Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel Attack On School: ગાઝામાં આવેલી એક શાળામાં ઈઝરાયેલ આર્મીનો 3 વાર હુમલો

Israel Attack On School: Israel અને Palestine વચ્ચે યુદ્ધ અનેક માસૂમોની હત્યા થઈ રહી છે. અવાર-નવાર Israel અને Palestine દ્વારા એકબીજા પર હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ફરી એકવાર Israel દ્વારા ગાઝાની એક શાળામાં મિસાઈલ હુમલો કરવામાં...
israel attack on school  ગાઝામાં આવેલી એક શાળામાં ઈઝરાયેલ આર્મીનો 3 વાર હુમલો

Israel Attack On School: Israel અને Palestine વચ્ચે યુદ્ધ અનેક માસૂમોની હત્યા થઈ રહી છે. અવાર-નવાર Israel અને Palestine દ્વારા એકબીજા પર હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ફરી એકવાર Israel દ્વારા ગાઝાની એક શાળામાં મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો.

Advertisement

  • હુમલામાં કુલ 39 વ્યક્તિઓના મોત નિપજ્યા છે

  • આ હુમલાનો નરસંહારની રીતે માનવામાં આવ્યો છે

  • Israel નો વિનાશ કરવો પડશે

તો Israel દ્વારા કરવામાં આવેલા હુમલામાં કુલ 39 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જોકે આ યાદીમાં મોટાભાગે બાળકોના નામ સામે આવ્યા છે. Israel ના સૈનિકો દ્વારા આ શાળા પર 3 મિસાઈલ નાખવામાં આવી હતી. આ શાળામાં અનેક Palestine ના લોકો યુદ્ધને કારણે રહી રહ્યા હતા. તો Israel સેનાનું કહેવું છે કે, તેમણે ગાઝામાં શાળાની આડમાં રહેલા Hamas ના આતંકવાદીઓ પર હુમલો કર્યો છે.

Advertisement

આ હુમલાનો નરસંહારની રીતે માનવામાં આવ્યો છે

તો ગાઝાની સરકાર દ્વારા આ હુમલાનો નરસંહારની રીતે માનવામાં આવ્યો છે.કારણ કે... આ હુમલામાં અનેક માસૂમ બાળકોનો જીવ ગયો છે. તે ઉપરાંત Israel ગાઝાને સ્મશાન બનાવાની પોતાની વાતને સાચી સાબિત કરવા માટે આ પ્રકારના હુમલા કરી રહી છે, તેવું ગાઝા સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે.

Advertisement

Israel નો વિનાશ કરવો પડશે

તે ઉપરાંત Israel ને અમેરિકાનું સમર્થન હોવાથી તે કોઈ પણ ભય વગર આ પ્રકારના હુમલા કરી રહ્યું છે. તો આ બંને દેશ આંતરરાષ્ટ્રીય કાનૂનનો ભંગ કરી રહ્યા છે. જોકે આ ઘટનાને લઈ હજુ સુધી Israel સેના દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તો Hamas ના સહ-સંસ્થાપક શેખ હસન યૂસુફના પુત્ર મોસાબ હસન યૂસુફની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે, Palestine ને બચવુ હોય તો Israel નો વિનાશ કરવો પડશે.

આ પણ વાંચો: China અને Pakistan ની જુગલબંધી, શાહબાઝ શરીફે ચીની જવાનોને આપ્યું આ આશ્વાસન…

Tags :
Advertisement

.