Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભરૂચ બેઠક પર ચતુષ્કોણીય જંગ સર્જાવાની સ્થિતિ, છોટુ વસાવા પોતે લડી શકે છે ચૂંટણી

Chhotu Vasava : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ને હવે ગણતરીના દિવસો બાકી છે. જેમ જેમ ચૂંટણી (Elections) નો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ તમામ પક્ષ જબરદસ્ત પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં તાજેતરમાં લોકસભાની એક ભરૂચ...
12:01 PM Mar 26, 2024 IST | Hardik Shah
Chhotu Vasava Bharuch

Chhotu Vasava : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ને હવે ગણતરીના દિવસો બાકી છે. જેમ જેમ ચૂંટણી (Elections) નો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ તમામ પક્ષ જબરદસ્ત પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં તાજેતરમાં લોકસભાની એક ભરૂચ બેઠક (Bharuch Seat) સૌથી વધુ ચર્ચામાં છે. જ્યા કોંગ્રેસ (Congress) પાર્ટીએ આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંદન કરી તે બેઠક પરથી ચૈતર વસાવા (Chaitar Vasava) ને ટિકિટ આપી છે. ત્યારે આ બેઠક પર ચતુષ્કોણીય જંગ સર્જાઇ શકે છે. જીહા, હવે એવા સમાચાર મળી રહ્યા છે કે, ભરૂચ બેઠક પર BJP, AAP, AIMIM લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) લડવાનું એલાન કરી ચૂક્યાં છે. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, છોટુ વસાવા (Chhotu Vasava) એ પણ રાજકીય પક્ષનું એલાન કર્યું છે.

છોટુ વસાવાએ 'ભારત આદિવાસી સેના' ની કરી જાહેરાત

છોટુ વસાવાએ ભારત આદિવાસી સેનાની જાહેરાત કરી છે. ભારત આદિવાસી સેનાના અધ્યક્ષ છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા હશે. વળી જો સુત્રોની માનીએ તો છોટુ વસાવા પોતે ભરુચ બેઠકથી ચૂંટણી લડી શકે છે. છોટુ વસાવા (Chhotu Vasava) આદિવાસી સમાજના મોટા નેતા છે અને તેઓ 7 વખત ઝડિયાની બેઠક પર ધારાસભ્ય રહી ચૂક્યા છે.

ભરૂચમાં જ્ઞાતિવાદી સમીકરણ

આદિવાસી30 ટકા
મુસ્લિમ25 ટકા
પાટીદાર12 ટકા
ક્ષત્રિય8 ટકા
દલિત5 ટકા
અન્ય20 ટકા

ઉલ્લેખનીય છે કે, છોટુ વસાવા (Chhotu Vasava) ગુજરાતના આદિવાસી મતદારો અને સમર્થકોમાં 'દાદા' તરીકે ઓળખાય છે. તેમણે રાજકારણના આટાપાટા તેમના પિતા અને સસરા પાસેથી શીખ્યા છે. 1945માં જન્મેલા વસાવા 1985માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા, પણ તેમા તેમને હાર મળી હતી. પરંતુ 1990માં જનતા દળની ટિકિટ પર પ્રથમ વખત જીત્યા હતા. ત્યારથી આજ દિવસ સુધી 7 વખત તેઓ ઝઘડિયા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. જણાવી દઇએ કે, ગત વિધાનસભાની ચૂંટણી સમયે જ પિતા અને પુત્ર વચ્ચે વિખવાદ શરૂ થયો હતો. ઝઘડિયા બેઠક પરથી ચૂંટણી લડવાને લઈને પિતા છોટુ વસાવા અને પુત્ર મહેશ વસાવા વચ્ચે વિવાદ સર્જાયો હતો.

આ પણ વાંચો - Surendranagar BJP Candidate: ભાજપના લોકસભા માટે નિયુક્ત કરાયેલા ઉમેદવારનો તળપદા કોળી સમાજ દ્વારા વિરોધ

આ પણ વાંચો - BHIKHAJI THAKOR : કોંગ્રેસમાં જોડાવવા અંગેની અટકળોનો આવ્યો અંત, ભીખાજી ઠાકોરે કર્યો આ ખુલાસો

Tags :
AAPAIMIMBharat Adivasi SenaBharuch ConstituencyBharuch SeatBJPChhotu VasavaCongressGujaratGujarat FirstGujarat NewsGujarati NewsLok Sabha Election 2024Lok Sabha ElectionsLok Sabha elections 2024Lok-Sabha-election
Next Article