Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : "આપ જ અમારા સંકટમોચક છો, PM મોદી વડોદરા પધારો", કર્મશીલનો પત્ર

VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસીક પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) 15 - 16 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવનાર હોવાથી, શહેરના કર્મશીલ યુવાન ચિંતન પરીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કર્મભૂમિ વડોદરા આવવા માટે આમંત્રણ...
01:36 PM Sep 13, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસીક પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) 15 - 16 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવનાર હોવાથી, શહેરના કર્મશીલ યુવાન ચિંતન પરીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કર્મભૂમિ વડોદરા આવવા માટે આમંત્રણ પાઠવ્યું છે. યુવાને પત્રમાં લખ્યું કે, વડોદરાનું પૂર માનવસર્જિત છે. અને આ સંકટ દુર કરવાની શક્તિ (સત્તામાં બેઠેલા) લોકોમાં નથી. આપ જ સંકટ મોચક છો. વડોદરા માટે સમય ફાળવીને યથા યોગ્ય સાફ સફાઇ કરવાની માંગ પત્રમાં કરવામાં આવી છે. આ પત્ર યુવાને ઇમેલ મારફતે વડાપ્રધાનને મોકલ્યો હોવાનું તેણે જણાવ્યું છે.

કર્મભૂમિ વડોદરા ખાતે આવવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યું

તાજેતરમાં વડોદરામાં આવેલું ઐતિહાસીક પૂર કુદરતો કહેર નહી પણ માનવસર્જિત હોવાનું સૌ કોઇ માને છે. સાથે લોકોના મનમાં દ્રઢ માન્યતા છે કે, આ પૂર પાછળ જવાબદાર લોકો સામે કોઇ નક્કર કાર્યવાહી થતા હજીય વર્ષો વિતી જાય તેમ છે. ત્યારે આવનાર સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવનાર છે. ત્યારે વડોદરાના કર્મશીલ યુવાન ચિંતન પરીખ દ્વારા તેમને ઇમેલ મારફતે પત્ર પહોંચાડવામાં આવ્યો છે. જેમાં તેણે વડોદારવાસીઓની લાગણી વ્યક્ત કરી હોવાનો દાવો કર્યો છે. સાથે જ વડાપ્રધાન મોદીને કર્મભૂમિ વડોદરા ખાતે આવવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ પૂર માનવસર્જિત છે - મહારાજા

ચિંતન પરીખે વડાપ્રધાન મોદીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું કે, સાહેબશ્રી, હું વડોદરાનો નાગરિક છું. આ પત્રમાં વડોદરાની આમ જનતાનની લાગણી અને માંગણી વ્યક્ત કરી રહ્યો છું. જ્યારે વડોદરાના મહારાજાએ ઘણાબધા નિરીક્ષણો અને સર્વેક્ષણો કર્યા બાદ જાહેર નિવેદન આપ્યું કે, આ પૂર માનવસર્જિત છે.

ફક્ત આપના નામ પર જ વોટ આપ્યા છે

જ્યારે આપની કર્મભૂમિ વડોદરા છે. તો આપ ખુબ સારી રીતે જાણો છો કે, આ માનવો કોણ કોણ છે. અને જે છે તે લોકોમાં આ સંકટ દુર કરવાની શક્તિ જ નથી. આથી વડોદરાની જનતાએ ફક્ત આપના નામ પર જ વોટ આપ્યા છે. આથી આપ જ સંકટમોચક છો.

પ્રધાનમિત્રનું ભાવભર્યું આમંત્રણ

આથી, આપ ગુજરાત પધારી રહ્યા છો, ત્યારે થોડો સમય વડોદરા માટે ફાળવીને યથા યોગ્ય સાફ-સફાઇ કરવી. આપની કર્મભૂમિ આપની આતુરતાથી રાહ જોઇ રહી છે. સાહેબ તમે પોતે અમારા છો. આપના વડોદરા આવવાથી વડોદરાના લોકોને એક માનસિક તાકાત તેમજ સાંત્વના મળશે. અને આ પરિસ્થિતીમાંથી બહાર નિકળવાની પ્રેરણા મળશે. વડોદરાને તમારા સાથ સહકારની જરૂર છે. તો સાહેબ વડોદરા પધારો તેવું પ્રધાનમિત્રનું ભાવભર્યું આમંત્રણ છે. આપનો વિશ્વાસુ ચિંતન.

આ પણ વાંચો -- VADODARA : પૂર સમયે આત્મનિર્ભર બનવા તરફ શહેરવાસીઓનું પ્રયાણ

Tags :
ActionagainstCityfloodinvitingLattermodipersonPMResponsibleSocialtaketoVadodaraworkerWrite
Next Article