Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહિસાગરમાં નકલી ચલણી નોટોની હેરાફેરીનો પર્દાફાશ, 3.29 લાખની બનાવટી ચલણી નોટો ઝડપાઈ

SOG એ રૂ. 3.29 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો જપ્ત કરી મહીસાગરમાં 3.29 લાખની બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે. SOG એ નકલી નોટો સાથે  ત્રિપુટીને ઝડપી પાડી છે. સંતરામપુરના ડોળીમાંથી રૂા. 200ના દરની 1456 નંગ અને રૂા. 500ના દરની 77 જેટલી બનાવટી નોટો કબ્જે કરવામાં આવી છે. મોડી રાતે રૂ.3.29 લાખની બનાવટી ચલણી નોટો સાથે 3 આરોપી ઝડપાયા છે. સંતરામપુર તાલુકાના ડોળી ગામની સીમ પાસે ત્રણ શખ્સો ડુપ્લીકેટ નોટોની આપ - લે કરવા માટે ભેà
મહિસાગરમાં નકલી ચલણી નોટોની હેરાફેરીનો પર્દાફાશ  3 29 લાખની બનાવટી ચલણી નોટો ઝડપાઈ
SOG એ રૂ. 3.29 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો જપ્ત કરી 
મહીસાગરમાં 3.29 લાખની બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે. SOG એ નકલી નોટો સાથે  ત્રિપુટીને ઝડપી પાડી છે. સંતરામપુરના ડોળીમાંથી રૂા. 200ના દરની 1456 નંગ અને રૂા. 500ના દરની 77 જેટલી બનાવટી નોટો કબ્જે કરવામાં આવી છે. મોડી રાતે રૂ.3.29 લાખની બનાવટી ચલણી નોટો સાથે 3 આરોપી ઝડપાયા છે. 
સંતરામપુર તાલુકાના ડોળી ગામની સીમ પાસે ત્રણ શખ્સો ડુપ્લીકેટ નોટોની આપ - લે કરવા માટે ભેગા થવાના છે તેવી તેવી બાતમી મહીસાગર SOG પોલીસને મળી હતી.
નકલી નોટો સાથે 3 આરોપીની અટકાયત
બાતમીના આધારે SOG પોલીસના સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન બાઇક પર 3 શખ્સો આવતા દેખાયા હતા. પોલીસે ત્રણેય શખ્સને રોકી તપાસ કરતા તેમની પાસેથી ભારતીય ચલણીની રૂ.500 ના દરની 77 ડુપ્લીકેટ નોટો જેની કિંમત 38,500 તથા રૂ. 200 ના દરની 1456  નકલી નોટો જેની કિંમત રૂ 2,91,200 મળીને કુલ રૂ.3,29,700ની બનાવટી નોટો ઝડપી પાડી છે. SOG એ નકલી નોટો સાથે 3 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓના નામ પ્રતાપભfઇ ડામોર, મહેશભાઇ રણછોડભાઇ અને શનાભાઇ મલાભાઇ ચંદાણા છે. ત્રણેય દાહોદના વતની હોવાનું જાણવા મળ્યું છે.
પકડાયેલા ત્રણેય આરોપી નકલી ચલણી નોટોને ખરી બતાવી તેનો ઉપયોગ કરતા હોવાની કબૂલાત કરી છે. પોલીસે ત્રણેય આરોપીની અટકાયત કરી 3 મોબાઇલ અને બે બાઇક મળી રૂ.90,500 તથા ડુપ્લિકેટ નોટો મળી કુલ 4.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સંતરામપુર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.