ભાજપમાં જોડાયા બાદ કેપ્ટન અમરિંદર સિંહને મળી શકે છે આ પદ
દિલ્હીમાં મેળવ્યું ભાજપનું સદસ્ય પદ
કેપ્ટન અમરિંદર સિંહે આજે દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલયમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજુજુ , નરેન્દ્ર સિંહ તોમર, સુનીલ જાખડ અને પંજાબના અધ્યક્ષ અશ્વની શર્માની હાજરીમાં ભાજપની પ્રાથમિક સદસ્યતા ગ્રહણ કરી હતી.કેપ્ટન અમરિંદર સિંહની સાથે પુત્ર રણ ઈન્દર સિંહ, પુત્રી જય ઈન્દર કૌર, મુક્તસરના પૂર્વ ધારાસભ્ય કરણ કૌર અને ભદૌરના પૂર્વ ધારાસભ્ય નિર્મલ સિંહ પણ ભાજપમાં જોડાયા હતા.
છોડી દીધી હતી કોંગ્રેસ
જણાવી દઈએ છે કેપ્ટન અમરિંદર સિંહે પંજાબ વિધાનસભાની 2022 ચૂંટણી પહેલા જ કોંગ્રેસથી અલગ થયા હતા. તે સમયે કોંગ્રેસ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે વિચારોમાં મતભેદને કારણે વિવાદ થયો હતો. તેથી કેપ્ટન અમરિંદર સિંહે પાર્ટી છોડી દીધી હતી. આજે ભાજપમાં આવતા પહેલા તેમણે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે કર્યુ હતુ ગઠબંધન
પંજાબ વિધાનસભાની 2022ની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસથી અલગ થઈને પંજાબ લોક ક્રોગ્રેસ પાર્ટી બનાવી હતી. ચૂંટણી દરમિયાન તેમણે ભાજપ સાથે ગઠબંધન કર્યુ હતુ. પણ આમ આદમી પાર્ટીની આંધી વચ્ચે આ ગઠબંધન કોઈ ખાસ કમાલ ન બતાવી શકયુ. જણાવી દઈએ કે પંજાબમાં ભાજપ ઘણા સમયથી પોતાની સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જોવાનું એ રહ્યુ કે, કેપ્ટન અમરિંદર સિંહ હવે પછી પંજાબમાં ભાજપને કોઈ લાભ કરાવી શકશે કે નહીં.