Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : પાંડેસરાના લૂમ્સના કારખાનામાં વીજ કરંટ લાગવાથી કામદારનું મોત

સુરતના પાંડેસરાના બમરોલીમાં લૂમ્સના ખાતામાં કામ કરતા કર્મચારીને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળ પર મોત થયું હતું. આ ઘટનાને લઇ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. તો બીજી તરફ કામદારને કરંટ લાગ્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ...
surat   પાંડેસરાના લૂમ્સના કારખાનામાં વીજ કરંટ લાગવાથી કામદારનું મોત

સુરતના પાંડેસરાના બમરોલીમાં લૂમ્સના ખાતામાં કામ કરતા કર્મચારીને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળ પર મોત થયું હતું. આ ઘટનાને લઇ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. તો બીજી તરફ કામદારને કરંટ લાગ્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામી છે.

Advertisement

સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે. ક્યારેક આગ લાગવાની તો ક્યારેક કામદાર સાથે અકસ્માત થયો હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા ભમરોલી વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલમાં લુમ્સના ખાતામાં કામ કરતા એક કર્મચારીને ફરજ દરમ્યાન વીજ કરંટ લાગ્યો હોવાના કારણે તેનું મોત થયું હતું. આ કર્મચારીનું નામ દીપક પાટીલ હોવાનું સામે આવ્યું છે અને તેની ઉંમર 34થી 35 વર્ષ છે. દીપક પાટીલ પાંડેસરા વિસ્તારમાં આવેલ શિવાજી નગરમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે.

Advertisement

દિપક ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીમાં આવેલા 85 86 નંબરના ખાતામાં કામ કરતો હતો. આ ઘટનાને લઈને સાની કોઈ પોલીસને માહિતી પોલીસ કાપલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇ અકસ્માતનું ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ આકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

Advertisement

જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે દીપક જ્યારે લુમ્સના ખાતામાં કામ કરતો હોય છે ત્યારે પાવર પ્લગ સાથે એટેચ ઇસ્ત્રીને તે હાથમાં લે છે. ઇસ્ત્રી હાથમાં લેતાની સાથે જ દિપકને વીજ કરંટ લાગે છે અને આ બાબતે જ્યારે દિપક સાથે કામ કરતા સહ કર્મચારીઓને માહિતી મળે છે એટલે તરત જ આ કર્મચારી બોર્ડની સ્વીચ બંધ કરી દેશે અને ત્યારબાદ દીપક લુમ્સના મશીન પર જ ઢળી પડે છે.

અહેવાલ - આનંદ પટ્ટણી, સુરત

આ પણ વાંચો : રાજસ્થાનના હનુમાનગઢમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, બચાવ કાર્ય શરૂ

Tags :
Advertisement

.