Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

12 દિવસ પહેલા થયું હતુ પિતાનું અવસાન, મૃતદેહ હજુ સુધી દફનાવ્યો નથી; પુત્ર સુપ્રીમ કોર્ટના શરણે

છત્તીસગઢમાં એક પુત્રને તેના પિતાના મૃતદેહને દફનાવવાની પરવાનગી મળી રહી નથી. 12 દિવસથી પિતાના મૃતદેહને દફનાવવા ન દેતા પુત્રએ હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
12 દિવસ પહેલા થયું હતુ પિતાનું અવસાન  મૃતદેહ હજુ સુધી દફનાવ્યો નથી  પુત્ર સુપ્રીમ કોર્ટના શરણે
Advertisement
  • એક પુત્રને તેના પિતાના મૃતદેહને દફનાવવાની પરવાનગી મળી રહી નથી
  • પિતાના મૃત્યુને 12 દિવસ થઈ ગયા છે
  • પુત્રએ હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે

Chhattisgarh Christian Family Entry ban in Graveyard: છત્તીસગઢના છિંદવાડામાં એક પુત્રએ પોતાના પિતાના અંતિમ સંસ્કાર કરવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પુત્ર કહે છે કે, ગામલોકો તેને તેના મૃત પિતાને દફનાવવાની મંજૂરી આપી રહ્યા નથી. તેમના પિતાના મૃત્યુને 12 દિવસ થઈ ગયા છે, પણ તેમનો મૃતદેહ હજુ પણ શબગૃહમાં પડેલો છે. આ મામલો છત્તીસગઢના બસ્તર જિલ્લાનો છે. દલિત સમુદાયના રમેશ બઘેલે ગામના કબ્રસ્તાનમાં તેમના પિતાને દફનાવવા માટે પરવાનગી માંગી છે.

કોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો

રમેશ બઘેલે સૌપ્રથમ છત્તીસગઢ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. ત્યાં નિરાશાનો સામનો કર્યા પછી, તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. સુપ્રીમ કોર્ટે આ મામલે છત્તીસગઢ સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

Advertisement

ભેદભાવનો કેસ?

કોર્ટમાં રમેશ બઘેલનું પ્રતિનિધિત્વ પ્રખ્યાત વકીલ પ્રસાદ ચૌહાણ કરી રહ્યા છે. પ્રસાદ ચૌહાણ કહે છે કે, આ સ્પષ્ટપણે ભેદભાવનો મામલો છે. બસ્તરમાં આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. સરકાર આ વિશે બધું જાણે છે. આમ છતાં, રાજ્યમાં ભેદભાવ સતત વધી રહ્યો છે.

Advertisement

7 જાન્યુઆરીના રોજ અવસાન થયું

તમને જણાવી દઈએ કે, રમેશ બઘેલના પિતા સુભાષ બઘેલનું 7 જાન્યુઆરીએ અવસાન થયું હતું. સુભાષ બઘેલની છેલ્લી ઇચ્છા હતી કે, તેમના શરીરને પરિવારના અન્ય સભ્યોની કબરોની નજીકમાં દફનાવવામાં આવે. જોકે, રમેશ પોતાના પિતાની ઇચ્છા પૂરી કરવા તો માંગે છે પણ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો આડે આવી રહ્યાં છે. જેથી તે તેના પિતાની ઇચ્છા પૂરી કરી શકતો નથી. ગામના લોકોએ સુભાષના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો જાતિવાદની આવી ઘટનાઓ સામે આવતી હોય તો તે સરકાર માટે શરમની વાત છે.

આ પણ વાંચો : Kerala Court: ભવિષ્યવાણીના ચક્કરમાં પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ,કોર્ટે ગર્લફ્રેન્ડને આપી આકરી સજા

તે 3 દાયકા પહેલા ખ્રિસ્તી બન્યો હતો

ખરેખર, રમેશ બઘેલના દાદાએ લગભગ 3 દાયકા પહેલા ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. રમેશના દાદા સહિત ઘણા સંબંધીઓના મૃતદેહ છિંદવાડાના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે. જોકે, હવે તેને તેના પિતાના મૃતદેહને દફનાવવાની પરવાનગી મળી રહી નથી.

રમેશ બઘેલે શું કહ્યું?

રમેશ બઘેલે કહ્યું કે, મારા પિતાની છેલ્લી ઈચ્છા હતી કે તેમના મૃત્યુ પછી, તેમના શરીરને તેમના સંબંધીઓની કબર પાસે દફનાવવામાં આવે. બે વર્ષ પહેલા સુધી બધું શાંતિથી ચાલી રહ્યું હતું. પરંતુ હવે અમારા ગામના લોકોએ ખ્રિસ્તી ધર્મનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. તેઓ કહે છે કે ધર્માંતરણને કારણે, તેઓ અમને કબ્રસ્તાનમાં જવા દેશે નહીં.

હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો

આ કેસ પર ચુકાદો આપતી વખતે, છત્તીસગઢ હાઈકોર્ટે કહ્યું હતું કે, છિંદવાડામાં થોડા અંતરે એક ખ્રિસ્તી કબ્રસ્તાન છે, જ્યાં અરજદાર ખ્રિસ્તી ધર્મ અનુસાર તેના પિતાના અંતિમ સંસ્કાર કરી શકે છે. જોકે, ગામમાં બળજબરીથી દફનાવવાથી સમાજમાં વ્યાપક અશાંતિ ફેલાઈ શકે છે.  '

આ પણ વાંચો : Kolkata Doctor Murder Case : દોષિત સંજય રોયને કોર્ટે સંભળાવી આજીવન કેદ

Tags :
Advertisement

Trending News

.

×