Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખાનગી શાળાઓ હવે ચોક્કસ દુકાનમાંથી ગણવેશ સહિતની ચીજો ખરીદવાનું દબાણ નહી કરી શકે

રાજ્યની ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને તે નિર્ણય મુજબ ગણવેશ, બૂટ, પુસ્તકો સહિતની વસ્તુઓ કોઇ ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવાનું દબાણ કરતી ખાનગી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે રાજ્યની ખાનગી શાળાઓ કે જે પોતાના વિદ્યાર્થીઓને ગણવેશ,બૂટ, પુસ્તકો સહિતનું સાહિત્ય કà
ખાનગી શાળાઓ હવે ચોક્કસ દુકાનમાંથી ગણવેશ સહિતની ચીજો ખરીદવાનું દબાણ નહી કરી શકે
રાજ્યની ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને તે નિર્ણય મુજબ ગણવેશ, બૂટ, પુસ્તકો સહિતની વસ્તુઓ કોઇ ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવાનું દબાણ કરતી ખાનગી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે રાજ્યની ખાનગી શાળાઓ કે જે પોતાના વિદ્યાર્થીઓને ગણવેશ,બૂટ, પુસ્તકો સહિતનું સાહિત્ય કે સ્ટેશનરી કોઇ ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી ખરીદવાનો આગ્રહ કે દબાણ કરશે તો તેવી શાળાઓ સામે કડક કાર્યવાહી કરાશે. આ પ્રકારની અનિયમીતતા દાખવતી શાળાઓ સામે પહેલી વખત 10 હજાર અને ત્યારબાદ દરેક કિસ્સામાં 25 હજાર રુપિયાનો દંડ લેવાની પણ શિક્ષણ વિભાગ દ્વારા જોગવાઇ કરાઇ છે. વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી સ્ટેશનરી કે ગણવેશ ખરીદવાનું દબાણ કરી શકાશે નહી અને આ બાબતે તમામ જીલ્લા શિક્ષણાધીકારીઓને આદેશ આપી દેવાયા છે. 
ઉલ્લેખનીય છે કે મોંઘી ફી ભરીને વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવતા હોય છે ત્યારે સરકારના આ નિર્ણયથી મધ્યમવર્ગના વાલીઓને મોટો ફાયદો થશે. સરકારના આ નિર્ણયથી ખાનગી શાળાઓ પર લગામ લાગશે.
આ ઉપરાંત રાજ્ય સરકારે કરેલા અન્ય નિર્ણયો મુજહબ રાજ્યની સરકારી શાળાના બાળકોને શિક્ષણની સાથે સાથે ઐતિહાસીક અને સાંસ્કૃતિક સ્થળોનું જ્ઞાન આપવાનો પણ નિર્ણય કરાયો છે અને બાળકોને આ સ્થળોની મુલાકાત પણ કરાવાશે.
બીજી તરફ એવો પણ નિર્ણય કરાયો હતો કે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં રમતોત્સવનું આયોજન થશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શાળા કોલેજોના વિદ્યાર્થીઓ માટે રમતોત્સવ યોજવામાં આવશે. 
Advertisement
Tags :
Advertisement

.