Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું તમારામાં પણ છે આ આદતો? જલ્દી લાવો બદલાવ નહીં તો જોવા મળશે આ આડઅસરો

સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સારા ખરાબ નિર્ણયો મનુષ્યની ઉમંરને વધારવા માટે કારણભૂત હોય છે. આપણે શું ખાઇએ છીએ, કેટલું ખાઇએ છીએ. આપણો મુડ, પર્સનાલિટી દરેક બાબતોનું આપણી ઉંમર સાથે સીધું કનેક્શન છે. યાદશક્તિ સાથે જોડાયેલી તકલીફો, ચહેરા પરની કરચલીઓ, વીક માંસપેશીઓ, શુષ્ક ત્વચા અને સતત અનુભવાતો થાક વધતા એજીંગના લક્ષણ છે. તમારી કેટલીક દૈનિક આદતો આના માટે જવાબદાર હોઇ શકે છે. કેટલીક એવી આદતો વિ
શું તમારામાં પણ છે આ આદતો  જલ્દી લાવો બદલાવ નહીં તો જોવા મળશે આ આડઅસરો
સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સારા ખરાબ નિર્ણયો મનુષ્યની ઉમંરને વધારવા માટે કારણભૂત હોય છે. આપણે શું ખાઇએ છીએ, કેટલું ખાઇએ છીએ. આપણો મુડ, પર્સનાલિટી દરેક બાબતોનું આપણી ઉંમર સાથે સીધું કનેક્શન છે. યાદશક્તિ સાથે જોડાયેલી તકલીફો, ચહેરા પરની કરચલીઓ, વીક માંસપેશીઓ, શુષ્ક ત્વચા અને સતત અનુભવાતો થાક વધતા એજીંગના લક્ષણ છે. તમારી કેટલીક દૈનિક આદતો આના માટે જવાબદાર હોઇ શકે છે. કેટલીક એવી આદતો વિષે તમને જણાવીશું જે એજીંગની તકલીફ તરફ તમને ધકેલે છે. 
બેઠાડુ જીવન
એજીંગની સમસ્યાને બેઠાડુ જીવન ટ્રીગર કરે છે. દિવસભર ખુરશી પર બેસી રહેતા લોકો સૌથી વધુ અસરમાં આવે છે. આનાથી ક્રોનિક બિમારીઓ વધવાનો પણ ખતરો વધે છે. કોવિડ, કેંસર, હાઇ બ્લડ પ્રેશર, મેદસ્વીપણું, ડિપ્રેશન અને એન્ઝાઇટી જેવી તકલીફો પણ વધે છે. આ ખરાબ આદત તમને જલ્દી ઘડપણ તરફ ધકેલે છે.
બિનસ્વાસ્થ્યપ્રદ ખોરાક 
બિનઆરોગ્યપ્રદ ખોરાક મનુષ્યની જીવનરેખાને ઘટાડવાનું કામ કરે છે. હાઇ સૈચ્યુરેટેડ ખોરાક, ખરાબ કોલેસ્ટ્રોલ, શુગર અને સોડિયમ શરીરમાં ઇન્ફ્લેમેશન વધારે છે. એક્સપર્ટનું કહેવું છે કે બિનઆરોગ્યપ્રદ ખોરાકથી તમારી ઉંમર ઝડપી વધે છે. તેથી જ માર્કેટમાં મળતા બિનઆરોગ્યપ્રદ ખોરાકથી દૂર રહેવું જોઇએ.
હાસ્ય છે જરૂરી 
જો તમે લાંબા સમય સુધી હસ્યા નથી તો તરત જ કોમેડી શો કે કોમેડી ફિલ્મો જોવાનું શરૂ કરી દો. ઓછું હસતા લોકોને સ્ટ્રેસ લેવલ વધે છે અને આપણા બોડી સેલ્સની ફાઇટીંગ ઇંફેક્શન કેપિસીટીને પ્રભાવિત કરી શકે છે. હસવાથી શરીરમાં સારુ ફીલ કરાવતા હોર્મોન રીલીઝ થાય છે, જે અમને દુરસ્ત અને સેહતમંદ બનાવી રાખે છે.

ઘરમાં કેદ ન રહો
જ્યારથી કોરોના મહામારી આવી છે લોકોને ઘરમાં રહેવાની આદત પડી ગઇ છે. પરંતુ આ આદત આપણા સ્વાસ્થ્ય માટે બીલકુલ સારી નથી. જો તમે પણ આમ કરો છો તો પહેરી લો તમારા રનીંગ શુઝ અને તરત જ બહાર ટહેલવા માટે નીકળી જાવ. ઘરમાં કેદ રહેવાથી આપણા માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે અને એજીંગ પ્રોસેસ પણ ઝડપી થઇ જાય છે. 

વધુ સ્ક્રીન ટાઇમ નુકસાનકારક
તમારા લેપટોપ અને સ્માર્ટફોનમાંથી નીકળતા કિરણો એજીંગ પ્રોસેસ ફાસ્ટ કરે છે. અભ્યાસના મુજબ, મોબાઇલ ફોન સ્ક્રીનમાંથી નીકળતા કિરણો અને રોશની તમને સૌથી વધુ પ્રભાવિત કરી શકે છે.
ઓછી ઉંઘ પણ ઘડપણનું કારણ 
એક સ્વસ્થ જીવન માટે પર્યાપ્ત ઉંઘ અનિવાર્ય હોય છે. અપૂરતી ઉંઘ તમારા સ્વાસ્થ્ય પર વધુ અસર પાડે છે.એટલા માટે જુવાન રહેવા પણ સરખી ઉંઘ જરૂરી છે.
Advertisement
Tags :
Advertisement

.