Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Israel Attack On School: ગાઝા પર ઈઝરાયેલનો કહેર યથાવત, વધુ એક શાળા પર હવાઈ હુમલો

Israel Attack On School: Israel ની સેનાએ Gaza ના અલ નુસિરાતમાં એક School ને નિશાન બનાવીને જીવલેણ હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં લગભગ 16 લોકોના મોત થયા છે. જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલે સ્પષ્ટ કર્યું...
israel attack on school  ગાઝા પર ઈઝરાયેલનો કહેર યથાવત  વધુ એક શાળા પર હવાઈ હુમલો
Advertisement

Israel Attack On School: Israel ની સેનાએ Gaza ના અલ નુસિરાતમાં એક School ને નિશાન બનાવીને જીવલેણ હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં લગભગ 16 લોકોના મોત થયા છે. જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ School ની આડમાં સંતાયેલા Hamas ના આતંકવાદીઓ પર હુમલો કર્યો છે. તો બીજી તરફ Gaza માં આ School નો માત્ર કાટમાળ જોવા મળી રહ્યો છે.

Advertisement

  • Hamas-Israel વચ્ચેના સંઘર્ષને 9 મહિના થયા

  • Gaza માં Israel સેનાના હુમલા ચાલુ છે

  • Hamas ને ખતમ કર્યા વિના પોતાના સૈનિકો હટશે નહીં

પેલેસ્ટાઈન રેડ ક્રેસન્ટ સોસાયટીએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તમામ ઘાયલોને પેરામેડિકલ હોસ્પિટલમાં દાખલ બતાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ મૃત્યુઆંક પણ વધી શકે છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે હુમલા બાદ તે એક નાગરિક School હતી જેને નિશાન બનાવવામાં આવી હતી. તે લોકો માટે સલામત માનવામાં આવતું હતું. અહીં હુમલો ન થવો જોઈતો હતો. અમે ત્યાં રમી રહેલા બાળકોના મૃતદેહો જોયા છે.

Advertisement

Gaza માં Israel સેનાના હુમલા ચાલુ છે

આ હુમલા બાદ Israel નું કહેવું છે કે તેણે આતંકીઓને નિશાન બનાવ્યા છે. જોકે અવાર-નવાર Gaza માં Israel સેનાના હુમલા ચાલુ છે. સમગ્ર વિશ્વમાં તેની સામે વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. જોર્ડનની રાજધાની અમ્માન અને બ્રિટનની રાજધાની લંડનમાંથી પણ પ્રદર્શનની કેટલીક તસવીરો સામે આવી છે. ત્યાં હજારો લોકોએ ઈઝરાયલ વિરુદ્ધ પ્રદર્શન કર્યું, જેમાં લેબર પાર્ટીના ભૂતપૂર્વ નેતાઓએ પણ ભાગ લીધો.

Hamas ને ખતમ કર્યા વિના પોતાના સૈનિકો હટશે નહીં

Hamas અને Israel વચ્ચેના સંઘર્ષને 9 મહિના થઈ ગયા છે, પરંતુ સ્થિતિ યથાવત છે. Gaza માં Israel અને Hamas વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફરી એકવાર યુદ્ધવિરામની આશા વધી ગઈ છે. Israel બાદ Hamas એ પણ અમેરિકન પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. આ પ્રસ્તાવ હેઠળ સીઝફાયર ત્રણ તબક્કામાં થશે. પરંતુ ઈઝરાયલના વડાપ્રધાન Benjamin Netanyahu એ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ Gaza માં Hamas ને ખતમ કર્યા વિના પોતાના સૈનિકોને હટાવશે નહીં .

આ પણ વાંચો: NEPAL : ભારે વરસાદ અને ભૂસ્ખલને મચાવ્યો હાહાકાર, 11 લોકોના મોત અને અનેક લોકો થયા ગુમ

Tags :
Advertisement

.

×