જિનપિંગ ફરીએકવાર ચીનના કપ્તાન, ત્રીજીવાર સંભાળશે દેશની કમાન
પોતાના વિરોધીઓને કચડી નાખ્યા બાદ અને હાઇવોલ્ટેજ પોલિટિકલ ડ્રામાને અંતે શી જિનપિંગે ફરી એકવાર ચીનની કમાન સંભાળી લીધી છે. AFP સમાચાર એજન્સીએ ચીની મીડિયાના અહેવાલોને ટાંકીને જણાવ્યું છે કે શી જિનપિંગને પાંચ વર્ષ માટે ત્રીજી વખત કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવનું પદ આપવામાં આવ્યું છે.ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે રેકોર્ડ તોડતા ત્રીજી વખત ચીનના સૌથી શક્તિશાળી નેતાનું પદ સંભાળ્યું છ
પોતાના વિરોધીઓને કચડી નાખ્યા બાદ અને હાઇવોલ્ટેજ પોલિટિકલ ડ્રામાને અંતે શી જિનપિંગે ફરી એકવાર ચીનની કમાન સંભાળી લીધી છે. AFP સમાચાર એજન્સીએ ચીની મીડિયાના અહેવાલોને ટાંકીને જણાવ્યું છે કે શી જિનપિંગને પાંચ વર્ષ માટે ત્રીજી વખત કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવનું પદ આપવામાં આવ્યું છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે રેકોર્ડ તોડતા ત્રીજી વખત ચીનના સૌથી શક્તિશાળી નેતાનું પદ સંભાળ્યું છે. તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા છે. હાલમાં ચીનમાં સત્તાની ચાવી કમ્યુનિસ્ટ પાર્ટીના હાથમાં છે. આ પાર્ટી ચીની સેનાનું પણ નેતૃત્વ કરે છે.
AFPએ ચીની મીડિયાને ટાંકીને કહ્યું કે શી જિનપિંગે સફળતાપૂર્વક ત્રીજી વખત ચીનનું સૌથી સર્વોચ્ચ પદ સંભાળ્યું છે..તેમણે રવિવારે ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં પાર્ટીની સપ્તાહ-લાંબી 20મી નેશનલ કોંગ્રેસમાં કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરીનું પદ સંભાળ્યું. આ પ્રસંગે શી જિનપિંગે કહ્યું કે, તમે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના માટે હું આખી પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું છું.
પૂર્વ રાષ્ટ્રપતિને સભામાંથી બહાર કરી દીધા હતા
આ પહેલા શનિવારે 20મી કોંગ્રેસ ચર્ચામાં આવી હતી જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓને બેઠકમાં બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. જિન્તાહો રાષ્ટ્રપતિ શીની બાજુમાં બેઠા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે બે લોકો પહેલા જિન્ટાઓને કંઈક કહે છે અને પછી હાથ પકડીને સીટ પરથી ઉઠાવી લેવામાં આવે છે. જતી વખતે જિન્ટાઓ પણ શીને કંઈક કહેતા જોવા મળે છે.
PM લી કેકિયાંગને કર્યા સાઇડલાઇન
શી જિનપિંગે અગાઉ પણ તેમના કટ્ટર હરીફ અને દેશના બીજા નંબરના મોટા નેતા વડાપ્રધાન લી કેકિયાંગને સાઇડ લાઇન કરી દીધા હતા. જિનપિંગે લીની કેન્દ્રીય સમિતિમાંથી હકાલપટ્ટી કરી હતી. લીને જિનપિંગના હરીફ માનવામાં આવે છે. આ રીતે શી જિનપિંગ તેમના માર્ગમાં આવતા દરેક અવરોધોને દૂર કરી રહ્યા છે.
Advertisement