Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીન સાથેના સંબંધો આ સમયે મુશ્કેલ તબક્કામાં છે:એસ જયશંકર

જર્મનીમાં આયોજિત મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ચીન સાથે સરહદ વિવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સ્પષ્ટપણે કહ્યું હતું કે, સરહદ પરની સ્થિતિના આધારે બંને દેશો વચ્ચેના સંબંધોની સ્થિતિ નક્કી કરવામાં આવશે.વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે કહ્યું છે કે, બેઇજિંગ દ્વારા સરહદ પર સૈન્ય દળોને તૈનાત ન કરવાના કરારનું ઉલ્લંઘન કર્યા પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો હાલમાં ખà
ચીન સાથેના સંબંધો આ સમયે મુશ્કેલ તબક્કામાં છે એસ જયશંકર
જર્મનીમાં આયોજિત મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ચીન સાથે સરહદ વિવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સ્પષ્ટપણે કહ્યું હતું કે, સરહદ પરની સ્થિતિના આધારે બંને દેશો વચ્ચેના સંબંધોની સ્થિતિ નક્કી કરવામાં આવશે.
વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે કહ્યું છે કે, બેઇજિંગ દ્વારા સરહદ પર સૈન્ય દળોને તૈનાત ન કરવાના કરારનું ઉલ્લંઘન કર્યા પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો હાલમાં ખૂબ જ મુશ્કેલ તબક્કામાં છે. તેમણે શનિવારે જર્મનીમાં મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સ (MSC) 2022માં ચર્ચા દરમિયાન આ વાત કહી. અહીં જયશંકરે ભારપૂર્વક કહ્યું કે સરહદ પરની સ્થિતિ સંબંધોની સ્થિતિ નક્કી કરશે.
જયશંકરે મધ્યસ્થી લિન કુઓક વતી પૂછેલા પ્રશ્નના જવાબમાં કહ્યું, "45 વર્ષથી સરહદ પર શાંતિ હતી, કાયમી સરહદ વ્યવસ્થાપન હતું, 1975 પછી સરહદ પર કોઈ સૈન્ય જાનહાનિ થઈ નથી." આ પરિસ્થિતિમાં પરિવર્તન એટલા માટે થયું કારણ કે, અમે ચીન સાથે એક કરાર કર્યો હતો કે સરહદ (લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ અથવા LAC) પર લશ્કરી દળો તૈનાત કરવામાં આવશે નહીં અને ચીને આ કરારોનું ઉલ્લંઘન કર્યું.
સરહદ પરની સ્થિતિ સંબંધોની સ્થિતિ નક્કી કરશે
જયશંકરે કહ્યું કે,હવે સરહદ પરની સ્થિતિ સંબંધોની સ્થિતિ નક્કી કરશે, તે સ્વાભાવિક છે. તેથી સ્પષ્ટ છે કે, ચીન સાથેના સંબંધો આ સમયે મુશ્કેલ તબક્કામાં છે. પેંગોંગ લેક વિસ્તારોમાં હિંસક અથડામણ બાદ પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી. 15 જૂન 2020ના રોજ ગલવાન ઘાટીમાં તણાવ વધી ગયો હતો. આ પછી બંને દેશોએ સરહદ પર સૈન્ય દળો અને હથિયારોની તૈનાતી વધારી દીધી.'
Advertisement
Tags :
Advertisement

.