Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક્ઝિટ પોલના આંકડાની Global ચર્ચા, ચીને કહ્યું, જીતની હેટ્રિક લગાવશે PM મોદી

દેશમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પૂર્ણ થઇ ગઇ છે ત્યારે તાજેતરમાં એક્ઝિટ પોલના આંકડાઓ (Exit Poll Figures) સતત સામે આવી રહ્યા છે. જેમા ભાજપ (BJP) એકવાર ફરી જીતની હેટ્રિક (Hat-Trick of Victories) લગાવશે તે જોવા મળી રહ્યું છે. દુનિયા...
એક્ઝિટ પોલના આંકડાની global ચર્ચા  ચીને કહ્યું  જીતની હેટ્રિક લગાવશે pm મોદી

દેશમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પૂર્ણ થઇ ગઇ છે ત્યારે તાજેતરમાં એક્ઝિટ પોલના આંકડાઓ (Exit Poll Figures) સતત સામે આવી રહ્યા છે. જેમા ભાજપ (BJP) એકવાર ફરી જીતની હેટ્રિક (Hat-Trick of Victories) લગાવશે તે જોવા મળી રહ્યું છે. દુનિયા આ ચૂંટણીના પરિણામો (Results of this Election) ને નજીકથી જોઇ રહી છે. કોણ સત્તામાં આવશે તેના પર દુનિયાભરની નજર છે. ત્યારે પડોશી દેશ ચીન (Chin) પણ ભારતમાં કોની સરકાર બનશે તે અંગે ભવિષ્યવાણી કરી રહ્યું છે.

Advertisement

સતત ત્રીજી વખત PM મોદી સત્તામાં આવશે...

ભારતમાં મેરેથોન ચૂંટણીઓ બાદ હવે પરિણામોનો વારો છે અને આવતીકાલે સવારે 8 વાગ્યાથી ભારતીય ચૂંટણી પંચ ચૂંટણી પરિણામો જાહેર કરવાનું શરૂ કરશે. પરંતુ, છેલ્લા તબક્કાની ચૂંટણી પછીના એક્ઝિટ પોલમાં નરેન્દ્ર મોદી ફરી સત્તામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના જવાબમાં ચીનના નિષ્ણાતોએ કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્થાનિક અને વિદેશી નીતિઓ સુસંગત રહેશે, કારણ કે તેઓ દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે તેમના પ્રયાસો ચાલુ રાખવાની અપેક્ષા રાખે છે. ગ્લોબલ ટાઈમ્સે ભારતમાં યોજાયેલી ચૂંટણી બાદ એક્ઝિટ પોલ પરના પોતાના લેખમાં આશા વ્યક્ત કરી છે કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધો સારા રહેશે અને બંને દેશો તેમના પરસ્પર મતભેદોને દૂર કરવા માટે કામ કરશે.

  • એગ્ઝિટ પોલના આંકડાની 'ગ્લોબલ' ચર્ચા
  • ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સનો લેખ
  • 'સતત ત્રીજી વખત PM મોદી સત્તામાં આવશે'
  • 'દ્વિપક્ષીય સંબંધ અને સ્થિર વિકાસની જરૂરત'
  • 'મતભેદ દૂર કરવા ખુલ્લી વાતચીતની જરૂર'
  • ત્રીજી અર્થવ્યવસ્થા માટે કામ કરશે PM મોદીઃ ચીન
  • 'ભારતની વિદેશ નીતિ વધુ મજબૂત બનશે'
  • ભારતનો વૈશ્વિક પ્રભાવ વધશેઃ ચીની વિશેષજ્ઞો
  • ભારત-ચીનનો ટકરાવ ઓછો થશેઃ વિશેષજ્ઞો

ભારતની વિદેશ નીતિ વધુ મજબૂત બનશે

ઘણા એક્ઝિટ પોલે તો ભાજપના 'આ વખતે 400 પાર કરશે'ના સૂત્રને પણ મંજૂરી આપી છે. જો કે લોકસભા ચૂંટણીના અંતિમ પરિણામ 4 જૂને આવશે. દરમિયાન, ચીન પણ લોકસભા ચૂંટણીમાં ભાજપની જંગી જીતની સંભાવનાથી ખુશ દેખાઈ રહ્યું છે. ગ્લોબલ ટાઈમ્સે એક લેખમાં લખ્યું છે કે, "એક્ઝિટ પોલ દર્શાવે છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત સત્તામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ચીનના નિષ્ણાતોએ કહ્યું કે, મોદીની એકંદર સ્થાનિક અને વિદેશી નીતિઓ સતત ચાલુ રહેશે, કારણ કે ભારત આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે તેમના પ્રયત્નો ચાલુ રાખવાની અપેક્ષા છે.

Advertisement

ભારતનો વૈશ્વિક પ્રભાવ વધશે : ચીની વિશેષજ્ઞો

ગ્લોબલ ટાઈમ્સે લખ્યું, "જોકે એક્ઝિટ પોલ હંમેશા સચોટ નથી હોતા, પરંતુ 73 વર્ષીય મોદી અને તેમની પાર્ટી ભાજપ સતત ત્રીજી ટર્મ માટે સત્તામાં રહેવાની વ્યાપક અપેક્ષા છે. દેશમાં વાસ્તવિક ચૂંટણીનો માહોલ મંગળવારે સ્પષ્ટ થશે, જ્યારે ભારતનું ચૂંટણી પંચ સત્તાવાર ચૂંટણી પરિણામોની જાહેરાત કરશે." લેખમાં, ચીની વિશ્લેષકોનું માનવું છે કે, જો મોદી જીતે છે, તો તેઓ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પછી ત્રીજી વખત સત્તામાં આવનારા બીજા ભારતીય નેતા હશે, અને મોદીની એકંદર સ્થાનિક અને વિદેશી નીતિઓમાં મજબૂત સાતત્ય રહેશે. આશા છે, અને નોંધપાત્ર ફેરફારની શક્યતા ઓછી છે.

આ પણ વાંચો - Exit Polls : તમામ એક્ઝિટ પોલ વાંચી લો એક ક્લિક પર ..!

Advertisement

આ પણ વાંચો - Exit Polls: એકબાજું 400 પારનો નારો તો સામે I.N.D.I.A ને ગઢબંધનનો સહારો, જાણો કોનું શું દાવ પર લાગ્યું?

Tags :
Advertisement

.