Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tiktok ગર્લ કીર્તિ પટેલે એકવાર ફરી કર્યું કઇંક એવું કે નોંધાઇ પોલીસ ફરિયાદ

અગાઉ સુરત અને બાદમાં સેટેલાઈટ ત્યારે હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો છે. બે મહિના અગાઉ સેટેલાઈટ વિસ્તારમાં થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિરુદ્ધ બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે. અગાઉ કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામ
tiktok ગર્લ કીર્તિ પટેલે એકવાર ફરી કર્યું કઇંક એવું કે નોંધાઇ પોલીસ ફરિયાદ
અગાઉ સુરત અને બાદમાં સેટેલાઈટ ત્યારે હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો છે. બે મહિના અગાઉ સેટેલાઈટ વિસ્તારમાં થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિરુદ્ધ બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે. 
અગાઉ કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામારીની ઘટનામાં કોમલ પંચાલ નામની મહિલાએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં આ ગુનામાં ફરિયાદી મહિલાએ મદદ કરી હોવાનો આક્ષેપ કરી કીર્તિ પટેલ દ્વારા સતત તેનો બદલો લેવા માટે ત્રાસ અપાતો હતો. કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી, જેથી અંતે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે. 
મહત્વનું છે કે, અગાઉ સેટેલાઈટમાં નોંધાયેલા ગુનામાં બંને પક્ષોએ સમાધાન કર્યું હોવાની ચર્ચા હતી ત્યારે સમાધાન બાદ પણ તે જ ઘટનાને લઈને મહિલાને હેરાન કરવામાં આવતા હાલ પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે. હાલ તો આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે પડતી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આ કેસમાં ખરેખર કીર્તિ પટેલની ધરપકડ થાય છે કે પછી અગાઉના કેસની જેમ સમાધાન થાય છે તે જોવું રહ્યું.
Advertisement
Tags :
Advertisement

.