VADODARA : 2 દિવસ પૂર્વે બનેલો રોડ ગેસ લાઇન નાંખવા માટે તોડી નંખાયો
VADODARA : સ્માર્ટ સિટી વડોદરા (SMART CITY - VADODARA) નું પાલિકા અને તેના કોન્ટ્રાક્ટર કેટલા સમજદાર છે, તે સૌ કોઇ જાણે છે. આજે વધુ એક વખત તેમની સ્માર્ટ સમજદારી ખુલ્લી પાડે તેવી ઘટના સપાટી પર આવવા પામી છે. રાવપુરામાં બે દિવસ પૂર્વે તૈયાર કરવામાં આવેલા રોડ પર ગેસ લાઇનનું કામ હોવાથી તેનો તોડી નાંખવામાં આવ્યો છે. જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. સ્થાનિકોની માંગ છે કે, આ પ્રકારે બેદરકારી દાખવનારા સામે કડક હાથે કાર્યવાહી થવી જોઇએ.
તાજા કાર્પેટીંગ કરેલા રસ્તા પર ખોદકામ કરવું કેટલું યોગ્ય..!
શહેરના અતિવ્યસ્ત રહેતા રાવપુરા વિસ્તારમાં બે દિવસ પહેલા જ રસ્તા પર કાર્પેટીંગ કરીને તેને તૈયાર કરવામાં આવ્યો હતો. આ રસ્તા પર કોઇ પણ પ્રકારની જાહેરાત વગર ગેસ લાઇન નાંખવાની હોવાથી રસ્તો બંધ કરીને ખોદકામ કરવામાં આવ્યું છે. જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ સાથે જ બેરીકેડીંગ કરવાના કારણે આસપાસમાં વેપાર કરતા વેપારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. રસ્તા પર કાર્પેટીંગ થવા માટે સમય લાગે છે, ત્યારે આ પ્રકારે તાજા કાર્પેટીંગ કરેલા રસ્તા પર ખોદકામ કરવું કેટલું યોગ્ય..!
તહેવાર ટાણે રોડ ખોદી કાઢીને બેરીકેટીંગ કરતા વેપારીઓ હેરાન
સ્થાનિક વેપારીએ આક્રોશિત થઇને જણાવ્યું કે, નવો બનાવેલો રોડ બે દિવસમાં જ ખોદી કઢાયો છએે. પાલિકાના સત્તાધીશોના અણઘડ વહીવટ સામે સવાલો ઉભા થયા છે. ખાસ કરીને તહેવાર ટાણે રોડ ખોદી કાઢીને બેરીકેટીંગ કરતા વેપારીઓએ હેરાન થવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : પતંગની દોરીથી ગળું ચીરાતા યુવક ICU માં સારવાર હેઠળ