Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMC દ્વારા આયોજીત રમતોત્સવ 'કટકીમહોત્સવ' બન્યો, 30 હજારની ટોપી પહેરાવાશે, દિવ્યાગો સાથે ભેદભાવ !

અમદાવાદ મહાનગર પાલિકા (AMC) દ્વારા રમત ગમત ક્ષેત્રે ખેલાડીઓનું આગવું કૌશલ્ય ઉભુ થાય તે માટે રમતોત્સવનું આયોજન કરાયું છે. પરંતુ આ રમતોત્સવમાં (Sports Festival) ખેલાડીઓના નામે કટકી મહોત્સવ બની ગયો હોય તેમ લાગે છે. દિવ્યાંગ નગર રમતોત્સવના આયોજન પાછળ 15 લાખની રકમ ખર્ચ કરાશે. જેમા ભાગ લેનાર દિવ્યાંગો માટે રૂપિયા 180 લેખે અલ્પાહાર વ્યવસ્થા કરી છે. તેમજ અધિકારીઓ અને કાઉન્સિલરોના રમતોત્સવમાં નેતાઓના
amc દ્વારા આયોજીત રમતોત્સવ  કટકીમહોત્સવ  બન્યો  30 હજારની ટોપી પહેરાવાશે  દિવ્યાગો સાથે ભેદભાવ
અમદાવાદ મહાનગર પાલિકા (AMC) દ્વારા રમત ગમત ક્ષેત્રે ખેલાડીઓનું આગવું કૌશલ્ય ઉભુ થાય તે માટે રમતોત્સવનું આયોજન કરાયું છે. પરંતુ આ રમતોત્સવમાં (Sports Festival) ખેલાડીઓના નામે કટકી મહોત્સવ બની ગયો હોય તેમ લાગે છે. દિવ્યાંગ નગર રમતોત્સવના આયોજન પાછળ 15 લાખની રકમ ખર્ચ કરાશે. જેમા ભાગ લેનાર દિવ્યાંગો માટે રૂપિયા 180 લેખે અલ્પાહાર વ્યવસ્થા કરી છે. તેમજ અધિકારીઓ અને કાઉન્સિલરોના રમતોત્સવમાં નેતાઓના ભોજન માટે રૂપિયા 500ની ડિશ રખાઇ છે. દિવ્યાંગો (Physical Disable) કરતા અધિકારીઓ મોંઘી દાટ ડિશ પરિસવામા આવશે.
સ્ટેન્ડિંગ કમિટીએ આપી મંજુરી
AMC રિક્રેએશન કમિટી મંજૂર કરેલ દરખાસ્ત આખરે સ્ટેન્ડિંગ કમિટીએ પણ મંજૂરી મ્હોર મારી છે. બન્ને દરખાસ્ત તફાવત આંખે ઉડી દેખાઇ રહ્યો છે. દિવ્યાંગ નગર રમતોત્સવમાં દિવ્યાંગ ખેલાડીઓને પ્રથમને રૂપિયા 405, દ્રિતયને રૂપિયા 375 અને તૃતિયને રૂપિયા 345 કિંમતના ઇનામો અપાશે. અને પ્રોત્સાહિત કરવા માટે પ્રતિ ખેલાડી રૂપિયા 130ની કિંમતના ઇનામો પણ અપાશે. તો બીજી તરફ ઉચ્ચ અધિકારી અને કાઉન્સિલરો રમતોત્સવમાં ભાગ લેશે . તો તેમના માટે મોંઘી દાટ ઇનામો અપાશે.  અધિકારીઓ અને કાઉન્સિલરો મૈત્રિ મેચ બાદ અધિકારીઓ અને ચૂટાયેલ કાઉન્સિલરો રૂપિયા 500ની ડિશ સાથે ભોજન આરોગશે. અને માત્ર એક જ દિવસમાં રૂપિયા 3 લાખની ભોજન ઝાપટી જશે. તો વળી માર્કેટમાં મળતી 50 રૂપિયાની કેપ (ટોપી ) રૂપિયા 100ની કેપ પહેરી રોફ જમાવશે.
લાખોનું આંધણ
વાર્ષિક રમતોત્સવનું આયોજન પાછળ રૂપિયા 13 લાખની માતબર રકમ ખર્ચ કરાશે. એક તરફ ટેક્ષ બિલમાં તોતિગો વધારો ઝિકાયો છે. બીજી તરફ AMC અધિકારીઓ અને કાઉન્સિલરો પોતાના મોજ શોખ પાછળ લાખો રૂપિયાનું આંધણ કરશે. મેયર અને કમિશ્નર ટીમના ખેલાડીઓ માટે પણ ઇનામ રકમ રૂપિયા 2 હજાર રખાશે . તો વળી સામાન્ય કર્મચારી રમત રમશે અને જીતશે તો માત્ર રૂપિયા 450 થી 525 રૂપિયા ઇનામ અપાશે. અહીં કર્મચારી અને ઉચ્ચ અધિકારના ઇનમામા પણ તફાવત જોવા મળી રહ્યો છે.
કોર્પોરેશનની રૂ. 30 હજારની ટોપી
માર્કેટમાં મળતી રૂપિયા 50 કેપ AMC હવે 100 રૂપિયા 300 નંગ ખરીદી કરશે અને રૂપિયા 30 હજારના બજેટની જોગવાઇ કરાઇ છે. કમિશનર અને મેયર ટીમ રમત રમશે. ત્યારે રમત ગમતના સાધનો ખરીદી પાછળ 75 હજાર ખર્ચ કરાશે.તે વળી દિવ્યાગ રમતોત્સવ પાછળ રમત ગમત સાધન માટે માત્ર રૂપિયા 30 હજારનો ખર્ચે કરાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.