Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ મનપાના ડ્રીમ પ્રોજેક્ટ ‘આજી રિવરફ્રન્ટ’ને પર્યાવરણની મંજૂરી

રાજ્યના મુખ્ય શહેરોમાં જેનો સમાવેશ થાય છે તેવા રાજકોટમાં, શહેરમાંથી પસાર થતી આજી નદીની હવે કાયાપલટ થવા જઇ રહી છે. રાજકોટવાસીઓ વર્ષોથી જેની રાહ જોતા હતા તેવા રિવરફ્રન્ટ પ્રોજેક્ટને હવે લીલી ઝંડી મળી ગઇ છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટે હવે તમામ પ્રકારના વિઘ્નો પાર કરી દીધા છે. ટૂંક સમયમાં જ આ માટેનુ કામ પણ શરુ કરી દેવામાં આવશે.  એટલે કે હવે અમદાવાદીઓની માફક રાજકોટવાસીઓ પણ રિવરફ્રન્ટ પર à
રાજકોટ મનપાના ડ્રીમ પ્રોજેક્ટ  lsquo આજી રિવરફ્રન્ટ rsquo ને પર્યાવરણની મંજૂરી
રાજ્યના મુખ્ય શહેરોમાં જેનો સમાવેશ થાય છે તેવા રાજકોટમાં, શહેરમાંથી પસાર થતી આજી નદીની હવે કાયાપલટ થવા જઇ રહી છે. રાજકોટવાસીઓ વર્ષોથી જેની રાહ જોતા હતા તેવા રિવરફ્રન્ટ પ્રોજેક્ટને હવે લીલી ઝંડી મળી ગઇ છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટે હવે તમામ પ્રકારના વિઘ્નો પાર કરી દીધા છે. ટૂંક સમયમાં જ આ માટેનુ કામ પણ શરુ કરી દેવામાં આવશે.  એટલે કે હવે અમદાવાદીઓની માફક રાજકોટવાસીઓ પણ રિવરફ્રન્ટ પર ટહેલતા દેખાશે.

9 વર્ષથી પ્રોજેક્ટ લટક્યો હતો
રાજકોટમાં કોઇ પ્રવેશે એટલે શહેરની મધ્યેથી જ પસાર થતી આજી નદીમાં જો નજર જાય તો શહેરની છબી ખરડાયા વગર ન રહે. આજી નદી અને તેના કિનારા પર ગંદકીના કારણે વરવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે દરેક રાજકોટવાસીઓને એવી આશા હતી કે જે રીતે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વડે અમદાવાદમાં સાબરમતી નદીની કાયાપલટ કરવામાં આવી છે તેવી જ રીતે રાજકોટમાં પણ આજી નદીના બંને કાંઠે રીવરફ્રન્ટ બનાવવામાં આવશે. રાજકોટ મનપા દ્વારા પણ આ અંગે પ્રયાસો કરાયા હતા. જો કે છેલ્લા 9 વર્ષથી વિવિધ કારણોસર આ પ્રોજેક્ટ અટકેલો હતો. જેમાં સૌથી મોટો અવરોધ પર્યાવરણની મંજૂરીનો હતો.ત્યારે હવે રાજકોટવાસીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે.

અવરોધ રૂપ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ મળ્યું
આજી રિવરફ્રન્ટ રાજકોટ મહામગરપાલિકાનો ડરીમ પ્રોજેક્ટ છે. જો કે આ પ્રોજેક્ટ સામે સૌથી મોટો અવરોધ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટીફિકેટનો હતો. ત્યારે હવે આ પ્રોજેક્ટને પર્યાવરણની તમામ મંજૂરીઓ મળી ગઇ છે. ત્યારે હવે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટીફિકેટ મળતા જ આ પ્રોજેકટનું કામ તીવ્ર ગતિમાં ઉપડશે તેવી આશા છે. આ પ્રોજેક્ટની કુલ કિંમત 1181 કરોડ રુપિયા છે. 9 વર્ષ વિવિધ મંજૂરીઓમાં અટવાયા બાદ અંતે રાજકોટ આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ આડેના તમામ વિઘ્નો દૂર થયા છે.

પ્રદુષણ બોર્ડે ૮૭ જેટલી અલગ ક્વેરી કાઢી હતી
આજી રિવરફ્રન્ટ યોજનાને લઇને પ્રદુષણ નિયંત્રણ બોર્ડે ૮૭ જેટલી અલગ અલગ ક્વેરી કાઢી હતી. અંતે આ તમામ ક્વેરી ઉકેલાઇ ગઇ છે અને રિવર ફ્રન્ટ આડે લાગેલુ ગ્રહણ દૂર થાય તેવુ એન્વાયરમેન્ટ ક્લીયરન્સ રાજ્ય સરકારે આપી દીધુ છે. આજે રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવએ દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકામાં ગત માર્ચ-૨૦૨૧ માં ડૉ.પ્રદિપ ડવની મેયર તરીકે વરણી થઇ હતી.  ત્યારબાદ રાજકોટવાસીઓની આસ્થાના પ્રતિક સમાન રામનાથ મહાદેવ તથા આજી રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટની કામગીરી શરૂ થાય તેવા તેમણે પ્રયાસો કર્યા હતા. આજી નદીમાં ગંદુ પાણી વહેતું બંધ થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇન્ટરસેપ્ટર સીવર લાઈનની મગીરી શરૂ કરવામાં આવી હતી.
 આ ઉપરાંત આજી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે જરૂરી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટીફિકેટ માટે ગત વર્ષે 20 ઓગષ્ટના રોજ State Expert Appraisal Committee (SEAC) સમક્ષ સર્ટીફિકેટ મળવા માટે અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ કમિટી દ્વારા જે સુધારા વધારા સૂચવવામાં આવ્યા તે કરીને ફરી વખત અરજી કરી. અંતે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને પર્યાવરણની મંજૂરી આપવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.