ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

'ઈન્ડિયા બ્લોક સમાપ્ત', કોંગ્રેસના નેતા પવન ખેરાએ કર્યો મોટો દાવો , કહ્યું- ગઠબંધન ફક્ત લોકસભા ચૂંટણી સુધી જ હતું

ઇન્ડિયા બ્લોક અંગે, ગઠબંધન સાથે જોડાયેલા નેતાઓએ કહ્યું છે કે, આ ગઠબંધન ફક્ત લોકસભા ચૂંટણી પુરતું જ હતું, હવે ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે તેથી ગઠબંધન પણ સમાપ્ત થઈ ગયું છે.
07:07 PM Jan 09, 2025 IST | MIHIR PARMAR
featuredImage featuredImage
pavan khera

pavan khera statement : શું 2024ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારને સત્તા પરથી દૂર કરવાના ઇરાદાથી રચાયેલ ઈન્ડિયા ગઠબંધન પૂરું થઈ ગયું છે? આ પ્રશ્ન આ સમયે લોકોના મનમાં ઉદભવી રહ્યો છે. કારણ કે આરજેડી નેતા તેજસ્વી યાદવ પછી, કોંગ્રેસના નેતા પવન ખેરાએ પણ કહ્યું છે કે, આ ગઠબંધન ફક્ત લોકસભા ચૂંટણી પુરતું જ હતું.

શું કહ્યું પવન ખેરાએ...

ઈન્ડિયા ગઠબંધન અંગેના પ્રશ્નના જવાબમાં પવન ખેરાએ કહ્યું કે, તે ફક્ત લોકસભા ચૂંટણી માટે હતું. ઇન્ડિયા એલાયન્સ લોકસભાની ચૂંટણી માટે હતું અને રાષ્ટ્રીય સ્તરે હતું. જુદા જુદા રાજ્યોની પરિસ્થિતિના આધારે, પક્ષો, પછી ભલે તે કોંગ્રેસ હોય કે પ્રાદેશિક પક્ષો, નક્કી કરે છે કે તેમણે સાથે મળીને લડવું છે કે અલગથી.

ઈન્ડિયા ગઠબંધન સમાપ્ત થઈ ગયું છે: તેજસ્વી યાદવ

આ પહેલા બક્સરમાં કાર્યકર દર્શન કમ સંવાદ કાર્યક્રમમાં, આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે, ઈન્ડિયા ગઠબંધન સમાપ્ત થઈ ગયું છે. તેમણે કહ્યું કે, આ ગઠબંધન ફક્ત લોકસભા ચૂંટણી સુધી જ હતું અને ચૂંટણી પૂર્ણ થયા પછી તેનો અંત આવી ગયો છે.

આ પણ વાંચો :  બિહારમાં ટ્રેનની અડફેટે 3 મહિલાઓના મોત; ટ્રેક પર વિખરાયા મૃતદેહો

ઈન્ડિયા ગઠબંધનનો અંત લાવવો જોઈએ : ઓમર અબ્દુલ્લા

વાસ્તવમાં, AAP અને કોંગ્રેસ બંને ઇન્ડિયા બ્લોકના ભાગ છે, પરંતુ બંને પક્ષો દિલ્હીની ચૂંટણી અલગથી લડી રહ્યા છે અને આ સમય દરમિયાન બંને વચ્ચે ઉગ્ર દલીલો પણ થઈ રહી છે. દિલ્હી ચૂંટણી પહેલા AAP અને કોંગ્રેસ વચ્ચે થયેલી ઉગ્ર દલીલો પર, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, વિપક્ષ એક નથી, તેથી ઇન્ડિયા બ્લોક તોડી દેવુ જોઈએ.

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીએ કહ્યું....

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીએ કહ્યું, "દુર્ભાગ્યપૂર્ણ છે કે, ઇન્ડિયા બ્લોકની કોઈ બેઠક થઈ નથી. કોણ નેતૃત્વ કરશે? એજન્ડા શું હશે? ગઠબંધન કેવી રીતે આગળ વધશે? આ મુદ્દાઓ પર કોઈ ચર્ચા થઈ નથી. એ બાબતે કોઈ સ્પષ્ટતા નથી કે અમે સાથે રહીશું કે નહીં. તેમણે કહ્યું, "ગઠબંધનની બેઠક દિલ્હીની ચૂંટણી પછી થવી જોઈએ અને તેમાં સ્પષ્ટતા હોવી જોઈએ. જો ગઠબંધન ફક્ત લોકસભાની ચૂંટણીઓ માટે જ હતુ, તો તેનો અંત લાવવો જોઈએ, પરંતુ જો તેને વિધાનસભાની ચૂંટણીઓ માટે ચાલુ રાખવું હોય તો આપણે સાથે મળીને કામ કરવું જોઈએ.

આ પણ વાંચો :   છત્તીસગઢના મુંગેલીમાં મોટી દુર્ઘટના, પ્લાન્ટમાં ચીમની તૂટી પડતાં 30 લોકો કાટમાળ નીચે દટાયા

Tags :
AAPallianceBJP GovernmentCongressCongress Leaderelectionsfierce argumentsGujarat FirstINDIA allianceindia blocIntentionleadersLok Sabha ElectionsNarendra Modipavan khera statementPawan KheraquestionRJD leader Tejashwi Yadav