Policeman : પોલીસ કર્મીઓને કારની ટક્કર મારનાર હત્યારો દારુનો ખેપિયો પકડાયો
Policeman : અમદાવાદ (Ahmedabad )માં બુટલેગરો બેફામ બન્યા છે. અમદાવાદ (Ahmedabad )ના કણભામાં બુટલેગરની દેશી દારુ ભરેલી ગાડીએ પોલીસની ગાડીને ટક્કર મારતાં ASIનું મોત થયું છે, જ્યારે એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયો હતો. આ બનાવમાં સ્ટેટ મોનિટરીંગ સેલે બુટલેગર ભૂપેન્દ્ર ભાટી ઉર્ફે ભૂપીને રાજસ્થાનથી ઝડપી લીધો છે જ્યારે દારૂનો ખેપિયો અને હત્યારો રૂપેશ નટ અમદાવાદમાંથી પકડાયો છે. પોલીસ અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે.
પીસીઆર વાનને ટક્કર મારી
અમદાવાદના કણભા પાસે મંગળવારે બનેલા આ બનાવમાં બુટલેગર ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપીનો માણસ દેશી દારુ ભરેલી રીટ્સ ગાડી લઇને નિકળ્યો હતો. કાર ચાલક ફુલ સ્પીડમાં હોવાથી પોલીસે અવાર નવાર ઇશારા કર્યા હોવા છતાં તેણે કાર ઉભી રાખી ન હતી અને પોલીસને જોઇને તેની ગાડી યુ રટ્ન મારી ભાગી છુટ્યો હતો. અને આગળ જઇને જાણી જોઇને પોલીસની પીસીઆર વાનને ટક્કર મારી હતી જેથી ફરજ પર રહેલા એએસઆઇ બળદેવભાઇને ગંભીર ઇજા થવાથી મોત થયું હતું જ્યારે તેમની સાથે રહેલા જીઆરડી જવાનને ગંભીર ઇજા પહોંચી હતી.
બુટલેગર અને હત્યારો દારુનો ખેપિયો પકડાયો
આ બનાવમાં આરોપી ભુપેન્દ્ર ઉર્ફે ભુપ્પી પ્રેમાજી ભાટીને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રાજસ્થાનના બ્યાવરથી ઝઢપી પાડ્યો છે. આ સાથે દારુનો ખેપીયો અને કાર ચાલક રુપેશ નટ પણ સાબરમતી પોલીસના હાથે ઝડપાયો છે. તપાસમાં બહાર આવ્યું કે હત્યામાં વપરાયેલી કાર લિસ્ટેડ બુટલેગર ભુપેન્દ્રના સાળાની છે. પોલીસે આ ગુનાના અન્ય આરોપીઓની શોધખોળ શરુ કરી છે.
ભુપી સામે 9 ગુના નોંધાયેલા
બીજી તરફ તપાસમાં બહાર આવ્યું કે ભુપેન્દ્ર ઉર્ફે ભઉપી (રહે, મદ્રાસી છાપરા,રાણીપ)ની સામે અમદાવાદ શહેરના માધુપુરા પોલીસમાં 2, સાબરમતી પોલીસમાં 1, ડીસીબી ક્રાઇમમાં 1, ગાંધીનગરના અડાલજ પોલીસમાં 1 તથા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં 1 ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય ના કણભા પોલીસમાં 2 અને શાહિબાગ પોલીસમાં 1 મળીને 9 ગુના નોંધાયેલા છે.
આ પણ વાંચો---AHMEDABAD : દેશી દારુ ભરેલી ગાડીએ પોલીસની ગાડીને ટક્કર મારતાં ASI નું મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ