Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad નું વાતાવરણ શહેરવાસીઓ માટે બન્યો મોટો ખતરો! જો આવું રહ્યું તો...

અમદાવાદમાં વધી રહ્યું છે હવાનું પ્રદર્શન શહેરના પ્રદુષણના કારણે લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થશે પ્રદૂષણ વધતા સતત ઘટી રહ્યું છે ઑક્સિજનનું પ્રમાણ Ahmedabad: અમદાવાદ હવે બની રહ્યું છે સિમેન્ટ કોંક્રિટ અને CRCનું જંગલ. અમદાવાદનું ગ્રીન કવર અત્યારે ખતરા જોવા મળી...
ahmedabad નું વાતાવરણ શહેરવાસીઓ માટે બન્યો મોટો ખતરો  જો આવું રહ્યું તો
  1. અમદાવાદમાં વધી રહ્યું છે હવાનું પ્રદર્શન
  2. શહેરના પ્રદુષણના કારણે લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થશે
  3. પ્રદૂષણ વધતા સતત ઘટી રહ્યું છે ઑક્સિજનનું પ્રમાણ

Ahmedabad: અમદાવાદ હવે બની રહ્યું છે સિમેન્ટ કોંક્રિટ અને CRCનું જંગલ. અમદાવાદનું ગ્રીન કવર અત્યારે ખતરા જોવા મળી રહ્યું છે. 1 કરોડની વસ્તી ધરાવતા અમદાવાદમાં દર વર્ષે ઉનાળો આકરો અને હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે. જો આ જ પરિસ્થિતિ રહી તો આવનાર સમયમાં સૌથી પ્રદૂષિત શહેર દિલ્હી જેવી સ્થિતિ અમદાવાદની થવાની છે. જે પ્રદુષણના કારણે લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થશે. જોઈએ આ વિશેષ એહવાલ...

Advertisement

અમદાવાદમાં હવામાં પ્રદૂષણ અને વધી રહ્યું છે તો સામે ગ્રિનરી ઘટી રહી છે. પર્યાવરણ માટે ખૂબ જ જોખમરૂપ સાબિત થઈ શકે છે. એક સમયે 2009માં અમદાવાદનું ગ્રીન કવર 34% હતું. જે હાલ 2024 માં ઘટી ને 09.06 % જ રહ્યું છે સામે વાત કરીએ તો ખાસ ભૌગલિક વિસ્તાર 2003 થી 2024 સુધી અમદાવાદમાં 34% વધ્યો છે અને સાથે સઘેં 2006 થી 2024માં અમદાવાદ (Ahmedabad)માં નવા 17 જેટલા બ્રિજ બન્યા જેના લીધે 06 થી 07 ટકા વૃક્ષોનું નિકંદન પણ કાઢવામાં આવ્યું છે. તેવામાં ખાસ અમદાવાદનો વિસ્તાર વધ્યો છે. સામે નાના ચિલોડા અને મોટા ચિલોડા સુધી બ્રિજ અને રોડ બનતામાં લગભગ 2015 થી 2024માં 40% વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. બીજી તરફ એએમસીએ લાખો વૃક્ષો વાવવાની વાત કરી હતી પરંતુ તે અભિયાન પણ ખોરંભે છે. વૃક્ષોના ખાડા ખોદ્યા પરંતુ વૃક્ષો વાવવાનું ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે.

આ પણ વાંચો: આને બાપ કહેવાય ખરો? પોતાની સગી દીકરીને ગર્ભવતી બનાવી અને...

Advertisement

પ્રદૂષણ વધતા ઑક્સિજનનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે

બીજી તરફ અમદાવાદ (Ahmedabad)માં કોંક્રિટના જંગલો જેવા કે અમદાવાદ (Ahmedabad)ની ફરતે આવેલ એગ્રિકલચર (ખેતી લાયક જમીન બિન ખેતી લાયક માં પરિવર્તિત થઈ) લગભગ 12 થી 13 % જેટલો જમીનનો ખેતી લાયક ભાગ હવે નવી સ્કીમો થકી આરસીસી સ્રકચરમાં ફેરવાયો છે. અમદાવાદના બીજા 15 હજારના ખર્ચે બનાવેલ વૃક્ષો પણ ઇન્દિરા બ્રિજથી ડફનાડા, જે એમસીએ વસાવીને રોપણ કર્યું પરંતુ ઘણી જગ્યાએ ઉછેર નથી થઈ રહ્યો! જે મૃત હાલતમાં છે IIM તરફ પણ વિકાસને લઈ વૃક્ષોનું નિકંદન નીકળતા પર્યાવરણ પ્રેમીઓ નારાજ થયા હતા. જેમના વિરોધ પછી ઝાડ કાપવાની કામગરી રોકવામાં આવી હતી. વૃક્ષોનું જતન કરવું ખૂબ જ જરૂરી છે કેમ કે, ગ્લોબલ વોર્મિંગ અમદાવાદનો વિસ્તાર વધતાની સાથે વસ્તી પણ વધી છે સાથે પ્રદૂષણવધતા અને ઑક્સિજનનું પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે.

આ પણ વાંચો: શું હીરા ઉદ્યોગમાં મંદી આવી? સુરતની એક કંપનીએ 50,000 કર્મચારીઓને...

Advertisement

અમદાવાદનું જમીનનું પાણીનું લેવલ પણ હવે 04 ફૂટ નીચે જતું રહ્યું

અમદાવાદમાં કોંક્રિટના જંગલો તથા CRC રોડ અને બ્રિક્સને લીધે અમદાવાદનું જમીનનું પાણીનું લેવલ પણ હવે 04 ફૂટ નીચે જતું રહ્યું છે, જે એક ચિંતાનો વિષય છે.આ સાથે સાથે વટવા GIDC ના ઔધોગિક એકમોને લીધે કાળા કલરની ધૂળની રજકણ નજીકના વિસ્તાર જેવા કે, હાથીજણ, ઇસનપુર, ઘોડાસર, મણિનગર અને CTM વિશાલાથી સરખેજ સુધીના વિસ્તારમાં ધૂળની રજકણ જોવા મળે છે. જેના કારણે પણ ત્યાંના લોકો કેન્સર જેવી ગંભીર બીમારી પણ આ વિસ્તારના લોકોમાં જોવા મળી રહી છે.

નદીના પાણીમાં ઑક્સિજનનું સ્તર ખૂબ જ ઘટી

ઔધોગિક એકમોને લીધે સાબરમતી નદીમાં છોડવામાં આવતું પાણીને લીધે નદીના પાણીમાં ઑક્સિજનનું સ્તર ખૂબ જ ઘટી રહ્યું છે જેને કારણે પાણ માં વસવાટ કરતી પ્રજાતિને પણ ખતરો છે. આજ ગંદા પાણીને લીધે સાબરમતી નદીમાં જંગલી વનસ્પતિ ઉગી ગયેલ છે. જેને કારણે પણ જમીનની ફળદ્રપતા રહી છે.આવી અનેક બાબતો અમદાવાદને બનાવે છે . આવનાર સમયમાં અમદાવાદની 01 કરોડની જનતાને પ્રદૂષણ અને ઓછા ઑક્સિજન સાથે જીવન વિતાવવા સાથે સ્વાસ્થ્ય બગડવા અને અનેક બિમારીઓના ભોગ બનવું પડશે, આ સાથે અમદાવાદની જનતા ઓછા આયુષ્યનો ભોગ બને તો પણ નવાઈ નહી.

અહેવાલઃ સચિન કડિયા, અમદાવાદ

આ પણ વાંચો: AMC માં અધિકારીઓએ જમાવ્યો છે અડ્ડો! કેમ નથી કરવામાં આવી રહીં બદલી?

Tags :
Advertisement

.