Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણીટાણે જ જૂનાગઢમાં વધુ એક નેતાનો બફાટ! રાહુલ ગાંધીને 'નપુંસક' ગણાવ્યા

Bhupat Bhayani Controversial Statement : લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદથી જ નેતાઓ જે મનમાં આવે છે તે બોલી રહ્યા છે. હજુ પરશોત્તમ રૂપાલાનો વિવાદ શાંત થયો પણ નથી અને વધુ એક નેતાનું વિવાદાસ્પદ નિવેદન (Controversial Statement) સામે આવ્યું છે. વિસાવદરના...
ચૂંટણીટાણે જ જૂનાગઢમાં વધુ એક નેતાનો બફાટ  રાહુલ ગાંધીને  નપુંસક  ગણાવ્યા

Bhupat Bhayani Controversial Statement : લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદથી જ નેતાઓ જે મનમાં આવે છે તે બોલી રહ્યા છે. હજુ પરશોત્તમ રૂપાલાનો વિવાદ શાંત થયો પણ નથી અને વધુ એક નેતાનું વિવાદાસ્પદ નિવેદન (Controversial Statement) સામે આવ્યું છે. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભૂપત ભાયાણી (Bhupat Bhayani) ચૂંટણી સભાને સંબોધી રહ્યા હતા તે દરમિયાન તેઓ કઇંક એવું બોલી ગયા કે જે પછી તેમને માફી માગવી પડી છે. તેમણે વિવાદાસ્પદ નિવેદન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress Leader Rahul Gandhi) વિરુદ્ધ આપ્યું છે. શું છે આ વિવાદાસ્પદ નિવેદન આવો જાણીએ આ આર્ટિકલમાં...

Advertisement

પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનો વાણીવિલાસ

જૂનાગઢના વિસાવદર ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલી ચૂંટણી સભા દરમિયાન ભાજપ નેતા ભૂપત ભાયાણી (Bhupat Bhayani) ભાન ભૂલ્યા હતા. તેમણે પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે નપુંસક શબ્દનો પ્રયોગ કર્યો હતો. તેમણે પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે, રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન સોંપી શકાય નહીં. તેમના આ નિવેદન બાદથી હોબાળો શરૂ થઇ ગયો હતો. હજુ પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો શાંત થયો નથી અને તાજેતરમાં ભૂપત ભાયાણી દ્વારા વધુ એક વિવાદને આમંત્રણ આપી દીધું છે. જોકે, એક સવાલ પણ ઉભો થાય છે કે ચૂંટણીટાણે જ કેમ નેતાઓ ભાન ભૂલી જાય છે અને જેમ તેમ બોલી જાય છે. શું વાણીવિલાસ કરીને જ જનતાના દિલ જીતી શકાશે? તેમના આ નિવેદન બાદથી જ કોંગ્રેસ પાર્ટીમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે, ભૂપત ભાયાણીએ વિવાદ વધતા દિલગીરી વ્યક્ત કરી છે. તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી હતી અને તે દરમિયાન તેમણે કહ્યું કે, મારાથી ભૂલથી શબ્દો નીકળી ગયા છે. તે બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું.

  • જૂનાગઢમાં વધુ એક નેતાનો ચૂંટણીટાણે બફાટ!
  • પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનો વાણીવિલાસ
  • રાહુલ ગાંધી માટે 'નપુંસક' શબ્દનો કર્યો પ્રયોગ
  • ભૂપત ભાયાણીના વાણીવિલાસથી કોંગ્રેસમાં રોષ
  • ચૂંટણીટાણે હંમેશા કેમ ભાન ભૂલે છે નેતાઓ?
  • શું વાણીવિલાસ કરીને જનતાના દિલ જીતી શકાશે

કોંગ્રેસે શું આપી પ્રતિક્રિયા ?

ભૂપત ભાયાણી દ્વારા કરવામાં આવેલા બફાટ પર કોંગ્રેસ પાર્ટીની પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. રાહુલ ગાંધી પર કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ કોંગ્રેસ નેતા મનીષ દોશીએ કહ્યું કે, ભૂપત ભાયાણી ભાજપમાં પ્રમોશનની ઇચ્છા રાખી રહ્યા છે તેટલે જ તેઓ આ પ્રકારનો બફાટ કરી રહ્યા છે. તેઓ હાઈકમાડની નજરમાં આવવા માટે આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. દોશીએ વધુમાં કહ્યું કે, જે પણ ભાજપમાં જાય છે તેમની માનસિક સ્થિતિ ખરાબ જ થઇ જાય છે. તેમણે તેમના સંસ્કારનું સુંદર પ્રદર્શન કર્યું છે. વધુમાં દોશીએ કહ્યું કે, ભૂપત ભાયાણીને જનતા જવાબ આપશે.

Advertisement

આ પણ વાંચો - Parshottam Rupala : ક્ષત્રિય સમાજને પરશોત્તમ રૂપાલાએ સરાજાહેર કરી આ ખાસ અપીલ

Advertisement

આ પણ વાંચો - Surat : નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસ સમર્થકોનો હોબાળો, ગણાવ્યા જનતાના ગદ્દાર

Tags :
Advertisement

.