Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bangladesh News : શેખ હસીનાના દેશ પલાયન બાદ આ અર્થશાસ્ત્રી બની શકે છે બાંગ્લાદેશના PM

બાંગ્લાદેશના PM અંગે સૌથી મોટા સમાચાર મોહમ્મદ યુનુસ બની શકે છે બાંગ્લાદેશના PM: સૂત્ર અર્થશાસ્ત્રી અને નોબલ પુરસ્કાર વિજેતા છે યુનુસ યુનુસે 1983માં ગ્રામીણ બેન્કની સ્થાપના કરી હતી ગરીબોને ઉદ્યોગ માટે લોન આપવામાં આવતી હતી 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર...
bangladesh news   શેખ હસીનાના દેશ પલાયન બાદ આ અર્થશાસ્ત્રી બની શકે છે બાંગ્લાદેશના pm
  • બાંગ્લાદેશના PM અંગે સૌથી મોટા સમાચાર
  • મોહમ્મદ યુનુસ બની શકે છે બાંગ્લાદેશના PM: સૂત્ર
  • અર્થશાસ્ત્રી અને નોબલ પુરસ્કાર વિજેતા છે યુનુસ
  • યુનુસે 1983માં ગ્રામીણ બેન્કની સ્થાપના કરી હતી
  • ગરીબોને ઉદ્યોગ માટે લોન આપવામાં આવતી હતી
  • 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો
  • શેખ હસીનાએ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો હતો

બાંગ્લાદશમાં છેલ્લા ઘણા દિવસોથી તણાવભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે પરિસ્થિતિ એવી આવી છે કે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને પોતાનો જ દેશ છોડીને ભાગવાની ફરજ પડી છે. તેમના દેશ છોડ્યા બાદથી ચર્ચાઓ તેજ થઇ છે કે હવે દેશની કમાન કોણ સંભાળશે? સૂત્રોની માનીએ તો બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસ વડાપ્રધાન બની શકે છે.

Advertisement

મોહમ્મદ યુનુસ બની શકે છે બાંગ્લાદેશના PM?

સોમવારે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું અને દેશ પણ છોડી દીધો હતો. શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડતાં જ પ્રદર્શનકારીઓ પીએમ આવાસમાં ઘૂસી ગયા હતા. તેમના દેશ છોડ્યા બાદથી અટકળો શરૂ થઇ ગઇ છે કે, બાંગ્લાદેશના આગામી વડાપ્રધાન મોહમ્મદ યુનુસ બની શકે છે. તેઓ અર્થશાસ્ત્રી અને નોબલ પુરસ્તાર વિજેતા છે. તેમણે 1983 માં ગ્રામીણ બેન્કની સ્થાપના કરી હતી. જેમા ગરીબોને ઉદ્યોગ માટે લોન આપવામાં આવતી હતી. તાજેતરમાં જે પ્રકારની પરિસ્થિતિ બાંગ્લાદેશમાં જોવા મળી રહી છે તે મુજબ દેશને સંભાળી શકે તેવું કોઇ નામ સામે આવી રહ્યું હોય તો તેે મોહમ્મદ યુનુસ જ છે. બીજી તરફ ભારતે આ સમગ્ર મામલાને બાંગ્લાદેશનો આંતરિક મામલો ગણાવ્યો છે. નોબેલ પુરસ્કાર વિજેતા અને બાંગ્લાદેશી અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસે ભારતના પ્રતિસાદ પર નિરાશા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે આ અશાંતિ પડોશી દેશોમાં પણ ફેલાઈ શકે છે. યુનુસે કહ્યું કે જ્યારે ભારત કહે છે કે આ તેમનો આંતરિક મામલો છે તો મને દુઃખ થાય છે. એક મીડિયા સંસ્થા સાથે વાત કરતા યુનુસે કહ્યું કે જો તેના ભાઈના ઘરમાં આગ લાગી છે તો હું કેવી રીતે કહી શકું કે તે તેનો અંગત મામલો છે. 'આ તેમનો આંતરિક મામલો છે' એમ કહેવા કરતાં કૂટનીતિમાં ઘણું બધું છે.

Advertisement

શું છે સમગ્ર મામલો?

બાંગ્લાદેશમાં સ્થિતિ સતત વણસી રહી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાએ ઢાકા છોડી દીધું છે. હસીના સલામત સ્થળે રવાના થઈ ગયા છે. આ દરમિયાન ઢાકામાં વડાપ્રધાનના આવાસમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઘૂસી ગયા છે. આંદોલનકારીઓએ ઘણા મહત્વના રસ્તાઓ પણ કબજે કરી લીધા છે. ઈન્ટરનેટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન મુખ્ય વિપક્ષી પાર્ટી BNPના કાર્યકર્તાઓ સત્તાધારી અવામી લીગના કાર્યકરોને નિશાન બનાવતા મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.

પ્રદર્શનકારીઓ PMના આવાસમાં ઘૂસી ગયા હતા

બાંગ્લાદેશમાં દેશના જુદા જુદા ભાગોમાં પ્રદર્શનકર્તાઓ અને હસીનાના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે. પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે. આ અથડામણમાં 300 થી વધુ લોકોના મોત થયા છે. અથડામણ રવિવારે સવારે થઈ જ્યારે વિરોધીઓ 'ભેદભાવ સામે વિદ્યાર્થીઓ'ના બેનર હેઠળ આયોજિત 'અસહકાર કાર્યક્રમ'માં ભાગ લેવા પહોંચ્યા. અવામી લીગ, છત્ર લીગ અને જુબો લીગના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો જેના પગલે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું. આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે. પોલીસને શેરીઓમાંથી હટાવી દેવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો:  Bangladesh : PM શેખ હસીનાએ આપ્યું રાજીનામું, ઢાકામાં આર્મી ચીફે કરી પ્રેસ કોન્ફરન્સ...

Tags :
Advertisement

.