Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Israel ની વધુ એક હરકત, હમાસ ચીફ Yahya Sinwar નું હુમલામાં મોત!

ઈઝરાયેલે ગાઝામાં મોટો હુમલો કર્યો  હુમલામાં યાહ્યા સિવાર માર્યો ગયો!  ઇઝરાયેલી સૈન્ય તપાસ કરી રહી છે હમાસ ચીફ યાહ્યા સિનવાર (Yahya Sinwar) ઈઝરાયેલ (Israel)ના હુમલામાં માર્યા ગયાની આશંકા છે. IDF એ દાવો કર્યો છે કે તેણે ગાઝામાં ઘણા આતંકવાદીઓને...
israel ની વધુ એક હરકત  હમાસ ચીફ yahya sinwar નું હુમલામાં મોત
Advertisement
  1. ઈઝરાયેલે ગાઝામાં મોટો હુમલો કર્યો 
  2. હુમલામાં યાહ્યા સિવાર માર્યો ગયો! 
  3. ઇઝરાયેલી સૈન્ય તપાસ કરી રહી છે
હમાસ ચીફ યાહ્યા સિનવાર (Yahya Sinwar) ઈઝરાયેલ (Israel)ના હુમલામાં માર્યા ગયાની આશંકા છે. IDF એ દાવો કર્યો છે કે તેણે ગાઝામાં ઘણા આતંકવાદીઓને મારી નાખ્યા છે. ગાઝામાં IDF ના આ ઓપરેશન દરમિયાન 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. IDF અને આઈએસએ હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓમાં હમાસના વડા યાહ્યા સિનવાર (Yahya Sinwar) હોવાની શક્યતાની તપાસ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. IDF એ કહ્યું છે કે, આવી સ્થિતિમાં તેઓ અન્ય આતંકવાદીઓની ઓળખ પણ જાહેર કરી શકે નહીં.
ઇઝરાયેલી આર્મી યાહ્યા સિનવાર (Yahya Sinwar) અને અન્ય લોકોની ઓળખ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. જે ઈમારતમાં આ આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો તે વિસ્તારમાં ઈઝરાયેલ (Israel)ના બંધકોની હાજરીના કોઈ સંકેત નહોતા. આ વિસ્તારમાં કાર્યરત ઈઝરાયેલી (Israel) સુરક્ષા દળો જરૂરી સાવચેતી સાથે આગળની કાર્યવાહી ચાલુ રાખી રહ્યા છે.

આ પણ વાંચો : Bangladesh ની પૂર્વ PM શેખ હસીનાની મુશ્કેલી વધી, વોરંટ જારી કરાયું

Advertisement

ઈસ્માઈલ હનીયેકની પણ હત્યા...

તમને જણાવી દઈએ કે આ પહેલા ઈઝરાયેલ (Israel)ની સેનાએ ઈરાનમાં હમાસના પૂર્વ પ્રમુખ ઈસ્માઈલ હનિયા ઉર્ફે ઈસ્માઈલ હનીયેકની પણ હત્યા કરી હતી. જો કે ઈઝરાયેલે (Israel) આજ સુધી ઈસ્માઈલ હાનિયાની હત્યાની જવાબદારી સત્તાવાર રીતે લીધી નથી, પરંતુ ઈરાન હંમેશા જેરુસલેમ પર હાનિયાની હત્યાનો આરોપ લગાવે છે. ઈસ્માઈલ હાનિયાની તેહરાનમાં હત્યા થઈ હતી જ્યારે તે ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેજેશકિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા. હાનિયાની હત્યા પછી, યાહ્યા સિનવાર (Yahya Sinwar)ને હમાસનો આગામી ચીફ બનાવવામાં આવ્યો હતો, જેની ઇઝરાયેલી સેના લાંબા સમયથી શોધી રહી હતી.
Advertisement
Tags :
Advertisement

Trending News

.

×