Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટના સાપર વેરાવળ ગામે દસમાની પરીક્ષાના એક દિવસ પહેલા વિદ્યાર્થિનીનો આપઘાત

રાજકોટ જિલ્લાના સાપર વેરાવળ ગામે ધોરણ-૧૦માં અભ્યાસ કરતી વિધાર્થિનીના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. વ્હાલસોયી દીકરીએ આપઘાત કરી લેતા પટેલ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બીના કાન્તિભાઇ પટેલની આવતીકાલે ધોરણ 10ની પરીક્ષા હતી. ત્યારે પરીક્ષા આપે તે પૂર્વે જ ઘરની લાડકવાયી દીકરીએ આપઘાત કરી લેતા પાલક પિતા પીએમ રૂમ ખાતે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જàª
રાજકોટના સાપર વેરાવળ ગામે દસમાની પરીક્ષાના એક દિવસ પહેલા વિદ્યાર્થિનીનો આપઘાત
રાજકોટ જિલ્લાના સાપર વેરાવળ ગામે ધોરણ-૧૦માં અભ્યાસ કરતી વિધાર્થિનીના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. વ્હાલસોયી દીકરીએ આપઘાત કરી લેતા પટેલ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બીના કાન્તિભાઇ પટેલની આવતીકાલે ધોરણ 10ની પરીક્ષા હતી. ત્યારે પરીક્ષા આપે તે પૂર્વે જ ઘરની લાડકવાયી દીકરીએ આપઘાત કરી લેતા પાલક પિતા પીએમ રૂમ ખાતે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. 
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં હાઉસિંગ સોસાયટીમાં રહેતા પટેલ પરિવારની દીકરીએ સવારે 9 વાગ્યે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલાની જાણ પરિવારને થતાં પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. ઘટનાની જાણ શાપર વેરાવળ પોલીસને થતા પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ લાશને પોસ્ટમાર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે ખસેડી હતી. 
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક બિનાની માતા આશાબહેને કાંતિભાઈ નામના વ્યક્તિ સાથે 15 વર્ષ પૂર્વે લગ્ન કર્યા હતા. મૃતક બીના આશાબહેનના અગાઉના ઘરનું સંતાન હોવાનું પણ સામે આવ્યું છે. છેલ્લા 15 વર્ષથી મૃતક બીના તેના પિતા કાંતિભાઈને જ પોતાનું સર્વસ્વ માનતી હતી. જેના કારણે પાલક પિતા હોવા છતાં કાન્તિભાઇને સગી દીકરી કરતા પણ વિશેષ વ્હાલી હતી. ત્યારે વ્હાલસોયી દીકરીના મોતના કારણે પિતા સહિતના પરિવારજનો શોકમગ્ન થયા છે. 
મૃતક બિનાને આવતીકાલે ધોરણ 10માં રીપીટર તરીકે ગણિત અને વિજ્ઞાનનું પેપર હોવાનું પિતાએ જણાવ્યું છે. દીકરી પરીક્ષા હોવાના કારણે સતત ચિંતામાં રહેતી આમ, દીકરી ભણતરની પરીક્ષા પાસ કરે તે પૂર્વે જિંદગીની પરીક્ષામાં આપઘાત કરી જીવન ટુંકાવી લેતા પરિવારમાં હાલ શોકનું મોજું ફરી વળ્યુ છે.
Advertisement
Tags :
Advertisement

.