Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિશ્વની સૌથી લોકપ્રિય લીગને લાગી નજર? IPLની 15મી સીઝનમાં નથી મળી રહ્યા દર્શકો

IPL 2022ની ક્રિકેટ ફેન્સ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. આજે તેની 16 મેચ પૂર્ણ પણ થઇ ચુકી છે. અને તમામ મેચો રોમાંચથી ભરપૂર રહી છે. તેમ છતા IPLની 15મી સીઝનના બીજા સપ્તાહમાં ટીવી Viewershipમાં મોટો ઘટાડો થયો છે. અહેવાલો અનુસાર, બીજા સપ્તાહના Viewershipમાં 33%નો ઘટાડો જોવા મળ્યો છે. ટીવી દર્શકોને IPLની સૌથી મોટી સંપત્તિ માનવામાં આવે છે. BCCI માટે આ આંચકાથી ઓછું નથી. મહત્વનું છે કે, IPLના મીડિયા અધિકારો માટે ટેન્ડર બહાર પા
વિશ્વની સૌથી લોકપ્રિય લીગને લાગી નજર  iplની 15મી સીઝનમાં નથી મળી રહ્યા દર્શકો
Advertisement
IPL 2022ની ક્રિકેટ ફેન્સ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. આજે તેની 16 મેચ પૂર્ણ પણ થઇ ચુકી છે. અને તમામ મેચો રોમાંચથી ભરપૂર રહી છે. તેમ છતા IPLની 15મી સીઝનના બીજા સપ્તાહમાં ટીવી Viewershipમાં મોટો ઘટાડો થયો છે. 
અહેવાલો અનુસાર, બીજા સપ્તાહના Viewershipમાં 33%નો ઘટાડો જોવા મળ્યો છે. ટીવી દર્શકોને IPLની સૌથી મોટી સંપત્તિ માનવામાં આવે છે. BCCI માટે આ આંચકાથી ઓછું નથી. મહત્વનું છે કે, IPLના મીડિયા અધિકારો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આશા છે કે, તેને રેક્રોડ કોન્ટ્રાક્ટ મળશે. પરંતુ ઓછી Viewershipને કારણે તેને પણ અસર થઇ શકે છે. 
વળી, ટેલિવિઝન Viewership મોનિટરિંગ એજન્સી BARCના રિપોર્ટ અનુસાર, IPL દર્શકોની સંખ્યા 2.52 મિલિયન રહી હતી જે પહેલા સપ્તાહમાં 3.57 મિલિયન હતી. પ્રથમ સપ્તાહની કુલ 267 મિલિયનની પહોંચથી ઘટાડો 14 ટકા ઘટીને 229 મિલિયન થયો છે. BARC અનુસાર, તે એવા યુઝર્સની ગણતરી કરે છે જેણે ટીવીમાં એક મિનિટ માટે IPL જોયું હોય. અત્યાર સુધી દરેક સીઝનમાં પ્રથમ સપ્તાહ તેમજ સીઝનના અંત સુધી IPLના દર્શકોની સંખ્યા જળવાઈ રહેતી હતી. વર્તમાન IPLની મેચો 26 માર્ચથી રમાઈ રહી છે.
આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ મીડિયા રાઇટ્સ ઓક્શનને ધ્યાનમાં રાખીને IPL 2022ના દર્શકોની સંખ્યામાં આ મોટો ઘટાડો BCCI માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. IPLની પાછલી સીઝન પર નજર કરીએ તો દર વર્ષે TRPમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ભારતમાં ક્રિકેટને ફોલો કરનારા અને લાઈક કરનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. તેમ છતા 33 ટકાનો ઘટાડો ચિંતાજનક છે. 
જો તમે IPL શેડ્યૂલ પર નજર નાખો તો તે એકદમ યોગ્ય લાગે છે. BCCIએ તેના શેડ્યૂલમાં સપ્તાહના અંતે ડબલ હેડર રાખ્યું છે. IPL 2023 થી 2027 સીઝન માટે મીડિયા અને પ્રસારણ અધિકારોની હરાજી જૂનમાં યોજાવાની છે. બોર્ડે આગામી પાંચ સીઝન માટે મીડિયા અને પ્રસારણ અધિકારો માટે આશરે રૂ. 33,000 કરોડ ફાળવ્યા છે. IPLમાં લાંબા અંતર બાદ 10 ટીમો ભાગ લઈ રહી છે. બે મહિના લાંબી IPL સીઝનમાં 74 મેચો રમાવાની છે.
Tags :
Advertisement

Trending News

.

×