કૃષ્ણ અને સુભદ્રા પરના નિવેદન મામલે CR પાટીલે માગી માફી, જુઓ શું કહ્યું....
રાજકીય નેતાઓ દ્વારા અવાર નવાર વિવાદિત
નિવેદનો આપવામાં આવે છે. ક્યારેક ધર્મને લઈને તો ક્યારેક કોઈ વ્યક્તિ કે વિશેષને
લઈને. હાલમાં જ એક કાર્યક્રમમાં સી.આર.પાટીલે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાને લઈને
વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના પગલે મોટો હંગામો થયો હતો અને સી.આર.પાટીલને જાહેરમાં માફી માગવાની ફરજ પડી
હતી. એક લોકમેળાના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાના
પ્રવચનમાં શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મીણીજીના લગ્નનો ઉલ્લેખ કરવાને
બદલે સુભદ્રાજીનો ઉલ્લેખ કર્યો હતો. આ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો
અને વિવાદ થતાં સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે માફી
માગી છે.
સી.આર.પાટીલે જણાવ્યું હતું કે શરતચૂકથી
મારા વક્તવ્યમાં ભૂલ થઈ હતી અને ચાલુ વક્તવ્ય દરમિયાન જ ભૂલ સુધારી લીધી હતી પરંતુ
કેટલાક યુવાનો દ્વારા ફોન પર મને માફી માંગવાનો આગ્રહ કરાયો હતો અને મને દ્વારકા
આવીને માફી માગવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ભૂલ એ ભૂલ છે અને કોઈપણ
દલીલ વગર હું સ્વિકારૂ છું અને માફી માગું છું. સમગ્ર મામલે દ્વારકા જઈને પણ હું
માફી માગી લઈશ. સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે
ભગવાન શ્રીકૃષ્ણ માટે ક્યારેય ખરાબ ઈરાદો હોઈ ન શકે,
છતાં કોઈ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાઈ હશે તો માફી માગુ છું. પાટીલે
જણાવ્યું હતું કે ભૂતકાળમાં આપણે મહાભારતમાં શ્રીકૃષ્ણ અને
સુભદ્રાજીના હરણનો પ્રસંગ,
કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન કેવી રીતે થયા હતા એ
વાંચી કલ્પના કરી હતી. શ્રીકૃણને સુભદ્રાજીએ પત્ર લખ્યો,
સુભદ્રાના વિવાહ થયા એ મહાભારત સિરિયલમાં જોયું. તેમના આ નિવેદન
બાદ રાજ્યભરમાં વિવાદ થયો હતો.