WhatsApp એ એક મોટું ફીચર જાહેર કર્યું, ઇન્ટરનેટ બેન થશે તો પણ મોકલી શકશો મેસેજ
મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે એક નવી અને સૌથી વિશેષ સુવિધાની જાહેરાત કરી છે. વોટ્સએપમાં પ્રોક્સી સપોર્ટની જાહેરાત કરી છે, જેના પછી દુનિયાભરના વોટ્સએપ યુઝર્સ ઈન્ટરનેટ પ્રતિબંધ અથવા બ્લોકની સ્થિતિમાં પણ વોટ્સએપનો ઉપયોગ કરી શકશે, જોકે આ ફીચરને લઈને સરકાર તરફથી વાંધો હોઈ શકે છે, કેમ કે આ ફીચરની મદદથી તમે ત્યારે પણ મેસેજ કરી શકશો જ્યારે સરકાર દ્વારા ઈન્ટરને
Advertisement
મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે એક નવી અને સૌથી વિશેષ સુવિધાની જાહેરાત કરી છે. વોટ્સએપમાં પ્રોક્સી સપોર્ટની જાહેરાત કરી છે, જેના પછી દુનિયાભરના વોટ્સએપ યુઝર્સ ઈન્ટરનેટ પ્રતિબંધ અથવા બ્લોકની સ્થિતિમાં પણ વોટ્સએપનો ઉપયોગ કરી શકશે, જોકે આ ફીચરને લઈને સરકાર તરફથી વાંધો હોઈ શકે છે, કેમ કે આ ફીચરની મદદથી તમે ત્યારે પણ મેસેજ કરી શકશો જ્યારે સરકાર દ્વારા ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હોય.
WhatsAppનું પ્રોક્સી ફીચર કેવી રીતે કામ કરશે?
પ્રોક્સી ફીચર દ્વારા વોટ્સએપ યુઝર્સ એપને સંસ્થા અથવા સ્વયંસેવકના સર્વર સાથે કનેક્ટ કરીને મેસેજ મોકલી શકશે. આવી સ્થિતિમાં, કોઈપણ ટેલિકોમ કંપનીના સક્રિય ઇન્ટરનેટ કનેક્શનની જરૂર રહેશે નહીં. સૌથી મહત્વની વાત એ છે કે આ માટે યુઝર્સને કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કરવું પડશે નહીં. વોટ્સએપે કહ્યું છે કે પ્રોક્સી સર્વર સાથે કનેક્ટ થયા બાદ યુઝર્સની પ્રાઈવસી અકબંધ રહેશે અને સુરક્ષાને લઈને ચિંતા કરવાની જરૂર નથી. WhatsApp પ્રોક્સી સર્વર પર પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. વ્હોટ્સએપે પ્રોક્સી સર્વર સાથે કનેક્ટ કરવા માટે એક ચાર્ટ પણ શેર કર્યો છે.
સરકાર દેશના હિતમાં ઈન્ટરનેટ બંધ કરે
સામાન્ય રીતે તોફાનો કે હંગામા દરમિયાન સરકાર દ્વારા સોશિયલ મીડિયા એપ્સને બ્લોક કરી દેવામાં આવે છે અને કેટલીકવાર અમુક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવે છે. ગત વર્ષે ઈરાન સરકારે વિરોધ પ્રદર્શન દરમિયાન વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ બ્લોક કરી દીધા હતા. વોટ્સએપે કહ્યું છે કે અમે કોઈપણ પ્રકારનું ઈન્ટરનેટ બંધ થાય તેવું નથી ઈચ્છતા.
પ્રોક્સી સેટિંગ કેવી રીતે ચાલુ કરવું
આ માટે સૌથી પહેલા તમારી વોટ્સએપ એપ અપડેટ કરવી. તે પછી એપના સેટિંગ્સમાં જાઓ. તે પછી સ્ટોરેજ અને ડેટાના વિકલ્પ પર ટેપ કરો અને પ્રોક્સી પસંદ કરો. હવે પ્રોક્સી એડ્રેસ ભરો અને તેને સેવ કરો. એકવાર કનેક્ટ થયા પછી, એક ચેકમાર્ક દેખાશે અને તમે ઇન્ટરનેટ બંધ હોવા પર પણ સંદેશ મોકલી શકશો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.