Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bangladesh માં એકવાર ફરી ભડકી હિંસા, Instagram અને WhatsApp સહિત આ એપ્સ કરી બંધ

બાંગ્લાદેશમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાંગ્લાદેશમાં ફરી વિરોધ અને સોશિયલ મીડિયા બંધ હિંસા વચ્ચે બાંગ્લાદેશમાં ઈન્ટરનેટ બંધ Bangladesh ban Social Media Site :  બાંગ્લાદેશમાં લોકપ્રિય સોશિયલ મીડિયા એપ્સ Instagram, Facebook, TikTok અને YouTubeને અસ્થાયી રૂપે અવરોધિત કરવામાં આવી છે....
bangladesh માં એકવાર ફરી ભડકી હિંસા  instagram અને whatsapp સહિત આ એપ્સ કરી બંધ
  • બાંગ્લાદેશમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
  • બાંગ્લાદેશમાં ફરી વિરોધ અને સોશિયલ મીડિયા બંધ
  • હિંસા વચ્ચે બાંગ્લાદેશમાં ઈન્ટરનેટ બંધ

Bangladesh ban Social Media Site :  બાંગ્લાદેશમાં લોકપ્રિય સોશિયલ મીડિયા એપ્સ Instagram, Facebook, TikTok અને YouTubeને અસ્થાયી રૂપે અવરોધિત કરવામાં આવી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે બાંગ્લાદેશમાં અનામતના મુદ્દે ફરી વિરોધ શરૂ થયો છે.

Advertisement

બાંગ્લાદેશમાં તણાવ વચ્ચે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

બાંગ્લાદેશ (Bangladesh) માં છેલ્લા કેટલાક દિવસોથી અનામતને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનો દરમિયાન હિંસાની ઘટનાઓ પણ બની છે અને રાજ્ય સરકારે આંદોલનકારીઓ પર કાર્યવાહી કરી છે. આ પરિસ્થિતિને કારણે દેશમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે. આ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે બાંગ્લાદેશ સરકારે એક કડક નિર્ણય લેતાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારનું માનવું છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકો વિરોધ પ્રદર્શનોને ઉશ્કેરી રહ્યા છે અને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. બાંગ્લાદેશ સરકારે Instagram, TikTok, YouTube અને WhatsApp જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણયથી બાંગ્લાદેશના લોકોને ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં મોટી અસુવિધા થઈ રહી છે. સરકારનું માનવું છે કે સોશિયલ મીડિયા દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે જેના કારણે દેશમાં હિંસા ફેલાઈ રહી છે. સરકારે કહ્યું છે કે આ પ્રતિબંધ અસ્થાયી છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ આ પ્રતિબંધ હટાવી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ (Bangladesh) માં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય દેશની રાજકીય સ્થિતિ અને લોકોના અધિકારો પર પ્રશ્નાર્થ ઉભો કરે છે. આ નિર્ણયથી દેશના લોકોને માહિતી મેળવવા અને પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા પર પ્રતિબંધ આવી શકે તેવી પૂરી સંભાવના છે.

Advertisement

બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળતાં ઈન્ટરનેટ બંધ

બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી અનામતને લઇને આંદોલન થઇ રહ્યા છે, જેના જવાબમાં દેશની રાજનીતિક પાર્ટીએ સરેઆમ કત્લેઆમ કર્યો છે  જેના કારણે આ દેશની પરિસ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. જેના કારણે તાજેતરમાં હવે સોશિયલ મીડિયાની ઘણી એપ્સને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. જોકે, સોશિયલ મીડિયા એપ્સ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને લઈને બાંગ્લાદેશ સરકાર (Bangladesh Government) તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે એક મીડિયા હાઉસે તેના અહેવાલમાં પ્રતિબંધ વિશે માહિતી આપી છે. આ અહેવાલ મુજબ, બાંગ્લાદેશની સરકારે Instagram, TikTok, YouTube અને WhatsApp સહિત લોકપ્રિય સોશિયલ મીડિયા એપ્સના ઉપયોગ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. આ પહેલા શુક્રવારે આ પ્રતિબંધની જાણકારી ગ્લોબલ આઈઝ ન્યૂઝ દ્વારા તેના ઓફિશિયલ x એકાઉન્ટ દ્વારા આપવામાં આવી હતી. બાંગ્લાદેશમાં શુક્રવારે (2 ઓગસ્ટ) વડા પ્રધાન શેખ હસીના અને તેમની સરકાર વિરુદ્ધ ફરીથી વિરોધ પ્રદર્શન થયા હતા. અગાઉ, આ પ્રદર્શનો ગયા મહિને યોજાયા હતા, ત્યારબાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. તે દરમિયાન પણ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો અને ઈન્ટરનેટ અને સોશિયલ સાઈટ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:  BANGLADESH માં દસ દિવસ બાદ INTERNET સેવા શરૂ, મળશે રોજના 5 GB FREE DATA

Advertisement

Tags :
Advertisement

.