Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરમાં લોકસભા બેઠક માટે પ્રથમ દિવસે જાણો કેટલા ફોર્મનું થયું વિતરણ

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી (General Election of Lok Sabha) આગામી તારીખ 7 મે-2024ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીનું આજે વિધિવત જાહેરનામું પડવાની સાથે ઉમેદવારી ફોર્મ (Nomination Form) ભરવાની શરૂઆત થઈ છે. જોકે ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે આજે અમદાવાદ જિલ્લાની...
અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરમાં લોકસભા બેઠક માટે પ્રથમ દિવસે જાણો કેટલા ફોર્મનું થયું વિતરણ

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી (General Election of Lok Sabha) આગામી તારીખ 7 મે-2024ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીનું આજે વિધિવત જાહેરનામું પડવાની સાથે ઉમેદવારી ફોર્મ (Nomination Form) ભરવાની શરૂઆત થઈ છે. જોકે ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે આજે અમદાવાદ જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક (East and West Lok Sabha seat of Ahmedabad district) માટે એક પણ ઉમેદવારી ફોર્મ (Nomination Form) ભરાયું નથી, પરંતુ ફોર્મ ભરવાના પ્રથમ દિવસે 44 જેટલાં વ્યક્તિઓ 98 ફોર્મ લઈ ગયા છે. જેમાં અમદાવાદ પૂર્વ બેઠક (Ahmedabad East Seat) માટે 29 વ્યક્તિઓ 59 ફોર્મ લઈ ગયા છે. જ્યારે પશ્ચિમ બેઠક માટે 15 વ્યક્તિઓ 39 ફોર્મ લઈ ગયા છે.

Advertisement

આ સમયગાળમાં ઉમેદવારીપત્ર ભરી શકાશે

ઉલ્લેખનીય છે કે, 7 - અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ માટે જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, 7 અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) અમદાવાદને ચૂંટણી અધિકારી, 7- અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદની ચેમ્બર, પહેલો માળ, જિલ્લા પંચાયત કચેરી, ભદ્ર, લાલ દરવાજા, અમદાવાદ સમક્ષ તા.12/04/2024થી તા.19/04/2024 સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના 11.00થી બપોરના 3.00 વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે. જ્યારે 8 - અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ માટે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદની કચેરી, કલેક્ટરની ચેમ્બર, પ્રથમ માળ જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર જમીન સુધારણા અમદાવાદ રૂમ નં.108, પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ સમક્ષ તા.12/04/2024થી તા.19/04/2024 સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના 11.00થી બપોરના 3.00 વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે. આ ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી આગામી તા.20/04/2024ના રોજ સવારના 11.00 વાગ્યાથી સબંધિત ચૂંટણી અધિકારીની કચેરી ખાતે હાથ ધરવામાં આવશે અને તા.22/04/2024 ના બપોરના 3.00 કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે. એટલે કે તારીખ 22 એપ્રિલના સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.

આજે પ્રથમ દિવસે કચ્છ, મોરબી બેઠક માટે એક પણ ફોર્મનું વિતરણ ન થયું

લોકસભા ચૂંટણીને લઇને ઉમેદવારી ફોર્મ ભરવાી શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આજે પ્રથમ દિવસે જ અમદાવાદ પૂર્વ બેઠક પર 26 લોકો 59 ફોર્મ લઇ ગયા હતા. આ સિવાય અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 15 લોકોએ 39 ફોર્મ લીધા હતા. આમ બંને બેઠકો પર 44 લોકોએ 98 ઉમેદવારી ફોર્મ લીધા હતા. વળી રાજકોટ લોકસભા બેઠખની વાત કરી કરીએ તો અહી પ્રથમ દિવસે ભાજપમાંથી 5 ના નામે 20 ફોર્મ લેવામાં આવ્યા હતા. આ સિવાય કોંગ્રેસમાંથી 12 ફોર્મ અને બપોર સુધીમાં બસપા સહિતના પક્ષોએ કુલ 50 ફોર્મ ઉપાડ્યા હતા. જામનગરની જો વાત કરીએ તો આ લોકસભા બેઠક પરથી આજે 57 ફોર્મ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક પણ ફોર્મ પરત આવ્યું નહોતું. સાબરકાઠા બેઠક પર આજે પહેલા દિવસે કુલ 25 ફોર્મનું વિતરણ થયું હતું. જેમાથી 8 ફોર્મ ભાજપે, 1 ફોર્મ જનસંઘ અને 5 ફોર્મ અપક્ષે લીધા હતા. તે પછી બારડોલી બેઠક માટે 6 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાથી 5 ફોર્મ કોંગ્રેસ પક્ષ તો 1 ફોર્મ અપક્ષ દ્વારા લેવામાં આવ્યું હતું. આજના પ્રથમ દિવસે કચ્છ મોરબી બેઠક માટે એક પણ ફોર્મનું વિતરણ થયું નહોતું. પ્રથમ દિવસે ખાતું ન ખુલતા તંત્ર પણ ચોંકી ગયું હતું.

Advertisement

અહેવાલ - સંજય જોશી

આ પણ વાંચો - VADODARA : લોકસભા-વિધાનસભાની ચૂંટણીની નોટીસ પ્રસિદ્ધ, પ્રથમ દિવસે 43 ફોર્મનો ઉપાડ

Advertisement

આ પણ વાંચો - Lok Sabha elections : CM ભૂપેન્દ્ર પટેલે વાપીની લીધી મુલાકાત, તો CR પાટીલ આજે જામનગરમાં, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.