Maldhari Samaj : પરશોત્તમ રુપાલાના મામલે માલધારી સમાજે શું કહ્યું ?
Maldhari Samaj : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) સામે ક્ષત્રિય સમાજમાં રોજે રોજ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે અને હવે માલધારી સમાજ (Maldhari Samaj ) પણ ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યો છે. માલધારી સમાજે (Maldhari Samaj ) એ કહ્યું છે કે રૂપાલાના નિવેદનના વિરોધમાં માલધારી સમાજ ક્ષત્રિય સમાજને ટેકો આપશે.
ખુદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે માફી માગી હતી
પરશોત્તમ રુપાલાએ કરેલા નિવેદન બાદ રાજકીય સ્થિતિમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પરશોત્તમ રુપાલાએ બે વાર માફી માગ્યા પછી મગળવારે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓએ ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી અને બેઠક બાદ ખુદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે માફી માગી હતી અને બુધવારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે ભાજપના આગેવાનો બેઠક યોજશે તેવી જાહેરાત કરી હતી.
ક્ષત્રિય સમાજના સમર્થનમાં હવે માલધારી સમાજ આગળ આવ્યો
જો કે આમ છતાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત રહ્યો છે. ખાસ કરીને ક્ષત્રિય સમાજની મહિલાઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને અન્નનો ત્યાગ કરવાથી માંડીને જૌહર કરવા સુધીની જાહેરાતો કરાઇ રહી છે ત્યારે ક્ષત્રિય સમાજના સમર્થનમાં હવે માલધારી સમાજ આગળ આવ્યો છે.
આખા ગુજરાતમાં આ લોકો બેફામ થઈ ગયા છે
રુપાલાના મુદ્દે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને માલધારી મહાપંચાયતના પ્રમુખ રઘુ દેસાઈનું નિવેદન બહાર આવ્યું છે. રઘુ દેસાઇએ કહ્યું કે ક્ષત્રિય સમાજના ટેકામાં રહી માલધારી સમાજ ભાજપ વિરોધ મતદાન કરશે. તેમણે કહ્યું કે આખા ગુજરાતમાં આ લોકો બેફામ થઈ ગયા છે અને બફાટ કરી રહ્યા છે.
માલધારી સમાજ ક્ષત્રિય સમાજને ટેકો આપશે
તેમણે કહ્યું કે રુપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. માલધારી મહાપંચાયતે જ્યારે આંદોલન કર્યું ત્યારે ક્ષત્રિય સમાજે ટેકો આપ્યો હતો અને હવે રૂપાલાના નિવેદનના વિરોધમાં માલધારી સમાજ ક્ષત્રિય સમાજને ટેકો આપશે.
આ પણ વાંચો----- RAJKOT : રૂપાલાના વિરોધમાં પદ્મિનીબા એ કર્યો અન્નનો ત્યાગ, કહ્યું “અમારો નિર્ણય અડીખમ”
આ પણ વાંચો---- Parshottam Rupala : અમદાવાદમાં આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે સમાજની બેઠક