Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સાવલીમાં ઠેર ઠેર ગંદકીના ખડકલા, જોવા વાળુ કોઇ નથી

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા સાવલી નગર (SAVLI) ના હાલ, બેહાલ થયા છે. ઠેર ઠેર ગંદકીના ખડકલા જોવા મળી રહ્યા છે. ચોમાસાની રૂતુમાં ખાસ ચોખ્ખાઇ જાળવવાની હોય ત્યારે સાવલી નગરમાં તેનાથી વિપરીત પરિસ્થિતી જોવા મળી રહી છે. જેના કારણે...
vadodara   સાવલીમાં ઠેર ઠેર ગંદકીના ખડકલા  જોવા વાળુ કોઇ નથી

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા સાવલી નગર (SAVLI) ના હાલ, બેહાલ થયા છે. ઠેર ઠેર ગંદકીના ખડકલા જોવા મળી રહ્યા છે. ચોમાસાની રૂતુમાં ખાસ ચોખ્ખાઇ જાળવવાની હોય ત્યારે સાવલી નગરમાં તેનાથી વિપરીત પરિસ્થિતી જોવા મળી રહી છે. જેના કારણે ચોમાસામાં આ ગંદકી થકી ઉતપન્ન થનારી સમસ્યાઓનો ભોગ લોકો બની શકે છે. લાખો રૂપિયાની પાલિકાને ગ્રાન્ટ મળે છે, પરંતુ સફાઇની સ્થિતી જોઇને અલગ જ ચિત્ર મનમાં ઉપસી આવે તેમ છે. દેશભરમાં સીધી દિશામાં ચાલતું સ્વચ્છ ભારત મિશન સાવલીમાં અધોગતિ તરફ આગળ વધી રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે.

Advertisement

સફાઇનું સુંદર ચિત્ર માત્ર કાગળ પર

વડોદરા પાસે સાલવી આવેલું છે. સાવલીમાં ચોમાસાની શરૂઆતમાં જાહેરમાં ભારે ગંદકી જોવા મળી રહી છે. આ જોતા અનેક ઠેકાણે દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. શહેરમાં ઠેર ઠેર ઉકરડા જેવી સ્થિતીથી લોકો ત્રસ્ત બન્યા છે. લાખો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી પરંતુ સફાઇનું સુંદર ચિત્ર માત્ર કાગળ પર જ હોવાનું દેખાઇ આવે છે. ચોમાસામાં બિમાર લોકો પ્રાથમિક સારવાર કેન્દ્રમાં જાય તેની બહારની સ્થિતી જ ચિતા કરાવે તેવી છે. ચોમાસાની શરૂઆતમાં આ સ્થિતી છે, તો આવનાર સમયમાં કેવી હાલત થશે, આ વિચારે જ લોકોની નિંદર હરામ કરી હોય તેવું લાગે છે. હવે આ મામલો ઉજાગર થતા નિંદ્રાધીન તંત્ર કેટલા સમયમાં જાગે છે તે જોવું રહ્યું.

Advertisement

મુખ્ય સમસ્યાઓનો ક્યારે અંત આવશે !

સાવલીમાં વિપક્ષના કોર્પોરેટર હસમુખ પટેલે જણાવ્યું કે, સાવલી નગરમાં સમસ્યાનો કોઇ અંત નથી. જે ગટર લાઇન નાંખવામાં આવી હતી, તે જાહેર માર્ગ પર ગંગોત્રી, મોટી ભાગોળ તથા પોલીસ સ્ટેશન નજીક તુટેલા છે. વારંવાર રજુઆત છતાં તેને કોઇ નિકાલ થતો નથી. પ્રિમોન્સૂન કામગીરીમાં પણ ભારે છીંડા જોવા મળી રહ્યા છે. કોઇ જગ્યાએ કામગીરી કરવામાં આવી નથી. દર વર્ષની જેમ રંગાવ કાંસ સાફ કરવામાં આવે છે, જેના થકી પાણીનો નિકાલ થાય છે, તે કાંસ સાફ કરવામાં આવી નથી. આ સાથે સફાઇ અને પાણીની મુખ્ય સમસ્યા છે. બે-ત્રણ દિવસા ડહોળુ પાણી આવે છે. આ મુખ્ય સમસ્યાઓનો ક્યારે અંત આવશે તેવી માંગ નગરજનો કરી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : હરણી બોટકાંડને 6 મહિના વિત્યા, ન્યાયની માંગ સાથે પરિવારના ધરણા

Advertisement

Tags :
Advertisement

.