Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ganiben Thakor : "પાવર સ્ટેશન એક જ હોવાથી રાજકીય રીતે અન્યાય.."

Ganiben Thakor : કોંગ્રેસના રિયલ ફાઈટર મહિલા નેતા ગેનીબેન ઠાકોરે ( Ganiben Thakor) બનાસકાંઠા બેઠક જીતી લીધી છે અને ગુજરાતમાં ભાજપની હેટ્રિકનું સપનું રોળ્યું છે. બનાસકાંઠાની બેઠક જીતીને આ ફાયરબ્રાન્ડ મહિલા નેતાએ કોંગ્રેસની લાજ રાખી છે. તેઓ બનાસની બેન તરીકેની...
ganiben thakor    પાવર સ્ટેશન એક જ હોવાથી રાજકીય રીતે અન્યાય

Ganiben Thakor : કોંગ્રેસના રિયલ ફાઈટર મહિલા નેતા ગેનીબેન ઠાકોરે ( Ganiben Thakor) બનાસકાંઠા બેઠક જીતી લીધી છે અને ગુજરાતમાં ભાજપની હેટ્રિકનું સપનું રોળ્યું છે. બનાસકાંઠાની બેઠક જીતીને આ ફાયરબ્રાન્ડ મહિલા નેતાએ કોંગ્રેસની લાજ રાખી છે. તેઓ બનાસની બેન તરીકેની ખ્યાતિ મેળવીને ચૂંટણી જીત્યા છે અને 62 વર્ષ બાદ બનાસકાંઠાના સાંસદ તરીકે મહિલા ચૂંટાઇ આવી છે. જીત બાદ ગેનીબેન ઠાકોરે ગુજરાત ફર્સ્ટ સાથે EXCLUSIVE સંવાદ કર્યો હતો.

Advertisement

મારી અંતિમ યાત્રામાં માત્ર કોંગ્રેસનો ઝંડો રહેશે

ગેનીબેન ઠાકોરે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસના હોદ્દેદારોને રાજીનામુ આપવા મજબૂર કરાય છે. હું વ્યક્તિગત સ્વાર્થ માટે જાહેરજીવનમાં નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં ક્યાય ખામી રહી ગઇહશે તો દુર કરીશું. બનાસકાંઠા બેઠક ભાજપે જીતવા તમામ પ્રયાસો કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે આ મારો કોઇ જાદુ નથી. હું હમેશા જાહેરજીવનમાં રહી છું . મારી અંતિમ યાત્રામાં માત્ર કોંગ્રેસનો ઝંડો રહેશે

આ ચૂંટણીમાં મતદારોએ સંદેશો આપ્યો છે કે એકહથ્થુ શાસનથી લોકોને દબાવા માગતા હોય તો લોકો દબાશે નહી

તેમણે કહ્યું કે વિધાનસભા કે કોઇ પણ જગ્યાએ આખા જીલ્લામાં મે લોકોને મદદ કરવાનો પ્રયાસો કર્યો છે અને મને લોકોએ આ ચૂંટણીમાં તેનું વળતર આપ્યું છે. તેમણે આડકતરી રીતે કહ્યું કે હું માનુ છું કે આ લોકશાહી છે. સત્તાનું વિકેન્દ્રીકરણ હોવું જોવું જોઇએ નહીંતર પ્રજાને નુકશાન થાય છે. બનાસ ડેરીનો નિર્ણય હોય કે હોસ્પિટલનો નિર્ણય લેવાનો હોય, એપીએમસી કે મંડળીનો નિર્ણય લેવાનો હોય તો એક જ વ્યક્તિ કેન્દ્રીતમાં છે. હવે તો ભાજપના લોકો પણ ઇચ્છતા હતા કે પાવર સ્ટેશન એક જ હોવાથી રાજકીય રીતે અન્યાય થાય છે. આ ચૂંટણીમાં મતદારોએ સંદેશો આપ્યો છે કે એકહથ્થુ શાસનથી લોકોને દબાવા માગતા હોય તો લોકો દબાશે નહી

Advertisement

દેશ માટે નિર્ણય લેવાના હોય ત્યારે પક્ષાપક્ષીથી દુર રહી સાથે મળીને કામ કરીશું

ગેનીબેને કહ્યું કે તમામ ઉમેદવારો બધા પોતાની તાકાતથી લડ્યા છે. પણ શાન દામ દંડ ભેદની રાજનીતી થઇ રહી હતી. અમારા ખાતા સીઝ કરવામાં આવ્યા હતા તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણી પત્યા પછી પક્ષના સાંસદ હોતા નથી પણ તે આખા રાજ્યના હોય છે. ગુજરાતના ભલા માટે અમે બધા એક જ રહીશું. દેશ માટે નિર્ણય લેવાના હોય ત્યારે પક્ષાપક્ષીથી દુર રહી સાથે મળીને કામ કરીશું.

કોંગ્રેસના મતદારોનું મતદાન ઓછું થયું

વાવ- થરાદમાં પણ લીડ ના મળી...તે સવાલના જવાબમાં ગેનીબેને કહ્યું કે વાવ અને થરાદમાં જાતિ ફેક્ટર પ્રબળ છે. ચૌધરી સમાજ પ્રભાવિત વિસ્તાર છે. તેમના સમાજે તાકાતથી કામ કર્યું હતું. અમને ધારણા કરતા ઓછા મત મળ્યા કારણ કે કોંગ્રેસના મતદારોનું મતદાન ઓછું થયું હતું.

Advertisement

શિક્ષણ, આરોગ્ય અને સ્થાનિક રોજગારીના પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયાસ કરીશ

સંસદમાં તમે ક્યા મુદ્દા ઉઠાવશો તેવા સવાલના જવાબમાં ગેનીબેને કહ્યું કે રાજ્યમાં કચ્છ પછી બનાસકાંઠા બીજા નંબરનો મોટો જીલ્લો છે. અહીં ખેડૂતોને સિંચાઇના પાણીનો પ્રશ્ન છે. લોકસભાની અંદર કોઇ યોજના બને તેવો પ્રયાસ કરીશ અને ખેડૂતો ઉપરાંત શિક્ષણ, આરોગ્ય અને સ્થાનિક રોજગારીના પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયાસ કરીશ.

મોવડીમંડળ અને કાર્યકરો નક્કી કરશે કે ક્યા ઉમેદવારને ટિકીટ આપવી

હવે વાવ વિધાનસભામાં તમારા ઉત્તરાધીકારી કોણ બનશે તેવા સવાલનો જવાબ આપતાં ગેનીબેને કહ્યું કે વાવમાં હવે મોવડીમંડળ અને કાર્યકરો નક્કી કરશે કે ક્યા ઉમેદવારને ટિકીટ આપવી. તેમનો નિર્ણય મને શિરોમાન્ય છે. નાનામાં નાના લોકોને હું સાંભળું છું. મારી પાસે કોઇ પણ વ્યક્તિ મદદ માટે આવે તો નફા નુંકશાન કે ક્યા પક્ષનો છે તે જોયા વગર હું અંતિમ સુધી લડું છું અને તેને મદદ કરું છું. આગામી સમયમાં પણ હું આ રીતે લડતી રહીશ.

ગુજરાતમાં કોંગ્રેસ અડિખમ છે

તેમણે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ અડિખમ છે. બધા 5 લાખની લીડની વાત કરતા હતા. કોંગ્રેસના ઉમેદવારો જોશથી લડ્યા છે. ક્યાક નાની મોટી ખામી હશે તે દુર કરીશું. સોશિયલ મીડિયા ના હોત તો કોંગ્રેસનું કોઇ લખવા તૈયાર ન હતા તેમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો----- NDA પાસે નીતિશ કુમાર તો INDIA પાસે છે શરદ પવાર, જાણો કેટલો ખાસ હશે તેમનો રોલ

Tags :
Advertisement

.