Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉત્તરપ્રદેશમાં ફરી ચાલશે યોગીનો જાદુ, એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન

પાંચ રાજ્યોની ચૂંટણીના તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. 10 માર્ચે 5 રાજ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. ત્યારે હાલમાં ક્યાં રાજ્યના કોની સરકાર બનશે તેને લઈને અલગ અલગ એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવી રહ્યા છે. જેમાં ઉત્તરપ્રદેશમાં ભાજપનું પલડું ભારે છે. તમામ એક્ઝિટ પોલમાં ભાજપ સ્પષ્ટ બહુમતિ સાથે જીતશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. યુપી એક્ઝિટ પોલમાં ભાજપને
ઉત્તરપ્રદેશમાં ફરી
ચાલશે યોગીનો જાદુ  એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન

પાંચ રાજ્યોની ચૂંટણીના તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ
ચૂક્યું છે. 10 માર્ચે 5 રાજ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. ત્યારે
હાલમાં ક્યાં રાજ્યના કોની સરકાર બનશે તેને લઈને અલગ અલગ એક્ઝિટ પોલ બહાર પાડવામાં
આવી રહ્યા છે. જેમાં ઉત્તરપ્રદેશમાં ભાજપનું પલડું ભારે છે. તમામ એક્ઝિટ પોલમાં
ભાજપ સ્પષ્ટ બહુમતિ સાથે જીતશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
યુપી એક્ઝિટ પોલમાં ભાજપને સ્પસ્ટ બહુમતી મળવાનું અનુમાન છે.

Advertisement


સીએનએન ન્યૂઝે ભાજપ ગઠબંધનને 262-277
બેઠકો મળવાનુ અનુમાન લગાડાયું છે. આ એક્ઝિટ પોલ સપા ગઠબંધનને 119-134 બેઠકો આપી રહ્યાં
છે. ઈટીજી રિસર્ચના એક્ઝિટ પોલમાં યુપીમાં ભાજપને
230-245
બેઠકો મળવાનુ અનુમાન છે. જ્યારે સપાને 150થી 165 બેઠકો મળવાનું તારણ
અપાયું છે.
 એક્ઝિટ પોલના તારણમાં અખિલેશની અધ્યક્ષતાવાળા સપા ગઠબંધનને 119-134 બેઠકો મળવાનું અનુમાન
છે.

Advertisement


રિપબ્લિક ટીવીના
એક્ઝિટ પોલમાં યુપી ભાજપ ગઠબંધનને
262-277
બેઠકો મળવાનું અનુમાન છે. એટલે કે યોગી આદિત્યનાથ ભાજપને ફરી વાર
સત્તાએ લઈ આવશે. સપા ગઠબંધનને
119-134 બેઠકો મળવાનું અનુમાન છે. બસપાને 7થી 15 બેઠકો મળી શકે છે. આ વખતે પણ કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન ચાલુ
રહેવાના આસાર છે.

Advertisement

Tags :
Advertisement

.