કામ કરતા રાહુલ ભટ્ટને આતંકવાદીઓએ ઠાર માર્યા હતા. આ સિવાય પુલવામામાં રિયાઝ અહેમદ નામના પોલીસકર્મીનું પણ મોત થયું હતું. ગુરુવારે કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરે જતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 22 ઘાયલ થયા હતા. આ પહેલા રાહુલ ભટ્ટની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.