Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dahod માં જે લોકો મતદાન કરશે તેને આકર્ષક ઑફરનો મળશે લાભ

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) ના બે તબક્કા (Two phases) પૂર્ણ થઇ ગયા છે અને હવે ત્રીજા તબક્કા (Third Phase) માં ગુજરાતની જનતા પોતાના નેતાને પસંદ કરવા માટે મતદાન (Voting) કરશે. જોકે, જે બે તબક્કા (Two Phase) પૂર્ણ થયા તેમા...
dahod માં જે લોકો મતદાન કરશે તેને આકર્ષક ઑફરનો મળશે લાભ

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) ના બે તબક્કા (Two phases) પૂર્ણ થઇ ગયા છે અને હવે ત્રીજા તબક્કા (Third Phase) માં ગુજરાતની જનતા પોતાના નેતાને પસંદ કરવા માટે મતદાન (Voting) કરશે. જોકે, જે બે તબક્કા (Two Phase) પૂર્ણ થયા તેમા મતદાન (Voting) ની ટકાવારી ઓછી હતી જે એક ચિંતાનો વિષય છે. આવું જ ગુજરાતમાં ન બને તેવા પ્રયત્નો થાય તેવી જનમુખે ચર્ચા થઇ રહી છે. જેના ભાગરૂપે અને મતદારોને પ્રોત્સાહિત (encourage voters) કરવા અને વધુમાં વધુ મતદાન થાય તે માટે રાજ્યના દાહોદ (Dahod) માં એક અલગ જ રીતે પ્રયત્ન કરવામાં આવ્યો છે. અહીં હોન્ડા ટુ વ્હીલરના ડીલરે (Honda two wheeler dealer) મતદાનનું નિશાન બતાવનાર ગ્રાહકને નવી ગાડી ઉપર 4250 રૂપિયાની મફત એસેસરીઝ (Free Accessories) તેમજ જૂના ગ્રાહકોને મફત સર્વિસ (Free Service) ની ઓફર આપી છે.

Advertisement

Aazad Voting Offer in Dahod

Aazad Voting Offer in Dahod

મતદાન કરો અને મેળવો ઓફરનો લાભ

જણાવી દઇએ કે, ગુજરાતમાં 7 મી મે (May 7 in Gujarat) ના રોજ લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) માટે મતદાન (Voting) થશે. ત્યારે લોકશાહીના આ મહાપર્વ (Festival of Democracy) માં દરેક મતદારો (Voters) ભાગ લે અને પોતાનો અમૂલ્ય મત (Invaluable vote) આપે તે માટે વહીવટી તંત્ર (Administrative System) દ્વારા અનેક પ્રકારના કાર્યક્રમો અને બેનરો થકી મતદાન જાગૃતિ (Voting Awareness) ના કાર્યક્રમો યોજી લોકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે મતદાન જાગૃતિના આ અભિયાનમાં દાહોદના વેપારીઓ પણ જોડાયા છે. દાહોદના જૂના ઈન્દોર રોડ ઉપર આવેલા હોન્ડા ટુ વ્હીલરના ડિલર રાહુલ તલાટીએ મતદારોને પ્રોત્સાહિત કરવા અને મતદારોમાં જાગૃતિ આવે તે માટે આકર્ષક ઓફર મુકી છે. જેમાં આંગળી ઉપર મતદાન કર્યાનું નિશાન બતાવશે તેને 4250 રૂપિયાની એસેસરીઝ મફત આપવામાં આવશે.

Advertisement

Dahod Voting Offer

Dahod Voting Offer

100 ટકા મતદાનની અપીલ

ઉપરાંત ચૂંટણી પહેલા પણ કોઈ ખરીદી કરે અને મતદાનના દિવસે આંગળી ઉપર નિશાન અથવા સેલ્ફી બતાવશે તો પણ આ ઓફરનો લાભ મળશે. આ સિવાય જૂના ગ્રાહકો પણ મતદાનનું નિશાન બતાવશે તો ટુ વ્હીલર ગાડીની સર્વિસ બિલકુલ ફ્રી માં કરી આપવામાં આવશે. 29 એપ્રિલથી 10 મે સુધીની આ ઓફર મુકી મતદારોને પ્રોત્સાહિત કરવા અને 100 ટકા મતદાન થાય માટે સ્થાનિક વેપારીઓ પણ અપીલ કરી રહ્યા છે.

Advertisement

અહેવાલ - સાબીર ભાભોર

આ પણ વાંચો - Banaskantha : 11 ગામ વચ્ચે સૌથી વધુ મતદાન થાય તે માટે હરીફાઇની જાહેરાત

આ પણ વાંચો - Vapi :….. તો શું આ વખતે પણ જીત પાક્કી…?

Tags :
Advertisement

.