બિહારના સારણમાં ચૂંટણી બાદ હિંસા, ગોળીબારમાં 1 નું મોત, 2 લોકો ઈજાગ્રસ્ત
બિહારના સારણ (Bihar's Saran) માં ચૂંટણી બાદ હિંસા (Violence) થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) ના 5માં તબક્કાના મતદાન (Voting) બાદ વિવાદ (Controversy) થયો હતો અને આ જ વિવાદને કારણે આજે સવારે બે જૂથો વચ્ચે ઘર્ષણ (Clashes) જોવા મળ્યું હતું. જેમા ફાયરિંગ (Firing) અને કાચની બોટલો (Glass Bottles) વડે હુમલા (Attacks) કરવામાં આવ્યા હતા. જેમા એક વ્યક્તિનું મોત (Died) થયું છે. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા છે. જેમને પટના રીફર કરવામાં આવ્યા છે.
સતર્કતાના ભાગરૂપે 2 દિવસ ઈન્ટરનેટ બંધ
બિહારની સારણ લોકસભા સીટ પર સોમવારે પાંચમા તબક્કાના મતદાન બાદ હિંસા થઇ હોવાનું સામે આવ્યું છે. મતદાન બાદ વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો છે. માહોલને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ડીએમ ઘટનાસ્થળે હાજર છે. જણાવી દઇએ કે, પારાના ભીખારી ઠાકુર ચોકમાં હંગામો થયો હતો અને ગોળીઓ ચલાવવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વિસ્તારમાં તણાવને જોતા ઈન્ટરનેટ 48 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું છે. શાંતિ જાળવવા માટે દરેક પગલા લેવામાં આવી રહ્યા છે. જણાવી દઇએ કે, હિંસામાં ઘાયલોની ગંભીર હાલતને જોતા તેમને પીએમસીએચમાં રીફર કરવામાં આવ્યા છે. આ ઘટના આજે મંગળવારે સવારે બની હતી. મૃતકની ઓળખ ચંદન રાય તરીકે થઈ છે, જ્યારે ઘાયલોની ઓળખ ગુડ્ડુ રાય અને મનોજ રાય તરીકે થઈ છે. આ ઘટના મુફાસિલ પોલીસ સ્ટેશનના તેલપા ભિખારી ચોક પાસે બની હતી. મોત બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. ફાયરિંગની આ ઘટના બાદ તેઓ સદર હોસ્પિટલ પહોંચ્યા કે તુરંત જ હોસ્પિટલમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ફાયરિંગ પાછળનું કારણ ચૂંટણી વિવાદ હોવાનું કહેવાય છે.
#WATCH | Bihar: Police held a flag march in Chapra, Saran district, after a firing incident at a polling booth. pic.twitter.com/KtQbzKRM2k
— ANI (@ANI) May 21, 2024
- બિહારના સારણમાં ચૂંટણી બાદ હિંસા
- ગોળીબારમાં એકનું મોત, બે લોકો ઘાયલ
- સતર્કતાના ભાગરૂપે 2 દિવસ ઈન્ટરનેટ બંધ
- છપરાના ભીખારી ઠાકુર ચોક પાસે બબાલ
- હિંસા બાદ પોલીસ કાફલો તૈનાત કરાયો
- ચૂંટણી બાદ બે જૂથ વચ્ચે હિંસક અથડામણ
- ગઈકાલે રોહિણી આચાર્યનો થયો હતો વિરોધ
- ભીડનો રોષ જોઈ રોહિણી નીકળી ગયા હતા
આજે સવારે બંને પક્ષો ફરી સામસામે આવ્યા હતા
આ ઘટનાના સાક્ષી બનેલા એક સ્થાનિક નાગરિકે જણાવ્યું કે, બંને બાજુ ઘણા લોકો હતા. ઘણી ભીડ હતી. બંને તરફથી લોકો લાકડીઓ લઈને આવ્યા હતા. ફાયરિંગ પણ કરવામાં આવી હતી. ત્રણ લોકોને ગોળી વાગી છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે, રોહિણી આચાર્યએ બૂથ પર પહોંચ્યા બાદ મતદારો સાથે ગેરવર્તણૂક કરી હતી, તેમના સમર્થકો પણ તેમની સાથે હતા. રોહિણી આચાર્યને રોષે ભરાયેલી ભીડને જોતા સ્થળ છોડવું પડ્યું હતું, પરંતુ મંગળવારે સવારે જ્યારે વિવાદ નવેસરથી વધ્યો ત્યારે ગોળીબાર થયો હતો. આ ઘટના અંગે સારણના એસપી ગૌરવ મંગલાએ કહ્યું કે, ગઈકાલે RJD અને BJP ના કાર્યકરો વચ્ચે ઝઘડો થયો હતો. જેના જવાબમાં આજે કેટલાક લોકોએ ગોળીબાર કર્યો હતો. ત્રણ લોકોને ગોળી વાગી છે, જેમાંથી એકનું મોત થયું છે. બે લોકો હોસ્પિટલમાં દાખલ છે. જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. થોડા સમય માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ રહેશે.
57.98 pc voter turnout recorded in fifth phase of LS elections in UP
Read @ANI Story | https://t.co/9XIUy3e87m#LokSabhaElection #UP #VoterTurnout pic.twitter.com/FbVpozf3my
— ANI Digital (@ani_digital) May 21, 2024
બિહારમાં 5માં તબક્કામાં 52.98 ટકા મતદાન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 20 મેના રોજ લોકસભા ચૂંટણી 2024ના 5માં તબક્કામાં બિહારની 5 સીટો પર મતદાન થયું હતું. આ 5 લોકસભા સીટોમાં સીતામઢી, મધુબની, સારણ, હાજીપુર અને મુઝફ્ફરપુરનો સમાવેશ થાય છે. લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાન 2024ની લોકસભા ચૂંટણી હાજીપુરથી લડી રહ્યા છે. જ્યારે સારણમાં લાલુ પ્રસાદ યાદવે તેમની પુત્રી રોહિણી આચાર્યને ચૂંટણી ટિકિટ આપી છે. રોહિણીના વિસ્તારમાં જ ચૂંટણી હિંસા થઈ હતી, જેની પુષ્ટિ સારણ એસપી ગૌરવ મંગલાએ કરી છે.
આ પણ વાંચો - Pune Road Accident : પુણેના ચકચારી હિટ એન્ડ રન કેસમાં આરોપી સગીરના પિતાની પોલીસે કરી ધરપકડ
આ પણ વાંચો - Ujjain : Kyrgyzstan માં ફસાયેલા MBBS ભારતીય વિદ્યાર્થી, CM મોહન યાદવને બચાવવાની કરી અપીલ…