ખજૂર : સામાન્ય રીતે ખજૂરમાં કુદરતી રીતે જ એટલું ગળપણ હોય છે, કે જો તમે ખજૂરમાંથી કોઈ મીઠાઈ પણ બનાવો તો અન્ય કોઈ ગળપણ ઉમેરવાની જરૂર પણ પડે. અને એટલે જ તો ખજૂરની ચટણી પણ આપણા દરેકની ફેવરિટ જ હોય છે.. ત્યારે આવો જાણીએ આ ગુણકારી ખજૂર વિશે અગત્યની વાતો..- ખજૂર આપણે ત્યાં કોઈ પણ સીઝનમાં લોકો આજકાલ ખાવા લાગ્યા છે. પરંતુ એક સમય હતો જ્યારે એને શિયાળા સિવાય ખાવામાં આવતી નહીં. અને એમ મનાતું કે એ ગર
ખજૂર :
સામાન્ય રીતે ખજૂરમાં કુદરતી રીતે જ એટલું ગળપણ હોય છે, કે જો તમે ખજૂરમાંથી કોઈ મીઠાઈ પણ બનાવો તો અન્ય કોઈ ગળપણ ઉમેરવાની જરૂર પણ પડે. અને એટલે જ તો ખજૂરની ચટણી પણ આપણા દરેકની ફેવરિટ જ હોય છે.. ત્યારે આવો જાણીએ આ ગુણકારી ખજૂર વિશે અગત્યની વાતો..
- ખજૂર આપણે ત્યાં કોઈ પણ સીઝનમાં લોકો આજકાલ ખાવા લાગ્યા છે. પરંતુ એક સમય હતો જ્યારે એને શિયાળા સિવાય ખાવામાં આવતી નહીં. અને એમ મનાતું કે એ ગરમ પડે.
ખજૂર ખાવાનો અને એને માણવાનો સારો સમય આમ તો શિયાળો જ છે. પરંતુ ચાલો આપને જણાવીએ ખજૂર ખાવાનો યોગ્ય સમય અને તેને ખાવાની સાચી રીત, જે તેની સ્વાસ્થ્ય પર થતી અસર બમણી કરશે.
- ખજૂર ઘી વગર ખાવી યોગ્ય ગણાતી નથી. શિયાળામાં તમે ખજૂર ખાઓ અને ઘી વગર ખાઓ એ યોગ્ય ન ગણાય.
- જો ઘીમાં સાંતળીને ભાવતી હોય તો એ રીતે ખાઓ. નહીંતર એમનેમ ઘી લેવું અને એમાં બોળીને ખજૂર ખાઓ.
- ખાસ કરીને બાળકો માટે ખજૂર અને ધીનું સાથે કરેલું સેવન અત્યંત પોષણ આપનારું છે.
- આ સાથે લોહીની ઊણપ હોય તેવા દર્દી પણ નિયમિત રોજ ૨ ખજૂરનું સેવન કરશે તો ચોક્કસથી ફાયદો જણાશે.