ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Manipur હિંસા માટે સીએમ બિરેન સિંહે માંગી માફી, કહ્યું- 'આખું વર્ષ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું'

બિરેન સિંહે કહ્યું, "હું માફી માંગુ છું. મને આશા છે કે, નવા વર્ષ 2025 સાથે રાજ્યમાં સામાન્ય સ્થિતિ અને શાંતિ પુનઃસ્થાપિત થશે."
04:14 PM Dec 31, 2024 IST | MIHIR PARMAR
featuredImage featuredImage
manipur cm

CM Biren Singh Apologize: સીએમ બિરેન સિંહે કહ્યું, "મને ખરેખર પછતાવો થાય છે. હું માફી માંગવા માંગુ છું. મને આશા છે કે, નવા વર્ષ 2025 સાથે રાજ્યમાં સામાન્ય સ્થિતિ અને શાંતિ પુનઃસ્થાપિત થશે."

બિરેન સિંહે રાજ્યની જનતાની માફી માંગી

મણિપુર હિંસા માટે સીએમ બિરેન સિંહે માફી માંગી છે. તેમણે વર્ષ 2024ને કમનસીબીથી ભરેલું ગણાવ્યું છે. સીએમ બિરેન સિંહે કહ્યું કે, હું 3 મે (2023) થી લઈ આજ સુધી રાજ્યની જનતાની માફી માંગુ છે.

આખું વર્ષ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું : બિરેન સિંહ

તેમણે કહ્યું, "આ આખું વર્ષ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું છે. હું દિલગીર છું અને ગત 3 મેથી આજ સુધી રાજ્યની જનતાની માફી માંગવા માંગુ છું. ઘણા લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘણા લોકોએ તેમના ઘર છોડી દીધા છે. તેમણે કહ્યું, છેલ્લા 3-4 મહિનાની શાંતિ તરફની પ્રગતિ જોયા પછી મને આશા છે કે નવા વર્ષ 2025 સાથે રાજ્યમાં સામાન્ય સ્થિતિ અને શાંતિ પુનઃસ્થાપિત થશે. હું રાજ્યના તમામ સમુદાયોને અપીલ કરવા માંગુ છું કે જે થયું તે થયું, આપણે બધાએ ભૂતકાળની ભૂલોને ભૂલીને શાંતિપૂર્ણ મણિપુર માટે સાથે મળીને નવું જીવન શરૂ કરવું પડશે.

મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત થયા

સીએમ એન બિરેન સિંહે કહ્યું, "અત્યાર સુધીમાં, કુલ 200 લોકો માર્યા ગયા છે અને લગભગ 12,247 FIR નોંધવામાં આવી છે. 625 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વિસ્ફોટકો સહિત લગભગ 5,600 હથિયારો અને લગભગ 35,000 દારૂગોળા જપ્ત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે વિસ્થાપિત પરિવારોને ટેકો આપવા અને વિસ્થાપિત વ્યક્તિઓ માટે નવા મકાનો બાંધવા માટે પૂરતા સુરક્ષા કર્મચારીઓ અને પર્યાપ્ત ભંડોળ પૂરું પાડ્યું છે.

આ પણ વાંચો:  BPSC વિવાદ : કોંગ્રેસ અને ડાબેરી ધારાસભ્યોની વિધાનસભાથી રાજભવન સુધી કૂચ

Tags :
ammunitionApologizeAppealCentral governmentCM Biren Singhcommunitiesdisplaced familiesExplosivesFIRsGujarat Firstkilledmistakespeaceful Manipurregisteredregretseizedsufficient securityWeapons