Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકશાહીના પર્વમાં સૌ કોઇ મતદાતા સહભાગી બને તે માટે ચૂંટણી આયોગે શું કર્યો પ્રયાસ ?

ચૂંટણી આયોગ (Election Commission) ની સૂચના બાદ રાજ્યભરની ખાનગી અને સરકારી શાળાઓ (Private and Government Schools) માં મતદાન જાગૃતિ (voting awareness) માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા પત્ર (Affirmation letter) આપવામાં આવી રહ્યા છે. જે...
લોકશાહીના પર્વમાં સૌ કોઇ મતદાતા સહભાગી બને તે માટે ચૂંટણી આયોગે શું કર્યો પ્રયાસ

ચૂંટણી આયોગ (Election Commission) ની સૂચના બાદ રાજ્યભરની ખાનગી અને સરકારી શાળાઓ (Private and Government Schools) માં મતદાન જાગૃતિ (voting awareness) માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા પત્ર (Affirmation letter) આપવામાં આવી રહ્યા છે. જે પ્રતિજ્ઞા પત્રમાં વાલીઓને મતદાન (Voting) કરવા માટેના સંકલ્પ લેવડાવામાં આવી રહ્યા છે. એક વાલી આડોશ-પાડોશના લોકોને મતદાન કરાવે તે માટેના સંકલ્પપત્ર (Resolutions) ભરાવવામાં આવી રહ્યા છે. જેમાં કતારગામની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના 550 જેટલા વિધાર્થીઓ દ્વારા આ સંકલ્પપત્રો પોતાના વાલીઓ પાસે ભરાવવામાં આવી રહ્યા છે. લોકશાહીના પર્વમાં સૌ કોઈ મતદાતા સહભાગી બની પોતાની જવાબદારી સમજે અને મતદાન કરે તે માટેનો આ એક પ્રયાસ ચૂંટણી આયોગ (Election Commission) દ્વારા કરવામાં આવ્યો છે.

Advertisement

વિધાનસભાની ચૂંટણી હોય કે પછી કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરવા માટે લોકોમાં ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા જોવા મળતી હોય છે. લોકોની ઉદાસીનતાના કારણે સો ટકા મતદાન થઈ શકતું નથી.જેથી આ વખતની લોકસભાની ચૂંટણીમાં લોકો વધુથી વધુ મતદાન કરે તે માટે ચૂંટણી આયોગ (Election Commission) દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ચૂંટણી આયોગ ની સૂચના ના પગલે રાજ્યભરની સરકારી અને ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞાપત્રો આપવામાં આવી રહ્યા છે. જે પ્રતિજ્ઞાપત્રોમાં વાલીઓ આ વખતે લોકસભાની ચૂંટણીમાં સહપરિવાર જોડે મતદાન કરશે તેવા સંકલ્પ સાથેની ખાતરી લખાવવામાં આવી રહી છે. જે અન્વયે સુરતના કતારગામ ખાતે આવેલી કવિ સમ્રાટ ઉપેન્દ્ર ભજ પ્રાથમિક શાળા ક્રમાંક 176 માં અભ્યાસ કરતા 550 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રતિજ્ઞા પત્ર લઇ પોતાના વાલીઓ પાસેથી સહ પરિવાર જોડે મતદાન કરશે તેઓ સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે. આ ઉપરાંત પોતે તો મતદાન કરશે પરંતુ આળસ પાડોશના લોકોને પણ મતદાન કરવા માટે જાગૃત કરશે તેવા સંકલ્પ પણ લેવડાવ્યા છે. આ તમામ સંકલ્પ અને પ્રતિજ્ઞા પત્રો સુરત જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીને મોકલવામાં આવશે.

ચૂંટણી આયોગ ની સુચના અન્વયે શરૂ કરવામાં આવેલી મતદાન જાગૃતિને લઈ શહેર અને જિલ્લામાં આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સંકલ્પ પત્ર ભરાવાની સાથે ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ લાવવા માટેના વિવિધ ચિત્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને લોકશાહીના પર્વમાં સૌ કોઈ લોકો પોતાની સહભાગી નોંધાવે તે માટેનો આ પ્રયાસ ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવ્યો છે. જેની શરૂઆત સુરતની સરકારી શાળાઓમાંથી કરવામાં આવી છે. આ માટે સરકારી શાળાના આચાર્યો દ્વારા મતદાન જાગૃતિને લઈ એક શોર્ટ એનિમેશન ફિલ્મ પણ તૈયાર કરવામાં આવી છે. જે એનિમેશન ફિલ્મ પણ વાલીઓને whatsapp ના માધ્યમ થકી મોકલવામાં આવી રહ્યા છે. પોતાના પસંદગીના ઉમેદવારને મતદાન કરી એક સારી સરકાર ફરી ચૂંટાઈને આવે તે માટે "સંકલ્પ પત્ર"અભિયાનની શરૂવાત કરવામાં આવી છે. જેમાં વિધાર્થીઓ દ્વારા પણ પોતાના વાલીઓને મતદાન કરવા અંગે જાગૃત કરી રહ્યા છે. આ માટે ચૂંટણી અધિકારીઓની ટીમ દ્વારા શાળાના શિક્ષકો આચાર્યો અને વિદ્યાર્થીઓને પણ યોગ્ય સમજણ પૂરી પાડવામાં આવી છે.

Advertisement

અહેવાલ - રાકેશ બ્રહ્મભટ્ટ

આ પણ વાંચો - મરાઠી સમાજ દ્વારા આજે ગુડી પડવાના પર્વની કરાઈ રહી છે ઉજવણી, જાણો તેની પાછળની દંતકથા વિશે

Advertisement

આ પણ વાંચો - Election 2024: મતદાન માટે દાયકાઓ સુધી રાહ જોઈ! હવે પહેલીવાર બૂથ પર જઈ મત આપશે

Tags :
Advertisement

.