Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુકેશ સાહનીના પિતાની હત્યા પર BJP નેતાનું વિચિત્ર નિવેદન, કહ્યું - હુમલો તો અમેરિકામાં ટ્રમ્પ પર પણ થયો

BJP નેતાનું વિચિત્ર નિવેદન : બિહાર સરકારમાં મંત્રી રહી ચૂકેલા મુકેશ સાહની (Mukesh Sahni) ના પિતાની ઘાતકી હત્યા (Brutal Murder) ના સમાચારે રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આવા જઘન્ય અપરાધોએ બિહારમાં કાયદો અને વ્યવસ્થા (law and order) ને ભીંસમાં...
મુકેશ સાહનીના પિતાની હત્યા પર bjp નેતાનું વિચિત્ર નિવેદન  કહ્યું   હુમલો તો અમેરિકામાં ટ્રમ્પ પર પણ થયો

BJP નેતાનું વિચિત્ર નિવેદન : બિહાર સરકારમાં મંત્રી રહી ચૂકેલા મુકેશ સાહની (Mukesh Sahni) ના પિતાની ઘાતકી હત્યા (Brutal Murder) ના સમાચારે રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આવા જઘન્ય અપરાધોએ બિહારમાં કાયદો અને વ્યવસ્થા (law and order) ને ભીંસમાં મૂકી દીધી છે. મુકેશ સાહની મુંબઈથી પરત ફરી રહ્યા છે અને ગામમાં મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત છે અને SITની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી રહી છે. લાલુ યાદવની પાર્ટી RJDએ નીતિશ કુમાર સરકાર પર જંગલ રાજનો આરોપ લગાવ્યો છે. પપ્પુ યાદવે કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલો ઉઠાવ્યા છે. તો બીજી તરફ ભાજપ નેતા અજય આલોકે એક વિચિત્ર નિવેદન આપી સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુંછે. શું કહ્યું તેમણે આવો જાણીએ આ આર્ટિકલમાં...

Advertisement

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ હુમલો થયો : ભાજપ નેતા

આજે સવારે બિહારમાં પૂર્વ મંત્રીના પિતાની હત્યા થઇ હોવાના સમાચારે રાજ્યમાં રાજકારણ ગરમાવી દીધું છે. આ હત્યા પર અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. દરમિયાન ભાજપ નેતા અજય આલોકે (BJP Leader Ajay Alok) એક વિચિત્ર નિવેદન આપ્યું છે, જેના પર સવાલો ઉઠી રહ્યા છે. આ હત્યાકાંડ પર મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે સંસ્કારી સમાજમાં ઘટનાઓને રોકી શકાતી નથી. તેમણે કહ્યું કે, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ હુમલો થયો હતો. આ દુનિયામાં અમેરિકાથી મોટી કોઈ મહાસત્તા નથી, છતાં ટ્રમ્પ પર હુમલો થયો. તેઓએ કાર્યવાહી કરી અને હુમલાખોરને તરત જ મારી નાખ્યો. અહીં પણ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. તેમના સિવાય JDU નેતા અને કેન્દ્રીય રામનાથ ઠાકુરે કહ્યું કે ઘટનાઓ બનતી રહે છે. પરંતુ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નીતિશ કુમારની સરકારમાં કોઈ ગુનેગારને છોડવામાં નહીં આવે.

Advertisement

RJD એ નીતીશ કુમાર સરકાર પર કર્યો કટાક્ષ

આ હત્યાને કારણે નીતીશ કુમાર સરકાર પર આરોપોનો દોર પણ તેજ થઈ ગયો છે, RJDના પ્રવક્તા શક્તિ સિંહ યાદવે કહ્યું કે બિહારમાં શું થઈ રહ્યું છે તેનાથી બધા ચિંતિત છે. સરકાર સંપૂર્ણપણે લકવાગ્રસ્ત છે. શાસક બેભાન અવસ્થામાં છે. તેઓને ખબર પણ નહીં પડે કે શું થયું છે. જેડીયુ અને ભાજપના નેતાઓની પણ દરરોજ હત્યા થઈ રહી છે. આ છે જંગલરાજની સ્થિતિ. મુકેશ સાહનીના પિતાની હત્યા કોઈ સામાન્ય ઘટના નથી. આટલી મોટી ઘટના કેવી રીતે બની તેની તપાસ થવી જોઈએ. બિહારની સ્થિતિ એવી છે કે કોઈ સાંભળતું નથી અને શાસક નિદ્રામાં છે. તેથી જ અમે કહીએ છીએ કે બિહારમાં અણસમજુ સરકાર છે અને પરિસ્થિતિ જંગલરાજ જેવી છે.

આ પણ વાંચો - બિહારમાં ધારદાર હથિયારથી VIP ચીફ મુકેશ સાહનીના પિતા પર હુમલો, ઘરમાં મળી લાશ

Advertisement

આ પણ વાંચો - ‘જ્યારે અમારા ઘર બળી રહ્યા હતા ત્યારે તમે ક્યા હતા’, મંત્રીને જોઇ ગુસ્સે ભરાયું ટોળુ

Tags :
Advertisement

.