Pakistan : કરાચીમાં દિવાળીની ધમાકેદાર ઉજવણી, જુઓ Video
- કરાચીની ગલીઓમાં દિવાળી!
- પાકિસ્તાનના કરાચીમાં દિવાળીની ભવ્ય ઉજવણી
- પાકિસ્તાની કન્ટેન્ટ ક્રિએટર બિલાલ હસને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
Diwali Celebration in Pakistan : ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે વિભાજન થયું ગયું હોય તેમ છતા આજે પણ બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક મૂળ મજબૂત છે. તાજેતરમાં, પાકિસ્તાનના કરાચીમાં દિવાળીની ભવ્ય ઉજવણી દર્શાવતું એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
પાકિસ્તાનીએ દિવાળીની ઉજવણીનો અનુભવ શેર કર્યો
આ વીડિયોને પાકિસ્તાની કન્ટેન્ટ ક્રિએટર બિલાલ હસને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં, તેઓ દિવાળીની ઉજવણીનો અનુભવ શેર કરતા, સ્વામી નારાયણ મંદિરનું સુંદર દૃશ્ય દર્શાવતા જોવા મળે છે, જ્યાં લોકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. આ વીડિયોમાં મંદિરની ભવ્યતા, આતશબાજી અને ત્યાં હાજર પરિવારજનો અને મિત્રોની ખુશીનો સુંદર નજારો જોઈ શકાય છે. હસને દિવાળીના તહેવાર સાથે જોડાયેલી એક ખાસ પરંપરાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેણે તેના મિત્રોને પૈસાવાળા પરબિડીયાઓ રજૂ કર્યા અને તેમના મિત્રોએ મીઠાઈઓ સાથે જવાબ આપ્યો.
View this post on Instagram
લોકોની પ્રતિક્રિયા શું હતી?
આ વીડિયોને અત્યાર સુધીમાં 2.1 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ અંગે હજારો લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. એક યુઝરે લખ્યું- વિવિધ સંસ્કૃતિઓને સાથે મળીને તહેવારો મનાવતા જોવું હૃદયને સ્પર્શી જાય છે. બીજાએ કહ્યું – દિવાળી દરેક જગ્યાએ ઉજવવામાં આવે છે, તે ખરેખર લોકોને એક કરે છે. કોઈએ લખ્યું - કરાચીમાં દિવાળીની આવી ઉજવણી જોવી આશ્ચર્યજનક છે.
અન્ય યુઝર્સે શું કહ્યું?
વળી, એક યુઝરે આ રંગીન તહેવાર પર ખુશી વ્યક્ત કરી અને લખ્યું - તહેવારો દરેક વ્યક્તિએ ઉજવવા જોઈએ, પછી ભલે તે કોઈપણ ધર્મનો હોય. અન્ય યુઝરે કહ્યું- આ વીડિયોએ મારો દિવસ બનાવ્યો! તે આપણી સહિયારી માનવતાની સુંદર રજૂઆત છે. બિલાલનો આભાર માનતા એક વ્યક્તિએ લખ્યું- આ વીડિયો શેર કરવા બદલ આભાર, પાકિસ્તાનમાં દિવાળીની ખુશીઓ જોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો.
આ પણ વાંચો: Canada : બ્રામ્પટન મંદિર પર હુમલા બાદ હિંદુઓમાં રોષ, પૂજારીએ એક થવા કરી હાંકલ