Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુકેશ સહનીને નીતીશ કુમાર મંત્રીમંડળમાંથી રવાના કરાયા, જાણો મામલો શું હતો

બિહારમાં વિકાસશીલ ઇન્સાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુકેશ સહનીને મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાના મંત્રીમંડળમાંથી બરખાસ્ત કરી દીધા છે. મુખ્યમંત્રી નીતીશકુમારે એક દિવસ પહેલાં જ મુકેશ સહનીને મંત્રીમંડળથી હટાવવાની ઇચ્છા પ્રગટ કરી દીધી હતી, જેને રાજયપાલે મંજુરી આપી દીધી હતી. મંત્રીમંડળમાંથી બરખાસ્ત કરાયા બાદ મુકેશ સહનીએ ફેસબુક પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી. તેમણે પ્રતà
મુકેશ સહનીને નીતીશ કુમાર મંત્રીમંડળમાંથી રવાના કરાયા  જાણો મામલો શું હતો
બિહારમાં વિકાસશીલ ઇન્સાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુકેશ સહનીને મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાના મંત્રીમંડળમાંથી બરખાસ્ત કરી દીધા છે. મુખ્યમંત્રી નીતીશકુમારે એક દિવસ પહેલાં જ મુકેશ સહનીને મંત્રીમંડળથી હટાવવાની ઇચ્છા પ્રગટ કરી દીધી હતી, જેને રાજયપાલે મંજુરી આપી દીધી હતી. 
મંત્રીમંડળમાંથી બરખાસ્ત કરાયા બાદ મુકેશ સહનીએ ફેસબુક પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી. તેમણે પ્રતિક્રિયા આપી હતી કે 16 માસના મંત્રી તરીકેના કાર્યકાળમાં રાજયની 13 કરોડ લોકોની સેવા કરવાના પ્રયાસ કર્યા હતા અને તમામ ધર્મ અને જાતિના લોકો માટે કામ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે બિહારના ભવિષ્ય માટે પશુપાલન તથા મત્સ્યના ક્ષેત્રમાં કેટલાક નિર્ણાયક કામોમાં તેમણે ઝડપ લાવી હતી. તેમણે બિહારની જનતા, રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના સહયોગી પક્ષો તથા મુખ્યમંત્રી નીતીશ કુમારનો આભાર પણ માન્યો હતો. તેમણે કહ્યું કે નિષાદ સમાજને એસસી એસટી વર્ગમાં સામેલ કરવા અનામત અપાય સહિત બિહારીઓની લડાઇ માટે તે સમર્પીત છે. 
ઉલ્લેખનિય છે કે મુકેશ સહનીએ યુપી ચૂંટણીમાં ઘણી બેઠકો પર ભાજપ સામે પોતાના  ઉમેદવાર ઉભા રાખ્યા હતા અને ત્યારબાદ બિહાર ભાજપના નેતાઓ નારાજ થયા હતા.તેઓ  લગાતાર મુકેશ સહનીને મંત્રીમંડળમાંથી હટાવવા માંગ કરી રહ્યા હતા. મુકેશ સહનીની પાર્ટીના તમામ ધારાસભ્યો ગત દિવસોમાં ભાજપમાં સામેલ થઇ ગયા હતા અને તેમને વિધાનસભા સ્પીકરે પણ માન્યતા આપી દીધી હતી. 
Advertisement
Tags :
Advertisement

.