Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Exit Polls 2024: શું આ 11 રાજ્યોમાં વિપક્ષનો સંપૂર્ણ સફાયો થશે ? Exit Poll નો ચોંકાવનારો સરવે

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાનના તમામ તબક્કા આજે પૂર્ણ થયા છે. ત્યારે હવે 4 જૂનના રોજ પરિણામ જાહેર થશે. જો કે, આ પહેલા આજે તમામ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલના (Exit Poll 2024) આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જે...
exit polls 2024  શું આ 11 રાજ્યોમાં વિપક્ષનો સંપૂર્ણ સફાયો થશે   exit poll નો ચોંકાવનારો સરવે

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાનના તમામ તબક્કા આજે પૂર્ણ થયા છે. ત્યારે હવે 4 જૂનના રોજ પરિણામ જાહેર થશે. જો કે, આ પહેલા આજે તમામ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલના (Exit Poll 2024) આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જે મુજબ દેશમાં ફરી એકવાર bjp ની સરકાર બનવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવશે એવા એંધાણ છે. જ્યારે બીજી તરફ 11 રાજ્યોમાં વિપક્ષનો સંપૂર્ણ સફાયો થઈ શકે છે.

Advertisement

સ્કૂલ ઓફ પોલિટિક્સ (SOP) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, NDA ફરી એકવાર દેશમાં સરકાર બનાવવા જઈ રહ્યું છે. આ વખતે બે તૃતિયાંશ બહુમતી સાથે એનડીએ ગઠબંધન સરકાર બનાવી શકે છે. એટલું જ નહીં, પાર્ટી ઘણા રાજ્યોમાં ક્લીન સ્વીપ કરતી જોવા મળી રહી છે.

આ રાજ્યોમાંથી વિપક્ષનો સંપૂર્ણપણે સફાયો!

સરવે (Exit Poll 2024) અનુસાર, દેશના તમામ રાજ્યોમાંથી છત્તીસગઢ (Chhattisgarh), હિમાચલ પ્રદેશ, દિલ્હી, ગુજરાત (Gujarat), ગોવા, કર્ણાટક, ત્રિપુરા, મધ્યપ્રદેશ, દાદરા અને નગર હવેલી, અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપ સંપૂર્ણ ક્લીન સ્વીપ કરી વિપક્ષનો સફાયો કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આ 11 રાજ્યોમાં લોકસભાની કુલ 118 સીટો છે.

Advertisement

આ રાજ્યોમાં ભાજપને નજીવો આંચકો લાગી શકે

SOP ના એક્ઝિટ પોલ અનુસાર, ઉત્તર ભારતીય રાજ્યોમાં ભાજપનું NDA ગઠબંધન મોટી સંખ્યામાં બેઠકો જીતી શકે છે. આંકડા દર્શાવે છે કે ભાજપ કેરળમાં (Kerala) પદાર્પણ કરી શકે છે. જ્યારે, તમિલનાડુમાં (Tamil Nadu) પાર્ટી 0 થી 2 સીટો જીતી શકે છે. તે જ સમયે, ઝારખંડ, ઓડિશા અને રાજસ્થાન એવા રાજ્યો છે, જ્યાં nda માત્ર એક બેઠક ગુમાવી શકે છે. આ ત્રણ રાજ્યો સહિત એનડીએને 60 માંથી 57 બેઠકો મળી શકે છે.

Advertisement

આ પણ વાંચો - West Bengal Exit Poll Results 2024: Exit Polls ના આંકડાએ સૌને ચોકાવ્યાં, થશે તખતાપલટ!

આ પણ વાંચો - PM Modi About Exit Poll: એક્ઝિટ પોલના પરિણામોથી ખુશ PM Modi, કહ્યું શા માટે ભારત ગઠબંધન હારી રહ્યું છે

આ પણ વાંચો - MAHARASHATRA EXIT POLL: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે-શરદ પવાર જૂથને મળશે આટલી બેઠકો, જાણો ભાજપ-કોંગ્રેસની હાલત

Tags :
Advertisement

.