ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : અટલ બ્રિજની ઇમર્જન્સી બેરીકેડીંગ ખોલી જોખમ ઉભુ કરનાર સામે ફરિયાદ

VADODARA : વડોદરા (VADODARA) ના સૌથી મોટા અટલ ઓવર બ્રિજ પર ઇમર્જન્સી વેળાએ મદદ મળે તે માટે મુકવામાં આવેલી બેરીકેડીંગને મંજુરી વગર ખોલીને જોખમ ઉભુ કરનાર કાર ચાલક વિરૂદ્ધ ટ્રાફીક પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 8,...
07:00 PM Oct 09, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના સૌથી મોટા અટલ ઓવર બ્રિજ પર ઇમર્જન્સી વેળાએ મદદ મળે તે માટે મુકવામાં આવેલી બેરીકેડીંગને મંજુરી વગર ખોલીને જોખમ ઉભુ કરનાર કાર ચાલક વિરૂદ્ધ ટ્રાફીક પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 8, ઓક્ટોબરના રોજ સવારે 11 કલાકે કાર ચાલક દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું હતું. ત્યાર બાદ ટ્રાફીક પોલીસ દ્વારા આ મામલે આકરી કાર્યવાહી કરતા ફરિયાદ નોંધવામાં આવી છે.

અકસ્માતની સ્થિતી સર્જાય તેવું કૃત્ય કર્યું

શહેરના પંડ્યા બ્રિજથી થઇને અક્ષર ચોક તરફ જવા માટે અટર ઓવર બ્રિજ આવેલો છે. આ બ્રિજ શહેરનો સૌથી મોટો ઓવર બ્રિજ છે. આ ઓવર બ્રિજ પર ઇમર્જન્સી સમયે મદદરૂપ થવાના ઉદ્દેશ્યથી ખાસ બેરીકેડીંગ બનાવવામાં આવી છે. જેને ખોલીને બ્રિજની એક તરફથી બીજી તરફ જઇ શકાય તેમ છે. તાજેતરમાં 8 ઓક્ટોબર,ના રોજ સવારે 11 કલાકે એક કાર અટલ બ્રિજ પર આવી હતી. તેના ચાલકે જાણી જોઇને કોઇ પણ પ્રકારની પૂર્વ મંજુરી વગર બેરીકેડીંગ ખોલીને અકસ્માતની સ્થિતી સર્જાય તેવું કૃત્ય કર્યું હતું. ત્યાર બાદ તે સામેની તરફ કાર લઇને જતો રહ્યો હતો.

સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી સતત મોનીટરીંગ

આ ઘટના નજીકમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. ત્યાર બાદ વડોદરા ટ્રાફીક પોલીસ આ મામલે એક્શનમાં આવી હતી. અને કાર નંબરના આધારે ચાલક ગૌરાંગ મુકેશભાઇ પટેલ (રહે. દિવાળીપુરા, વડોદરા) ને શોધી કાઢવામાં આવ્યો હતો. અને તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે, વડોદરા પોલીસ દ્વારા સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જેથી ભવિષ્યમાં કોઇ પણ વાહન ચાલક આ રીતે ટ્રાફીકના નિયમોનો ભંગ કરશે, તો તેની સામે કડક હાથે કાર્યવાહી થઇ શકે છે.

આ પણ વાંચો -- VADODARA : ડિજીટલ એરેસ્ટ કૌભાંડમાં બે ઝબ્બે, ડરાવીને લાખો રૂપિયા પડાવ્યા

Tags :
ActionagainstbarricadingBridgeEmergencyopenoverpersonpolicetakeTrafficVadodara
Next Article