Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Manipur હિંસા માટે સીએમ બિરેન સિંહે માંગી માફી, કહ્યું- 'આખું વર્ષ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું'

બિરેન સિંહે કહ્યું, "હું માફી માંગુ છું. મને આશા છે કે, નવા વર્ષ 2025 સાથે રાજ્યમાં સામાન્ય સ્થિતિ અને શાંતિ પુનઃસ્થાપિત થશે."
manipur હિંસા માટે સીએમ બિરેન સિંહે માંગી માફી  કહ્યું   આખું વર્ષ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું
Advertisement
  • મણિપુર હિંસા માટે સીએમ બિરેન સિંહે માફી માંગી
  • આખું વર્ષ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું : બિરેન સિંહ
  • રાજ્યમાં સામાન્ય સ્થિતિ અને શાંતિ પુનઃસ્થાપિત થશે
  • રાજ્યના તમામ સમુદાયોને અપીલ

CM Biren Singh Apologize: સીએમ બિરેન સિંહે કહ્યું, "મને ખરેખર પછતાવો થાય છે. હું માફી માંગવા માંગુ છું. મને આશા છે કે, નવા વર્ષ 2025 સાથે રાજ્યમાં સામાન્ય સ્થિતિ અને શાંતિ પુનઃસ્થાપિત થશે."

Advertisement

બિરેન સિંહે રાજ્યની જનતાની માફી માંગી

મણિપુર હિંસા માટે સીએમ બિરેન સિંહે માફી માંગી છે. તેમણે વર્ષ 2024ને કમનસીબીથી ભરેલું ગણાવ્યું છે. સીએમ બિરેન સિંહે કહ્યું કે, હું 3 મે (2023) થી લઈ આજ સુધી રાજ્યની જનતાની માફી માંગુ છે.

Advertisement

આખું વર્ષ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું : બિરેન સિંહ

તેમણે કહ્યું, "આ આખું વર્ષ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું છે. હું દિલગીર છું અને ગત 3 મેથી આજ સુધી રાજ્યની જનતાની માફી માંગવા માંગુ છું. ઘણા લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘણા લોકોએ તેમના ઘર છોડી દીધા છે. તેમણે કહ્યું, છેલ્લા 3-4 મહિનાની શાંતિ તરફની પ્રગતિ જોયા પછી મને આશા છે કે નવા વર્ષ 2025 સાથે રાજ્યમાં સામાન્ય સ્થિતિ અને શાંતિ પુનઃસ્થાપિત થશે. હું રાજ્યના તમામ સમુદાયોને અપીલ કરવા માંગુ છું કે જે થયું તે થયું, આપણે બધાએ ભૂતકાળની ભૂલોને ભૂલીને શાંતિપૂર્ણ મણિપુર માટે સાથે મળીને નવું જીવન શરૂ કરવું પડશે.

Advertisement

મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત થયા

સીએમ એન બિરેન સિંહે કહ્યું, "અત્યાર સુધીમાં, કુલ 200 લોકો માર્યા ગયા છે અને લગભગ 12,247 FIR નોંધવામાં આવી છે. 625 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વિસ્ફોટકો સહિત લગભગ 5,600 હથિયારો અને લગભગ 35,000 દારૂગોળા જપ્ત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે વિસ્થાપિત પરિવારોને ટેકો આપવા અને વિસ્થાપિત વ્યક્તિઓ માટે નવા મકાનો બાંધવા માટે પૂરતા સુરક્ષા કર્મચારીઓ અને પર્યાપ્ત ભંડોળ પૂરું પાડ્યું છે.

આ પણ વાંચો: BPSC વિવાદ : કોંગ્રેસ અને ડાબેરી ધારાસભ્યોની વિધાનસભાથી રાજભવન સુધી કૂચ

Tags :
Advertisement

Related News

featured-img
IPL

RCB vs KKR : 18મી સિઝનમાં બે નવા કપ્તાનની ટક્કર, જાણો કોનું પલડુ ભારે?

featured-img
રાજકોટ

Mega Demolition : લુખ્ખા તત્વો સામે પોલીસની કામગીરી અંગે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ઊઠાવ્યા સવાલ

featured-img
ગુજરાત

Kheda : અમુલ ડેરીનાં ડિરેક્ટર રાજેશ પાઠક પર ભ્રષ્ટાચારનાં આરોપોથી ખળભળાટ!

featured-img
આંતરરાષ્ટ્રીય

Pakistan : પેશાવરમાં નમાઝ દરમિયાન મોટો બ્લાસ્ટ,અનેક લોકોના મોતની આશંકા

featured-img
રાષ્ટ્રીય

સાવધાન! રસ્તા પર પક્ષીઓને દાણા નાંખ્યા તો...આ શહેરમાં નવો નિયમ લાગુ

featured-img
બિઝનેસ

Rupee Hike : ડોલર સામે રૂપિયાનો દબદબો! જાણો કેટલો થયો મજબૂત!

Trending News

.

×