Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાયકલિંગથી મતદાતા જાગૃતિ : સાયકલ રેલીમાં સહભાગી થયેલા સર્વેને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

Cycle Rally : આગામી સમયમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) યોજાવાની છે. ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી (Rajkot District Election Officer) અને કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ "મતદાર જાગૃતિ અભિયાન" (SVEEP) અન્વયે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ...
સાયકલિંગથી મતદાતા જાગૃતિ   સાયકલ રેલીમાં સહભાગી થયેલા સર્વેને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

Cycle Rally : આગામી સમયમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) યોજાવાની છે. ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી (Rajkot District Election Officer) અને કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ "મતદાર જાગૃતિ અભિયાન" (SVEEP) અન્વયે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ કેળવવા તથા પર્યાવરણ (environment) બચાવવાનો સંદેશ પાઠવવા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શહેરી વિસ્તારમાં ગોંડલ વહીવટીતંત્ર દ્વારા "મતદાર જાગૃતિ અભિયાન સાયકલ રેલી" યોજાઈ હતી.

Advertisement

દેશની ભાવી પેઢી જાગૃત થાય અને લોકશાહી (democracy) ને વધુ સશક્ત અને મજબુત બનાવવામાં સહભાગી થાય તથા મતાધિકારોનો અચૂકપણે ઉપયોગ કરે તે માટે સમજ આપવામાં આવી હતી. કોઇપણ નાગરિક મતદાનથી વંચિત રહી ન જાય તે માટે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ માટે સ્વયં જાગૃત થઇને મતદાતા (Voters) તરીકે મતદાન કરવું એ નૈતિક ફરજ છે. મહિલા મતદારોમાં મતદાનનું પ્રમાણ વધે તે હેતુથી વિદ્યાર્થીનીઓને બહુમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરી ચોક્કસપણે મતદાન કરવા યોગ્ય સમજણ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ટેકનોલોજીના માધ્યમ થકી મતદાર યાદીમાં નામ નોંધાવાથી લઈને સુધારા વધારા પણ ઘરે બેઠાં આંગળીના ટેરવે ઓનલાઇન પોર્ટલ, વોટર એપ સહિતની ભારતીય ચૂંટણી પંચની જુદી જુદી એપ્લિકેશનના માધ્યમથી કઈ રીતે કરી શકાય તે અંગે યુવાઓને માર્ગદર્શન આપ્યું હતું.

Advertisement

મતદાનની સાથે સાથે લોકોમાં પર્યાવરણ અને જાગૃતિ આવે તે હેતુસર "વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો" ના ઉદેશ્ય સાથે સંગ્રામસિંહજી હાઈસ્કૂલથી માંડવી ચોક, મોટી બજાર, નૌલખા પેલેસ, ઉદ્યોગભારતી, જેલ ચોક, ત્રણ ખુણીયા, બસ સ્ટેશન, ઓર્ચાર્ડ પેલેસ,ભુવનેશ્વરી પીઠ, શ્યામવાડી ચોક, રિલાયન્સ પંપ, તાલુકા સેવા સદન, રેલવે સ્ટેશન થઈને કોલેજ ચોક (પરત સંગ્રામસિંહજી હાઈસ્કૂલ) સુધી યોજાઈ હતી. આ તકે રૂટમાં ઉદ્યોગભારતી ખાતે લીંબુ પાણીની વ્યવસ્થા, તાલુકા સેવા સદન ખાતે પીવાના પાણીની વ્યવસ્થા તથા અંતમાં કોલેજ ચોક ખાતે પરત ફરતા હળવા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાયકલ રેલીમાં સહભાગી થયેલા સર્વેને ગોંડલ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાયકલ રેલીમાં ગોંડલ નાયબ કલેક્ટર રાહુલ ગમારા, ગોંડલ શહેર મામલતદાર દિપકભાઇ ભટ્ટ, ગોંડલ ગ્રામ્ય મામલતદાર રાહુલ ડોડીયા, નાયબ મામલતદારઓ વાય. ડી. ગોહિલ, મનીષ જોશી સહીત ગોંડલ વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, જુદી જુદી શાળાના શિક્ષકો, સ્ટાફગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - Yuva : અમને કોઇ રાહુલ ગાંધી મળ્યા નથી, વાંચો હર્ષ સંઘવી કેમ આવુ બોલ્યા

આ પણ વાંચો - Women’s Day Special : સુરતના આ ST બસ મહિલા કંડક્ટરના સંઘર્ષ વિશે જાણી તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે!

આ પણ વાંચો - Yuva MP-2024 : રાજ્યમાં પ્રથમ વખત 550 જેટલા યુવાનોને એક દિવસ માટે MP બનવાની તક, આ મુદ્દાઓ પર કરશે ચર્ચા

Tags :
Advertisement

.