Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકામાં કટોકટી, કર્ફ્યુ બાદ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ

શ્રીલંકાની સરકારે વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશમાં સૌથી ખરાબ આર્થિક કટોકટી પર સરકાર વિરોધી રેલી પહેલા 36 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. પ્રતિબંધનો હેતુ કોલંબો ખાતે વિરોધમાં લોકોને એકઠા થવાથી રોકવાનો છે એટલેકે લોકો વધુ ઉગ્ર ન બને તે માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવàª
શ્રીલંકામાં કટોકટી  કર્ફ્યુ બાદ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ
શ્રીલંકાની સરકારે વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશમાં સૌથી ખરાબ આર્થિક કટોકટી પર સરકાર વિરોધી રેલી પહેલા 36 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. પ્રતિબંધનો હેતુ કોલંબો ખાતે વિરોધમાં લોકોને એકઠા થવાથી રોકવાનો છે એટલેકે લોકો વધુ ઉગ્ર ન બને તે માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 
નેટબ્લોક એ એક સર્વેલન્સ સંસ્થા છે જે સાયબર સુરક્ષા અને ઈન્ટરનેટના સંચાલનની દેખરેખ રાખે છે. તેણે ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સએપ, વાઇબર અને યુટ્યુબ સહિત શ્રીલંકામાં ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધની પુષ્ટિ કરી છે. નેટબ્લોક્સે સમગ્ર શ્રીલંકામાં 100 થી વધુ પોઈન્ટ્સ પરથી રીઅલ-ટાઇમ નેટવર્ક ડેટા એકત્રિત કર્યો છે, જેના આધારે મધ્યરાત્રિથી પ્રતિબંધો લાગુ છે.
દેશભરમાં 36 કલાકનો કર્ફ્યુ 
શ્રીલંકાની સરકારે રાષ્ટ્રવ્યાપી 36-કલાકનો કર્ફ્યુ લગાવી દીધો છે. ખોરાક અને ઇંધણના અભાવ સામેના હિંસક વિરોધ વચ્ચે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે એક નોટિસ જાહેર કરીને લોકોને સત્તાધિકારીઓની લેખિત પરવાનગી વિના કોઈપણ જાહેર રસ્તાઓ, ઉદ્યાનો, ટ્રેનો અથવા દરિયા કિનારાની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આર્થિક કટોકટીમાંથી  પસાર થઈ રહ્યું છે શ્રીલંકા
વિદેશી મુદ્દાના અભાવને કારણે શ્રીલંકા  આર્થિક કટોકટીમાંથી  પસાર થઈ રહ્યું છે. વિદેશી ચલણનો ઉપયોગ ઇંધણની આયાત માટે ચૂકવણી કરવા માટે થાય છે. શ્રીલંકામાં લોકો હાલમાં 12 કલાક અને તેથી વધુ સમય માટે પાવર કટનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત ઈંધણ, જરૂરી ખાદ્યપદાર્થો અને દવાઓના અભાવે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.  લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.  વિરોધ પ્રદર્શને  હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું છે. 
Advertisement
Tags :
Advertisement

.