ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દારૂની હેરાફેરીનો નવો કીમિયો! વલસાડ પોલીસે ટ્રક સાથે આરોપીને ઝડપી પાડ્યો

Valsad Bootlegger : ટ્રક નેશનલ હાઈવે 48 ઉપરથી પકડી પાડવામાં આવ્યો
04:45 PM Nov 06, 2024 IST | Aviraj Bagda
Valsad Bootlegger

Valsad Bootlegger : ગુજરાતમાંથી વધુ એક દારૂની હેરાફરી કરતી ગેંગને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. ત્યારે આ ગેંગના વ્યક્તિઓ દ્વારા જે રીતે દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. તે જોઈને સૌ લોકો ચોંકી ગયા છે. Bootlegger નો આ નવો કીમિયો પણ પોલીસ માટે ખુબ જ આશ્ચર્યજનક હતો. તે ઉપરાંત આ રીતે દારૂની હેરાફેરી કરતા આરોપીઓને પકડી પાડવા પણ પોલીસ માટે ખુબ જ પડકારકદાયક કામ હતું. પરંતુ તેમ છતાં આ મુશ્કેલ કાર્યને પાર પાડીને આરોપીઓને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા.

ટ્રક નેશનલ હાઈવે 48 ઉપરથી પકડી પાડવામાં આવ્યો

મળતી માહિતી મુજબ, આ ઘટના વલસાડમાંથી સામે આવી છે. જોકે વલસાડમાં આવેલી ગ્રામીણ પોલીસે બાતમીના આધારે એક ટ્રકની તપાસ હાથ ધરી હતી. ત્યારે આ ટ્રકની તપાસ કરતા તેમાં માછલી રાખેલી હોય, તેવા અનેક બોક્સ મળી આવ્યા હતા. પરંતુ જ્યારે આ બોક્સની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ બોક્સમાં માછલીઓની નીચે દારૂની બોટલો મળી આવી હતી. ત્યારે પોલીસે આ ટ્રક સાથે ડ્રાઈવરની ધરપકડ કરી હતી. તો આ ટ્રકને પોલીસ દ્વારા નેશનલ હાઈવે 48 ઉપરથી પકડી પાડવામાં આવ્યો છે.

Valsad Bootlegger

આ પણ વાંચો: VADODARA : અજાણ્યા શખ્સોએ હિપ્નોટાઇઝ કરીને લાખો રૂપિયાનું સોનું સેરવ્યું

અન્ય આરોપીઓની ધકપકડ કરવામાં આવશે

પોલીસે જણાવ્યું છે કે, આ ટ્રક ડ્રાઈવર સંઘ પ્રદેશ દમથી બીલીમોકા લઈ જવાનો હતો. તો આ ટ્રકની અંદરથી આશરે 5.23 લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. તેની સાથે ટ્રકને પણ પોલીસના હસ્ત કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળ કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત પોલીસે ટ્રક ડ્રાઈવરની પૂછપરછ શરૂ કરી છે. આશા છે કે, આગામી દિવસોમાં આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધકપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો: Gondal : Labh Pancham એ માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક શરૂ, હરાજીમાં બોલાયા આટલા ભાવ!

Tags :
Alcoholalcohol smugglingBootleggerGujaratGujarat FirstGujarat NewsGujarat PoliceGujarat smugglingpoliceSmugglingTrending NewsValsadValsad Bootleggervalsad police
Next Article