વિટામીન B-12 ની ઉણપ મગજ પર શું અસર કરે છે? જાણો ન્યુરોલોજીકલ સમસ્યાઓના કેટલાક સંકેતો
- વિટામીન B-12 આપણા શરીર માટે આવશ્યક પોષક તત્વ
- B-12ની ઉણપથી શરીરમાં લોહીની માત્રામાં ઘટાડો થાય છે
- મગજના જ્ઞાનતંતુઓ સંકોચાવા લાગે છે
- યાદશક્તિ ઓછી થવા લાગે છે
Vitamin B-12 Deficiency: શરીરમાં વિટામીન B-12 ની ઉણપ મગજ પર પણ અસર કરે છે. ચાલો જાણીએ કે તેની ઉણપ ન્યુરો હેલ્થ પર શું અસર કરે છે.
વિટામીન B-12 શરીર માટે આવશ્યક પોષક તત્વ
વિટામીન B-12 આપણા શરીર માટે આવશ્યક પોષક તત્વ છે, જેની ઉણપ સ્વાસ્થ્ય પર ઘણી ગંભીર અસરો કરે છે. B-12ની ઉણપથી શરીરમાં લોહીની માત્રામાં ઘટાડો થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ચક્કર આવે છે અને હૃદય ઝડપથી ધબકે છે. મગજ પણ આપણા શરીરનો એક ભાગ છે, જેના વિના જીવન જીવવું મુશ્કેલ છે. જો શરીરમાં વિટામિન B-12 નુ પ્રમાણમાં ઓછું થઈ જાય તો તેની અસર મગજ પર પણ પડે છે. તેનાથી ન્યુરો પ્રોબ્લેમ પણ થઈ શકે છે. ચાલો જાણીએ કે વિટામિન B-12 ની ઉણપથી મગજ પર શું અસર થાય છે અને તેના સંકેતો શું છે.
મગજ પર વિટામિન B-12 ની ઉણપની અસર?
શરીરમાં વિટામિન B-12 ની ઉણપને કારણે, દર્દીને જ્ઞાનાત્મક સમસ્યાઓ થઈ શકે છે, જે મગજ સાથે સંબંધિત છે. આ સમસ્યામાં વ્યક્તિના મગજની ક્ષમતા ઘટી જાય છે, જેના કારણે તેની વિચારવાની અને સમજવાની શક્તિ ઘટી જાય છે. આ સ્થિતિમાં વ્યક્તિને વસ્તુઓ યાદ રાખવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત, ધ્યાનનો અભાવ પણ આ સમસ્યાનું લક્ષણ છે. આટલું જ નહીં, શરીરમાં વિટામિન B-12 ની ઉણપને કારણે, મગજના જ્ઞાનતંતુઓ પણ સંકોચાવા લાગે છે. આનાથી મગજ અને કરોડરજ્જુને ઈજા થઈ શકે છે.
આ પણ વાંચો : NON VEG ભોજન વગર પણ મળશે ભરપુર પ્રોટીન... ડાયેટમાં આ વસ્તુ એડ કરો અને રહો હેલ્ધી
B-12 ની ઉણપથી થતા ન્યુરોલોજીકલ સમસ્યાઓના કેટલાક સંકેતો
1. વારંવાર ભુલી જવુ- જો આ વિટામિનની ઉણપ હોય તો વ્યક્તિની યાદશક્તિ ઓછી થવા લાગે છે અને તેને રોજબરોજની વસ્તુઓ યાદ રાખવામાં પણ તકલીફ પડે છે.
2. મૂંઝવણ- વિટામીન B-12 ની ઉણપને કારણે માનવ મગજના જ્ઞાનતંતુઓ સંકોચવા લાગે છે. આ સમસ્યામાં દર્દીનું મગજ યોગ્ય રીતે કામ કરતું નથી, જેના કારણે વ્યક્તિને મૂંઝવણ થવા લાગે છે.
3. યાદશક્તિની સમસ્યાઓ- વિટામીન B-12 ની ઉણપ મગજની કામગીરી પર ઊંડી અસર કરે છે, જેના કારણે ભૂલી જવું અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે.
આ પણ વાંચો : 8 અઠવાડિયાનો ડાયટ પ્લાન, કરીના કપૂર કરતા પણ સુંદર ફિગર બની જશે
ક્યારે જવું ડૉક્ટર પાસે ?
જો તમને ઉપર જણાવેલ ત્રણ સમસ્યાઓ છે અને તમે તમારા રોજિંદા જીવનમાં માનસિક સમસ્યાઓનો પણ અનુભવ કરી રહ્યા છો, તો તરત જ ડૉક્ટર પાસે જાઓ અને સારવાર શરૂ કરો.
વિટામિન B-12 ની ઉણપના અન્ય સંકેત
- હાથ અને પગમાં સુન્નતા (નિષ્ક્રિયતા)
- ચાલવામાં કે બેસવામાં તકલીફ થવી
- અસ્પષ્ટ દ્રષ્ટિ (આંખોથી ઝાંખુ દેખાવુ)
વિટામીન B-12ની ઉણપને દૂર કરવા આ વસ્તુઓનુ કરો સેવન
જો કે, વિટામિન B-12 ની ગંભીર ઉણપના કિસ્સામાં, ખાસ કરીને માનસિક નબળાઇના કિસ્સામાં, તબીબી સહાય લેવાની જરૂર છે. પરંતુ જો આ વિટામિનની ઉણપ સામાન્ય હોય તો તેને ખાવા-પીવાથી પણ પુરી કરી શકાય છે. આ માટે તમે આહારમાં પાલક, બીટરૂટ, બદામ, અખરોટ, દૂધ અને તમામ ડેરી ઉત્પાદનોનું સેવન કરો.
આ પણ વાંચો : Health Tips: શું શિયાળામાં ફાટે છે પગની એડી, કરો આ ઘરેલું ઉપાય