Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AIR INDIA અને ALLIANCE AIR થયા અલગ, ટ્વિટ કરી આપી માહિતી

એર ઈન્ડિયાએ કહ્યું કે એલાયન્સ એર હવે એર ઈન્ડિયાની પેટાકંપની નથી. એર ઈન્ડિયા દ્વારા આ જાહેરાત ટાટા ગ્રુપની કંપની બન્યાના મહિનાઓ બાદ કરવામાં આવી છે. ટાટા ગ્રૂપે દેવામાં ડૂબેલી એરલાઇન કંપનીને બોલી લગાવી અને પોતાના નામે કરી લીધી . ત્યારબાદ એર ઈન્ડિયાની માલિકી કેન્દ્ર દ્વારા ઔપચારિક રીતે ટાટા જૂથને સોંપવામાં આવી.એર ઈન્ડિયાએ વધુમાં જણાવ્યું હતું કે મુસાફરોએ એ નોંધવું જોઈએ કે એર ઈન
air india અને  alliance air થયા અલગ  ટ્વિટ કરી આપી માહિતી
Advertisement
એર ઈન્ડિયાએ કહ્યું કે એલાયન્સ એર હવે એર ઈન્ડિયાની પેટાકંપની નથી. એર ઈન્ડિયા દ્વારા આ જાહેરાત ટાટા ગ્રુપની કંપની બન્યાના મહિનાઓ બાદ કરવામાં આવી છે. ટાટા ગ્રૂપે દેવામાં ડૂબેલી એરલાઇન કંપનીને બોલી લગાવી અને પોતાના નામે કરી લીધી . ત્યારબાદ એર ઈન્ડિયાની માલિકી કેન્દ્ર દ્વારા ઔપચારિક રીતે ટાટા જૂથને સોંપવામાં આવી.
એર ઈન્ડિયાએ વધુમાં જણાવ્યું હતું કે મુસાફરોએ એ નોંધવું જોઈએ કે એર ઈન્ડિયા હવે 15 એપ્રિલથી એલાયન્સ એર સંબંધિત બુકિંગ અને કામગીરીનું સંચાલન કરશે નહીં.


એર ઈન્ડિયાએ વધુમાં જણાવ્યું હતું કે મુસાફરોએ એ નોંધવું જોઈએ કે એર ઈન્ડિયા હવે 15 એપ્રિલથી એલાયન્સ એર સંબંધિત બુકિંગ અને કામગીરીનું સંચાલન કરશે નહીં.
એર ઈન્ડિયાએ આ અંગે એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જે મુસાફરોની પાસે '9' અંકથી શરૂ થતી 4-અંકની ફ્લાઈટ નંબરવાળી અથવા '9I' થી શરૂ થતી 3-અંકની ફ્લાઈટ નંબરવાળી એર ઈન્ડિયાની ટિકિટ છે, તેઓને વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આવા ટિકિટ ધારકોએ જાણવું જોઈએ કે આ બુકિંગ એલાયન્સ એરના છે. એલાયન્સ એર સંબંધિત કોઈપણ માહિતી અથવા જરૂરિયાત માટે, મુસાફરોએ +91-44-4255 4255 અને +91-44-3511 3511નો સંપર્ક કરવો જોઈએ. આ સિવાય મુસાફરો support@allianceair.in પર ઈમેલ કરીને પણ માહિતી મેળવી શકે છે.
ખોટ કરતી એર ઈન્ડિયામાં તેના 100 ટકા હિસ્સાના વેચાણ માટે સરકારે 12,906 કરોડ રૂપિયાની બેઇઝ કિંમત નક્કી કરી હતી. સ્પાઇસજેટના પ્રમોટર અજય સિંઘે, ગ્રૂપના વડા તરીકે કંપનીને ખરીદવા માટે રૂ. 15,100 કરોડની ઓફર કરી હતી. પરંતુ ટાટા ગ્રૂપે 8 ઓક્ટોબરે આના કરતા વધુ બોલી લગાવીને એર ઈન્ડિયા કંપનીને ખરીદી લીધી.
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી C. R. Patil નો આજે જન્મદિવસ

featured-img
video

Pakistan : લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકી Abu Katal ની હત્યા

featured-img
video

Gujarat Education: વાલીઓ માટે રાહતના સમાચાર, પ્રવેશ માટે આવક મર્યાદા 6 લાખ

featured-img
video

વિધાનસભામાં કલાકારોને આમંત્રણ મુદ્દે Vikram Thakor ની Gujarat First સાથે ખાસ વાતચીત

featured-img
video

વસ્ત્રાલમાં આતંક મચાવનારાઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

featured-img
video

Narmada માં હોળી ધૂળેટીની ભવ્ય ઉજવણી, રાજપીપળામાં પરંપરાગત રીતે ધૂળેટીની ઉજવણી

×

Live Tv

Trending News

.

×